તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમેરિકા પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટમાં ફરી જોડાઇ ગયું છે. તેનો અર્થ એ નથી કે માત્ર તેનાથી જ વિશ્વ હવે બહેતર ક્લાઇમેટ ફ્યુચરના માર્ગે ચાલી નીકળ્યું છે. 2015માં થયેલા પેરિસ એગ્રીમેન્ટ મુજબ, સદીમાં વૈશ્વિક તાપમાન વૃદ્ધિને પૂર્વ-ઔદ્યોગિક સ્તરથી 2 ડિગ્રી સે. નીચે રાખવા સર્વસંમતિ સધાઇ હતી. સભ્ય દેશોએ રાષ્ટ્રીય જળવાયુ કાર્યવાહી યોજનાઓ નામથી ઓળખાતા કાર્બન ઉત્સર્જનમાં ઘટાડાની યોજના અપનાવવાની જરૂર છે. હાલની પ્રતિબદ્ધતાઓ સાથે દુનિયા યોગ્ય માર્ગે છે. જોકે, આ તો એગ્રીમેન્ટનું હજુ પહેલું પગલું છે. મંઝિલ હજુ દૂર છે.
ધ લેન્સેટના વિશેષાંક પ્લાન્ટરી હેલ્થ જર્નલમાં પ્રકાશિત અભ્યાસ મુજબ, ઉત્સર્જન ઘટાડવાની ઝડપ વધારવા અનિચ્છુક સરકારોને પ્રોત્સાહિત કરવા આ માત્ર પ્રલોભન સાબિત થશે. સ્વાસ્થ્ય અને આબોહવા પરિવર્તન અંગે લેન્સેટ કાઉન્ટડાઉનના નવા રિસર્ચ મુજબ, બાકીના દેશો પેરિસ એગ્રીમેન્ટના લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા માટેના પ્રયાસોની દિશામાં બરાબર કામ કરે તો 2040 સુધીમાં દર વર્ષે લાખો જીવ બચાવી શકાય તેમ છે.
પેરિસ એગ્રીમેન્ટની ક્લાઇમેટ યોજનાઓ અપનાવીને તથા સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપીને સર્વેક્ષણમાં સામેલ આ 9 દેશ (ભારત, અમેરિકા, ઇંગ્લેન્ડ, બ્રાઝીલ, ચીન, જર્મની, ઇન્ડોનેશિયા, નાઇજીરિયા અને દ.આફ્રિકા) બહેતર આહાર સાથે 64 લાખ જીવ, ચોખ્ખી હવાથી 16 લાખ અને કસરતની ટેવથી 21 લાખ જીવ દર વર્ષે બચાવી શકે છે. આ 9 દેશમાં વિશ્વની અડધી વસતી રહે છે અને 70% કાર્બન ઉત્સર્જન કરે છે. સુધારેલી કટિબદ્ધતાઓ સાથે તે વિશ્વ પર અસર કરવા ઉપરાંત પોતાની વસતીને પણ બચાવી શકે છે.
સર્વેક્ષણમાં ઊર્જા, કૃષિ અને પરિવહન ક્ષેત્રો દ્વારા થતા ઉત્સર્જન સાથે વાયુ પ્રદૂષણથી થતા વાર્ષિક મોત, સંપૂર્ણ આહારનો અભાવ અને શારીરિક નિષ્ક્રિયતા ધ્યાનમાં લેવાયા અને 2040ના હિસાબે થનારા મોતની તેની સાથે સરખામણી કરાઇ. બહેતર આહારમાં ફળો-શાકભાજીનો વધુમાં વધુ અને રેડ મીટ તથા પ્રોસેસ્ડ ફૂડનો ઓછામાં ઓછા ઉપયોગ સ્વાસ્થ્ય માટે સારો ગણાવાયો. યુએનના ખાદ્ય અને કૃષિ સંગઠન મુજબ, ઔદ્યોગિક માંસ તથા ડેરી પ્રોડક્ટ્સ વૈશ્વિક કાર્બન ઉત્સર્જનના 14.5% છે. એનડીસી શપથમાં સુધારા અને આને અપડેટ કરવા માટે નવેમ્બરમાં ગ્લાસગોમાં પેરિસ એગ્રીમેન્ટ પર સહી કરનારા દેશો સીઓપી 26 મીટિંગમાં મળી રહ્યા છે તેવા સંજોગોમાં આ રિપોર્ટ મહત્ત્વનો બની જાય છે.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.