તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વન્ડર કિડ:ભારતીય મૂળની ગીતાંજલિ રાવ ટાઈમ મેગેઝિનની કિડ ઑફ ધ યર જાહેર

વોશિંગ્ટન4 મહિનો પહેલા
 • કૉપી લિંક
ગીતાંજલિ રાવ કહે છે જ્યારે હું કંઈ નવું કરી શકતી હોઉં તો કોઈપણ આવું કરી શકે છે. દરેકની પાસે કંઈ નવું કરવાનો આઈડિયા છે. વિશ્વની સમસ્યાનો ઉકેલ શોધવા માટે યુવા ઈનોવેટરોએ એકબીજાને જોડવા જરૂરી છે. - Divya Bhaskar
ગીતાંજલિ રાવ કહે છે જ્યારે હું કંઈ નવું કરી શકતી હોઉં તો કોઈપણ આવું કરી શકે છે. દરેકની પાસે કંઈ નવું કરવાનો આઈડિયા છે. વિશ્વની સમસ્યાનો ઉકેલ શોધવા માટે યુવા ઈનોવેટરોએ એકબીજાને જોડવા જરૂરી છે.
 • 15 વર્ષની આ વિજ્ઞાની ટ્રોલિંગ સામે લડી રહી છે, યુવા સંશોધકોનું જૂથ બનાવવામાં વ્યસ્ત

ટાઈમ મેગેઝિને પ્રથમવાર વર્ષના પ્રતિભાશાળી અને સંભાવનાઓથી ભરેલા પાંચ બાળકોની પસંદગી કરી છે. ભારતીય મૂળની 15 વર્ષીય ગીતાંજલિ રાવને કિડ ઑફ ધ યર જાહેર કરાઈ છે. તેની પસંદગી 8થી 16 વર્ષની ઉંમરના 5 હજાર અમેરિકી બાળકોમાંથી કરાઈ છે. તેને મેગેઝિનના કવર પર સ્થાન પણ અપાયું છે. ચાર અન્ય બાળકો છે- 14 વર્ષનો આર્ટિસ્ટ ટાઈલર ગોર્ડન, 14 વર્ષની ડીઝાઈનર જોર્ડન રિવ્ઝ, 10 વર્ષની અશ્વેત બેલેન વુડવર્ડ. તે રંગભેદ સામે લડે છે. 16 વર્ષનો ઈયાન મેકેના ફૂડ બેન્ક બનાવી રહ્યો છે.

વિજ્ઞાની અને ઈન્વેન્ટર ગીતાંજલિ કહે છે કે તે સંશોધન, સંવાદમાં વિશ્વાસ ધરાવે છે. તેણે આટલી ઓછી ઉંમરમાં દૂષિત પીવાના પાણી, અફીણની લત અને ઈન્ટરનેટ પર ટ્રોલિંગ જેવા મુદ્દાનું નિરાકરણ લાવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. વિશ્વની સમસ્યાના ઉકેલ માટે યુવા સંશોધકોનું ગ્રૂપ તૈયાર કરવાના મિશનમાં તે વ્યસ્ત છે. એક્ટર અને એક્ટિવિસ્ટ એન્જિલિના જોલીએ ગીતાંજલિ રાવ સાથે વીડિયો કોલ પર વાતચીત કરી.

સવાલઃ તમને વિજ્ઞાનમાં રૂચિ હોવાનો અહેસાસ ક્યારે થયો?
ગીતાંજલીઃ હું હંમેશા લોકોના ચહેરા પર સ્મિત જોવા માંગું છું. મારું લક્ષ્ય છે કે દરેક ખુશ રહે. હું જ્યારે બીજા કે ત્રીજા ધોરણમાં હતી ત્યારે મેં વિચારવાનું શરૂ કર્યું કે આપણે કેવા સામાજિક પરિવર્તન માટે સાયન્સ અને ટેકનોલોજીનો ઉપયોગ કરી શકીએ છીએ. મેં 10 વર્ષની ઉંમરમાં માતા-પિતાને જણાવ્યું કે તે ડેનેવરની પાણીની સ્વચ્છ રાખનારી લેબોરેટરીમાં કાર્બન નેનોટ્યૂબ સેન્સર ટેકનોલોજી પર રિસર્ચ કરવા માંગે છે. ટેકનોલોજીથી પાણીમાં પ્રસારણનો ખ્યાલ આવે છે. આ રિસર્ચ ટૂંક સમયમાં પૂરું થશે.

સવાલઃ ઈન્ટરનેટ ટ્રોલિંગ રોકવા માટે તમારા ઈનોવેશન વિશે જણાવો.
ગીતાંજલીઃ આ સર્વિસનું નામ કાઈડલી છે. એપ અને ક્રોમ એક્સ્ટેન્શન પર ચાલે છે. આર્ટિફિશિયલ ટેકનોલોજી પર આધારિત એપ શરૂઆતમાં જ સાઈબર બુલિંગની જાણકારી મેળવી લે છે. મેં ટ્રોલિંગ સંબંધિત કેટલાક શબ્દોને કોડ કર્યા છે. મારું એન્જિન આ શબ્દો અને તેના જેવા અન્ય શબ્દોને ઓળખી કાઢે છે. તમારી પાસે શબ્દનું એડિટિંગ કે તેને અલગ રાખવાનો વિકલ્પ રહેતો હોય છે. કોઈને દંડિત કરવાનું લક્ષ્ય નથી. ટીનએજર હોવાને કારણે મને ખ્યાલ છે કે ટીનએજર ઘણીવાર કઈ વાત પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરવા માંગે છે. તમને વિચારવાની તક મળે છે કે તમે શું કહી રહ્યા હતા.

સવાલઃ તમે આ સિસ્ટમને બાળકોના ફોન સાથે જોડી છે?
ગીતાંજલીઃ મેં માતા-પિતા, શિક્ષકો અને વિદ્યાર્થીઓનો સરવે કર્યો છે. એવું લાગે છે કે બાળકો ઈચ્છતા નથી કે તેમને મેનેજ કરવામાં આવે. નિયંત્રિત કરવામાં આવે. ઘણા બાળકો, કિશોરોએ જણાવ્યું કે તેઓ ભૂલમાંથી શીખવાની તક ઈચ્છે છે. મને સારું લાગ્યું કે બાળકોએ સિસ્ટમનો ઉદ્દેશ્ય સમજી લીધો છે.

સવાલઃ આટલી ઓછી ઉંમરમાં ભવિષ્યના સંબંધ અંગે વિચારવું અને મહિલા ઈન્વેન્ટર હોવા અંગે તમને કેવું લાગે છે ?
ગીતાંજલીઃ હું સામાન્ય વિજ્ઞાની જેવી લાગવા માંગતી નથી. આપણે ટીવી પર વૃદ્ધો અને શ્વેત વ્યક્તિને વિજ્ઞાની તરીકે જોયા છે. જાણેએવું લાગે કે કોઈએ તેમને જવાબદારી સોંપી રાખી છે. મારું લક્ષ્ય વિશ્વની સમસ્યાનો ઉકેલ લાવવા સ્વંય પોતાના ડિવાઈસ બનાવાની સાથે બીજાને પણ તેમ કરવાની પ્રેરણા આપવાનો છે. મેં કોઈને આવું કરતાં જોયા નથી. આથી હું જણાવવા માંગું છું કે હું આ બધું કરી શકતી હોઉં તો તમે કરી શકો છો, કોઈપણ કરી શકે છે.

સવાલઃ યુવા સંશોધકોને જોડવા માટે ચાલી રહેલું તમારું મિશન શું છે?
ગીતાંજલીઃ મારી કામની રીત છે કે સ્થિતિ પર ધ્યાન આપવું, ચર્ચા, રિસર્ચ અને નિર્માણ. સાધારણ પ્રેઝન્ટેશન અને લેશન આપવાની શરૂઆત કરી હતી. ત્યારપછી લેબોરેટરીનો સાથ લીધો. વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાનું આયોજન કર્યું. હવે ગ્રામીણ શાળાઓ, સ્ટેમ ઓર્ગેનાઈઝેશનમાં છોકરીઓ, વિશ્વભરના મ્યુઝિયમ અને શાંઘાઈ ઈન્ટરનેશન યૂથ, સાયન્સ અને ટેકનોલોજી ગ્રૂપ, રોયલ એન્જિનિયરિંગ એકેડમી લંડન જેવા મોટા સંગઠનોને ઈનોવેશન વર્કશોપ ચલાવવા માટે જોડવામાં આવ્યા છે. દરેક વર્કશોપ પછી ખ્યાલ આવે છે કે દરેકની પાસે કંઈ છે અને તે તેના પર કામ શરૂ કરી શકે છે. મને બહુ સારું લાગે છે કે જ્યારે કોઈ ઈ-મેઈલ કરીને કહે કે તેણે ચાર મહિના પહેલા મારા વર્કશોપમાં ભાગ લીધો હતો અને હવે તેણે એક પ્રોડક્ટ બનાવી છે.

સવાલઃ અત્યારે તમે કયા ઈનોવેશન પર કામ કરી રહ્યા છો?
ગીતાંજલીઃ હું પાણીમાં પેરાસાઈટ જેવા જૈવિક પ્રદૂષણનો ખ્યાલ મેળવવામાં વ્યસ્ત છું. આશા છે કે આ ઓછું ખર્ચાળ અને ચોક્કસ હશે. એટલું સરળ હશે કે દરેક દેશોમાં લોકો સ્વંય પોતાના પાણીની અશુદ્ધિનો ખ્યાલ મેળવી શકશે. મારી સાથે 30 હજાર વિદ્યાર્થીઓ જોડાયા છે. આ ઈનોવેટરના સમુદાયના નિર્માણ બરાબર છે.

સવાલઃ તમે જળ પ્રદૂષણ પર કામ કરી રહ્યા છો. શું પર્યાવરણ પર પણ નજર છે?
ગીતાંજલીઃ અમારી પેઢી સામે એવી અનેક સમસ્યા છે જે પહેલા ક્યારેય નહોતી. દુનિયાભરમાં રોગચાળો ફેલાયો છે. માનવઅધિકારોની સમસ્યા છે. અમે જળવાયુ પરિવર્તન અને સાઈબર બુલિંગ જેવી સમસ્યાનો ઉકેલ શોધવા માંગીએ છીએ. પાણીમાંથી બેક્ટેરિયા પ્રદૂષિત ખતમ કરવાનું મારું કામ જીન થેરેપી આધારિત છે. અફીણ પર આધારિત દવા-ઓપી ઓઈડની લતનો તરત ખ્યાલ આવે તે માટે પ્રોટીન બનાવવાનું કામ પણ ચાલી રહ્યું છે. મને જેનેટિક્સમાં રૂચિ છે.

સવાલઃ તમે રિસર્ચ કેવી રીતે કરો છો? તે અંગેની જાણકારી ક્યાંથી મળે છે?
ગીતાંજલીઃ એમઆઈટી ટેક રિવ્યૂ જ મારું પોપ ન્યૂઝ છે. તેમાંથી પ્રેરણા મળે છે. એમઆઈટી અને હાર્વર્ડમાં ટેકનોલોજી પર આશ્ચર્યજનક કામ થયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો