તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Magazine
  • Time
  • Many New Gazettes Will Make Life Easier, Including A Robot That Teaches And Teaches Children, Brushing Teeth Without Hands, A Water Dispenser

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

2020નાં સર્વશ્રેષ્ઠ ઈનોવેશન:બાળકોને ભણાવતું અને શીખવતું રોબોટ, હાથ વગર દાંતની સફાઈ, પાણી બનાવવાનું મશીન સહિત અનેક નવાં ગેઝેટ જીવનને સરળ બનાવશે

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

ટાઈમ મેગેઝિન દર વર્ષે દુનિયાને શ્રેષ્ઠ, સ્માર્ટ બનાવનારાં ઈનોવેશનની જાહેરાત કરે છે. આ વખતે 100 બેસ્ટ ઈનોવેશનની પસંદગી કરાઈ છે. તેમની પસંદગી મૌલિકતા, ઉપયોગિતા, મહત્ત્વાકાંક્ષા અને પ્રભાવ જેવાં પાસાઓને ધ્યાનમાં રાખી કરાઈ છે. તેમાં બાળકોની મદદ કરતું રોબોટ, સુરક્ષિત સાઈકલ હેલ્મેટ, સ્વાસ્થ્ય પર નજર રાખતી એપ સહિત અનેક અનોખા ગેઝેટ સામેલ છે. અમુક ઈનોવેશન કોરોના વાઈરસ મહામારીથી પ્રભાવિત છે. વાંચો 11 પસંદગીનાં ઈનોવેશન.

બાળકોને ભણાવતું અને શીખવતું રોબોટ

મોક્સી રોબોટ કોઈ પાડોશી સમાન છે. પિક્સર, જેમ હેન્સન પ્રોડક્શન અને શિક્ષણ, બાળક વિકાસ સાથે સંકળાયેલા નિષ્ણાતોએ આ રોબોટ ડિઝાઈન કર્યું છે. તે 5થી 10 વર્ષનાં બાળકોને સામાજિક અને ભાવનાત્મક વર્તન શીખવે છે. વાંચવા, ડ્રૉઈંગ બનાવવા પ્રોત્સાહિત કરે છે. વડીલો અને સમાન વયનાં બાળકો સાથે વાત કરતા શીખવે છે. મિત્રને પત્ર કેવી રીતે લખવો તે પણ શીખવે છે. મોક્સી બનાવનાર કંપની એમબોડીડના સીઈઓ પાવલો પરિજનિયન કહે છે કે આ વાસ્તવિક દુનિયામાં પ્રવેશવા બાળકોની મદદ કરે છે.

આ મશીનથી થશે ભવિષ્યમાં ખેતી
ઓર્ગેનિક ખેતી ટેક્નોલોજીની રીતે પછાત મનાય છે, પરંતુ નીંદણ નષ્ટ કરનારો રોબોટ કંઈક નવી જ વાત કરે છે. ફાર્મ વાઈસ ટાઈટન એફટી-35 એક ડ્રાઈવરલેસ ટ્રેક્ટર છે. તે ખેતરોમાંથી નકામી વનસ્પતિ હટાવવા માટે મશીન લર્નિંગ અને કમ્પ્યુટર વિઝનનો ઉપયોગ કરે છે. પરંપરાગત ટ્રેક્ટર દ્વારા બનાવેલા રસ્તે ચાલનારા મશીન ખેતરોમાં ઊગાડેલા પાક અને નીંદણને ઓળખી લે છે. તે ગણતરીની ક્ષણોમાં જ નીંદણ ઉખાડી ફેંકે છે. એફટી-35નો અમેરિકાના અનેક ખેતરોમાં ઉપયોગ પણ શરૂ થઈ ગયો છે.

સુરક્ષિત સાયકલિંગ
દુનિયાભરમાં હજારો સાયકલ સવાર ગંભીર દુર્ઘટનાઓનો શિકાર બને છે. એકલા અમેરિકામાં 2019માં 60 હજાર લોકો સાયકલ દુર્ઘટનાનો શિકાર થયા અને તેમના મગજમાં ગંભીર ઈજાઓ થઈ. કોઈ પણ સાયકલ હેલમેટ માથામાં ગંભીર ઈજા નહીં થાય તેની ગેરંટી નથી આપતી. પરંતુ બોનટ્રેઝરની નવી વેવસેલ હેલમેટની અંદર એડજસ્ટ થનારું પોલીમર ઘેરાઈ રહે છે. તે બહારથી આવતા કોઈ પણ પ્રહારને ઘટાડી દે છે. પરંપરાગત હેલમેટમાં આવી કોઈ સુરક્ષા નથી હોતી. વર્જિનિયા ટેકે વેવસેલને સર્વોચ્ચ ફાઈ‌વ સ્ટાર રેટિંગ આપ્યું છે. આ હેલમેટનું મૂલ્ય 99થી 299 ડૉલર સુધી છે.

આરોગ્યનું ધ્યાન રાખતી વીંટી
અમેરિકાના નેશનલ બાસ્કેટબૉલ એસોસિયેશનની સીઝનમાં ખેલાડીઓ અને સ્ટાફનો કોઈ સભ્ય કોરોના વાઈરસથી બિમાર નથી પડ્યો. તેઓ બધા જ સુરક્ષિત રહ્યા. એનબીએએ બધાના આરોગ્ય પર નજર રાખવા માટે એક ઔરા રિંગ એટલે કે વીંટીનો ઉપયોગ કર્યો હતો. સેન્સરથી સજ્જ આ વીંટી હૃદયના ધબકારા, ઉંઘની સ્થિતિ અને શરીરનું તાપમાન બતાવે છે. આ વીંટી બનાવનારી કંપનીના સીઈઓ હરપ્રીત સિંહ કહે છે કે, ઔરાની એપ તમારા આરોગ્યનું સમગ્ર ચિત્ર રજૂ કરે છે. ઔરાએ એનબીએ સિવાય કેટલીક બીજી લીગ અને કંપનીઓ સાથે પણ આ રિંગ સપ્લાય કરવાનો કરાર કર્યો છે.

બાળકોને સૂવડાવી દેતું ક્રિબ

છ મહિનાથી ઓછી ઉંમરના 60% બાળકો જ આખી રાત સૂઈ શકે છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી ચાલતી ક્રેડલવાઈસ સ્માર્ટ ક્રિબ સેન્સરના માધ્યમથી બાળકોની હલચલની ખબર પડી જાય છે. વધુ સ્વચાલિત ક્રિબ શિશુના રડવાથી સક્રિય થઈ જાય છે. બાળકોની ઉંઘ વખતે સમય પર આધારિત ક્રિબ નક્કી કરે છે કે, બાળકોને હીંચકા નાંખીને ક્યારે સૂવડાવવામાં આવે કે જાગવા દેવાય. આ બધું સેન્સર થકી ચાલે છે

નખની સારસંભાળ
મહામારીના સમયમાં મેનિક્યોર માટે કોઇ સલૂનમાં એકાદ કલાક વિતાવવો પણ બહુ હોય છે. મેનિમી કંપનીએ ઘેરબેઠા આ સુવિધા પૂરી પાડી છે. યુઝરે કંપનીની વેબસાઇટ પર પોતાના નખના ફોટા પાડીને મોકલવા પડે છે. કંપની થ્રી-ડી મોડલિંગ ટેક્નોલોજીથી નખની ખાંચમાં ફિટ થતા જેલ પૉલિશ સ્ટિકર મોકલે છે. મેનિક્યોર માટે સ્ટિકર નખ પર લગાડો અને તેનો બિનજરૂરી ભાગ અલગ

જીવનભરની દોસ્તી

એકલતાથી પીડાતા વૃદ્ધો માનસિક બીમારીના ઘેરામાં આવી જાય છે. ટેક્નોલોજી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ટોમ સ્ટીવન્સે ભાવનાત્મક સહારો આપતો રોબોટ ટૉમબોટ જેની તૈયાર કરાવ્યો છે. તે અસલ ડોગ જેવું વર્તન કરે છે. તેનામાં ડઝનબંધ સેન્સર લાગેલાં છે. તેની પીઠ થપથપાવો એટલે તે પૂંછડી હલાવે છે, આદેશાનુસાર ચાલે છે અને જરૂર પડે ભસે પણ છે. ટૉમબોટ જેનીને સાથીના સ્વાસ્થ્યની માહિતી આપવાની સુવિધાઓથી પણ સજ્જ કરાશે. કંપની 2022માં 5 હજાર લોકોને રોબો ડૉગ સપ્લાય કરશે.

આ સિસ્ટમ હાથ વગર મોંની સફાઈ કરે છે
ફ્રાન્સિસી ડેન્ટિસ્ટ દ્વારા નિર્મિત વિલો સામે ઈલેક્ટ્રિક ટૂથબ્રશ પણ ટકી શકે તેમ નથી. નાઈલોનના બ્રિસલવાળી સિલિકોન બ્રશ સિસ્ટમને ફક્ત મોંમા નાખી હોઠ બંધ કરી લેવાના. સિસ્ટમ ચાલુ કરતા મોંમાં પાણી પહોંચી જશે અને ખાસ ફોર્મ્યુલાની ટૂથપેસ્ટ દાંતની સફાઈ કરશે. સિસ્ટમ જાતે જ ધુલાઈ કરે છે. બ્રશ અને ટૂથપેસ્ટ મળીને મસૂડાની મસાજનો અહેસાસ કરાવે છે. તે દાંત પરથી મેલનું પડ હટાવે છે. વિલો સાથે એક એપ જોડાયેલી છે. તે જણાવે છે કે તમે દાંત સાફ કરો છો કે નહીં. જો કોઈ દિવસે દાંત સાફ નથી કર્યા તો આગામી દિવસે તેની ભરપાઈ થઈ જાય છે. દાંતની સફાઇની સિસ્ટમ 2021માં આવવાની છે.

હવામાંથી પાણી બનાવતું વધુ એક મશીન
હવામાંથી પાણી બનાવવાની ટેક્નોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે. સ્કાઈસોર્સએ પીવાનું પાણી બનાવાતું મોબાઇલ જનરેટર વીડ્યૂ રજૂ કર્યુ છે. તેમાં લાકડાના ટુકડા, નારિયેળ, મગફળીનાં છોતરાં જેવી વસ્તુઓને નાખી ગરમ કરે છે. તેમાંથી નીકળતી વરાળને જનરેટર પાણીમાં રૂપાંતરિત કરે છે. બેટરીથી ચાલતી સંપૂર્ણ સિસ્ટમમાં 40 ફૂટના કન્ટેનર રાખી શકાય છે. વીડ્યૂ અને વર્લ્ડ ફૂડ પ્રોગ્રામે ચાલુ વર્ષે યુગાન્ડામાં એક શરણાર્થી કેમ્પમાં જનરેટર લગાવ્યું છે. તાન્ઝાનિયામાં પણ તે ચાલી રહ્યું છે.

વાઇરસથી બચાવ
જિંદગી સાથે જોડાયેલું માસ્ક

કોરોના વાઇરસ ફેલાતો રોકવાનું સૌથી મહત્ત્વપૂર્ણ સાધન ફેસ માસ્ક છે. આ 2020ના વર્ષને ઓળખ આપતી કન્ઝ્યુમર પ્રોડક્ટ છે. કોઇ પણ પ્રકારના માસ્કને સર્વશ્રેષ્ઠ ઇનોવેશનની શ્રેણીમાં સામેલ કરી શકાય છે પણ અહીં 3 માસ્કનો ઉલ્લેખ થઇ રહ્યો છે.
1. બ્રીધ 99નું બી2 માસ્ક ફ્લેક્સીબલ છે. રબરના ટુકડા જેવા માસ્કમાં ફેરવાતા 2 ફિલ્ટર છે. તે 99.6 ટકા કણોને હટાવી દે છે, વોશેબલ છે.
2. પેટિટ પ્લીનું એમએસકે રિસાઇકલ પ્લાસ્ટિકના દોરામાંથી બન્યું છે. તે ચહેરાના દરેક ભાગ પર ફિટ થઇ જાય છે.
3. આઇએમરનબોક્સના રનમાસ્ક કાપડ અને પોલિસ્ટરમાંથી બનેલા છે. તે વર્કઆઉટ કરતી વખતે સુવિધાજનક રહે છે.

જીવાણુઓ સામે રક્ષણ

રોજ શ્વાસ દ્વારા સંક્રમણ ફેલાવતા અસંખ્ય કણો આપણા શરીરમાં પહોંચે છે. તેમાંથી કોઇ ફેફ્સાંમાં જાય તો આપણે બીમાર પડીએ છીએ. હાર્વર્ડના એરોસોલ નિષ્ણાત ડેવિડ એડવર્ડ્સ 10 વર્ષથી આ જોખમ ઘટાડવા હાથ ધોવાના બદલે બીજા કોઇ ઉપાયની શોધમાં લાગ્યા છે. તેઓ વિચારે છે કે ફેન્ડ નામના મિશ્રણથી જ આ પદ્ધતિ હાંસલ કરી શકાય છે. કેલ્શિયમ અને મીઠાથી બનેલા ફીણ અને ધુમાડો નાકના મ્યૂક્સ આવરણને મજબૂત બનાવે છે. સૂક્ષ્મ જીવાણુઓને બહાર કાઢે છે. એક સ્ટડી દ્વારા માલૂમ પડ્યું કે ફેન્ડનો ઉપયોગ કરતા લોકોના નાક અને ફેફ્સાંમાં લગભગ 75 ટકા ઓછા એરોસોલ કણ ગયા. આ મિશ્રણને હાથ ધોવા, માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સિંગ જેવા બીમારી રોકવા માટેના ઉપાયો સાથે સામેલ કરી શકાય તેમ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો