તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ચૂંટણી પરિણામો પલટાવવાના ટ્રમ્પના પ્રયાસો વચ્ચે એક અજીબ ઘટના બની છે. કોર્પોરેટ જગતના લોકોએ ટ્રમ્પની ટીકા કરવાની શરૂ કરી દીધી છે. સેંકડો બિઝનેસ લીડર કે જેમાં ઘણા ટ્રમ્પની ઉમેદવારી અને નીતિઓના કટ્ટર ટેકેદાર હતા તેમણે પણ ટ્રમ્પને હાર સ્વીકારવા કહ્યું હતું. 2 ડિસેમ્બરે ટ્રમ્પે કહ્યું કે તેના માટે આ આશ્ચર્યજનક હતું. ચૂંટણીના થોડા દિવસ પછી જ્યારે કેટલાક રાજ્યોમાં ગણતરી ચાલુ હતી તે દરમિયાન પણ લોકોને બાઈડેનને વિજેતા જાહેર કરવાની ઊતાવળ હતી. બંને તરફ દેખાવો ઓછા થઈ રહ્યા હતા અને કંપનીના સીઈઓ તરફથી વિરોધને ધીમો પડાઈ રહ્યો હતો. આ બંને અનઅપેક્ષિત ઘટના ડાબેરી કાર્યકરો અને બિઝનેસ વડા વચ્ચે થયેલી અનૌપચારિક જોડાણનું પરિણામ હતી. આ સમજૂતીનું સંક્ષિપ્ત સ્વરૂપ ચૂંટણી દિવસે યુએસ ચેમ્બર્સ ઓફ કોમર્સ અને એએફએલ સીઈઓએ સંયુક્ત રીતે જાહેર કર્યું હતું.
બિઝનેસ અને લેબર વચ્ચે થયેલી સમજૂતી અમેરિકી ચૂંટણીને બચાવવાની દિશામાં થયેલા અનેક પ્રયાસોમાંનો એક પ્રયાસ હતો. તેનો હેતુ ચૂંટણી જીતવાનો નહીં પણ ચૂંટણી પ્રક્રિયાને સ્વતંત્ર-નિષ્પક્ષ તથા ભ્રષ્ટાચારથી દૂર રાખવાનો હતો. આ પ્રકારની અનેક ગતિવિધિ વર્ષ પહેલાથી થઈ રહી હતી. પરંતુ તે બાઈડેનના અભિયાનથી બિલકુલ અલગ હતી. રાજકીય વિચારધારાને તટસ્થ લોકો આગળ લઈ જઈ રહ્યા હતા.
આ શેડો પ્રચાર કરતાંનો મૂળ હેતુ ટ્રમ્પને વિજયથી રોકવાનો નહીં પણ લોકશાહી બચાવવાનો હતો.કાર્યકરોએ તમામ પાસા પર ધ્યાન આપ્યું. તેમણે રાજ્યોની વોટિંગ સિસ્ટમ બદલવા તથા કાયદો ઘડવા માટે ફરજ પાડી. જેથી લાખો ડોલરની પબ્લિક અને પ્રાઈવેટ ફંડિંગ પર નજર રાખી શકાય. કેસનો સામનો કર્યો, ચૂંટણી કાર્યકર્તાઓની ભરતી કરી. પહેલીવાર વોટિંગ કરનારા લાખો પુરુષ મતદારોને ભેગા કર્યા. તેમણે સોશિયલ મીડિયા કંપની પર ખોટા અહેવાલો પર એક કડક વલણ લેવા માટે સફળતાપૂર્વક દબાણ ઊભુ કર્યું.
તેમણે રાષ્ટ્રીય જાગૃતિ અભિયાન ચલાવ્યું કે જેમાં મતની ગણતરી અનેક દિવસો કે સપ્તાહ પછી પૂરી થશે, ટ્રમ્પના ષડયંત્રને રોકવા તથા વિજયના જૂઠ્ઠા દાવાથી લોકોને આકર્ષિત થતા અટકાવવા માટે પણ કામ કર્યું. ચૂંટણીના દિવસ પછી કાર્યકરોએ તમામ સંભવિત દબાણના કેન્દ્રો પર કડક નજર રાખી જેથી ટ્રમ્પ પરિણામ બદલી શક્યા નહીં. ઓબામા વહીવટીતંત્ર સાથે કામ કરી ચૂકેલા ભૂતપૂર્વ અધિકારી અને વકીલ નોર્મ ઈસેન કહે છે કે ચૂંટણીની નહીં કહેવાયેલી કથા એ છે કે બંને પક્ષોના હજારો લોકોએ અમેરિકી લોકશાહીને બચાવવા કામ કર્યું.
2019માં પત્ર દ્વારા ચિંતા વ્યક્ત કરી હતી
માઈક પોઢોર્જર 25 વર્ષથી અમેરિકાના સૌથી મોટા કેન્દ્રીય સંઘ અમેરિકન ફેડરેશન ઓફ લેબર એન્ડ કોંગ્રેસ ઓફ ઈન્ડસ્ટ્રીયલ ઓર્ગેનાઈઝેશનના અધ્યક્ષના વરિષ્ઠ સલાહકાર રહી ચૂક્યા છે. 2019માં જ તેમણે ખ્યાલ આવી ગયો હતો કે 2020ની ચૂંટણીમાં તકલીફ વધશે. મહિનાઓ સુધી સંશોધન કરી ઓક્ટોબર 2019માં તેમણે પોતાની ચિંતા એક પત્ર દ્વારા જાહેર કરી હતી. તેમણે કહ્યું કે જ્યારે પ્રમુખ ખુદ ચૂંટણી અવરોધવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે ડેટા, વિશ્લેષણ અને મતદાનના સામાન્ય ટૂલ્સ પૂરતા નહીં હોય.
ચૂંટણીમાં જીતના 5 તબક્કા
પોઢોર્જરના જણાવ્યા મુજબ ચૂંટણી જીતવા માટે મત જીતવા એ પહેલું પગલું હતું. ત્યારપછી મત ગણતરી, સર્ટિફિકેટ મેળવવું, ઈલેકટોરલ કોલેજ અથવા સત્તા સોંપવાની પ્રક્રિયા ભલે ઔપચારિક હોય પરંતુ જીત માટે એટલી જ જરૂરી હતી. કારણકે ટ્રમ્પ તેને પણ એક તક તરીકે જોઈ રહ્યા હતા. ચૂંટણી અંગે ચિંતા વ્યક્ત કરનારા માઈક પોઢોર્જર એકલા નહોતા. ફાઈટ બેગ ટેબ નામના લોકશાહી ગઠબંધને પણ હાથ મિલાવ્યા હતા. ભૂતપૂર્વ ચૂંટણી અધિકારીઓનું એક જૂથ કટોકટીની સાધનો અંગે સંશોધન કરી રહ્યું હતું. તેમણે ડર હતો કે ટ્રમ્પ તેનો દુરુપયોગ કરી શકે છે. પ્રોટેક્ટ ડેમોક્રસી નામના વકીલ જૂથના સહસંસ્થાપક યાંગ બેશીને કહ્યું કે ચૂંટણીના સાચા પરિણામોમાં હસ્તક્ષેપ કરવાના દરેક પ્રયાસને તેમણે હરાવ્યો હતો.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.