તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
21 મેની વાત છે. શીલા(નામ બદલેલ છે) બસ એક છેલ્લું કામ, પોતાની ગાડી ડ્રાઈવ કરવા માગતી હતી. ખોપડીમાં ફ્રેક્ચર, આખા શરીરમાં ઈજાઓ વચ્ચે ભાનમાં રહીને ગાડી ચલાવવી તેના માટે મુશ્કેલ હતું પણ આ જ એક વિકલ્પ હતો કે તેના પતિ તેને ઘરેથી બહાર જવાની મંજૂરી આપી દે. તેણે પતિને જૂઠું કહ્યું કે તે તેમના માટે સિગારેટ લેવા જઇ રહી છે. પણ સત્ય એ હતું કે તે પાદરીની પત્નીને મળવા જઈ રહી હતી.
અમેરિકાના નેબ્રાસ્કામાં તે પાદરીના પરિવારને જ જાણતી હતી અને આ નર્કથી નીકળવામાં તેમની મદદ માગવા જઈ રહી હતી. કોવિડ-19 મહામારીને લીધે ઘરેલુ હિંસા બદથી બદતર થઈ ગઈ છે. ઈંગ્લેન્ડ સ્થિત એક એડવોકસી અને સહાયતા સમૂહ વુમન્સ એમ્પાવરમેન્ટ એન્ડ રિકવરી એજ્યુકેટર્સના પ્રોજેક્ટ મેનેજર જેકી મુલવીને જણાવ્યું કે કોવિડે કોઈને હિંસક નથી બનાવ્યા પણ નક્કી છે કે તેનાથી સ્થિતિ બગડી છે. તેણે પુરુષોને મહિલાઓ નિયંત્રણ મેળવવા, તેમને કેદ રાખવાની તક આપી. હિંસા કરનારાને ખબર હતી કે તેનો પાર્ટનર ઘરેથી બહાર નહીં જઈ શકે જેનો તેણે લાભ લીધો.
દુનિયાભરના સરવે જણાવે છે કે જાન્યુઆરી 2020થી ઘરેલુ હિંસાના મામલા ઝડપથી વધ્યા છે. અમેરિકન જર્નલ ઓફ ઈમરજન્સી મેડિસિન અને યુએન વૂમન અનુસાર જ્યારે મહામારી શરૂ થઈ ત્યારે ચીનના હુબેઈ પ્રાંતમાં ઘરેલુ હિંસા 300 ટકા વધી, 25 ટકા આર્જેન્ટિનામાં, 30 સાઈપ્રસ, 33 ટકા સિંગાપોર અને 50 ટકા બ્રાઝિલમાં વધારો થયો. અમેરિકામાં સ્થિતિ આટલી જ વણસી હતી. દેશભરનાં શહેરોમાં પોલીસ પાસે ફરિયાદોનો ખડકલો સર્જાયો. વિપરીત લિંગના સાથીની જગ્યાએ સેમ સેક્સ પાર્ટનર સાથે હિંસક ઘટનાઓ અપેક્ષાકૃત વધી ગઈ.
માનવાધિકાર અભિયાન સંગઠન મુજબ શિક્ષણ, રેસ્ટોરાં, સ્વાગત સત્કાર, રિટેલ ક્ષેત્ર સૌથી વધુ પ્રભાવિત થયા. આ ક્ષેત્રોમાં કામ કરનારા મોટા ભાગના એલજીબીટી સમુદાયના લોકોની રોજગારી પર અસર થઈ. આ તણાવનું કારણ બન્યું. પરિણામે ઘરેલુ હિંસાની ઘટનાઓ વધી. જ્યાં દર ત્રણમાં એક શ્વેત મહિલા મહામારી દરમિયાન ઘરેલુ હિંસાની શિકાર થઈ ત્યાં જાતિ, લિંગ, ઓળખ, નાગરિકતાની સ્થિતિ પર હાંસિયામાં ધકેલાયેલા લોકોમાં 50 ટકા મહિલાઓ તેનો શિકાર થઈ.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.