તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટાઈમ મેગેઝિનમાંથી...:રિપબ્લિકન મહાભિયોગને ગેરબંધારણીય ઠેરવવા મક્કમ, ડેમોક્રેટ્સને હિંસાનો ડર

વોશિંગ્ટન12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ટ્રમ્પ પર મહાભિયોગ સાબિત કરવા ઓછામાં ઓછા 17 રિપબ્લિકનની જરૂર
 • મહાભિયોગ મેનેજરો રિપબ્લિકન સાંસદોને પુરાવા આપીને ટ્રમ્પ વિરુદ્ધ વૉટિંગ કરવા મનાવી રહ્યા છે

6 જાન્યુઆરીએ અમેરિકાના વૉશિંગ્ટનના કેપિટલ હિલમાં થયેલી હિંસાના અત્યંત ઘૃણાસ્પદ દૃશ્યો રજૂ કર્યાના બે દિવસ પછી ગુરુવારે ટ્રમ્પ વિરુદ્ધના મહાભિયોગ પ્રસ્તાવ મેનેજરોએ શરૂઆતની પ્રાથમિક બેઠક પૂરી કરી હતી. મેનેજરોએ સાંસદો (સેનેટર્સ)ને બેક અપ માટે બૂમો પાડતી, ગભરાયેલી પોલીસના ઓડિયો, કેપિટલ હિલના ઓરડામાંથી નેન્સી પેલોસીને ગુસ્સો કરીને બોલાવતી ભીડના વીડિયો તેમજ અનેક અધિકારીઓ અહીં તહીં દોડતા હતા એવા ફૂટેજ બતાવ્યા હતા.

જોકે, આ તમામ પુરાવા સોંપ્યા પછી પણ એવું નથી લાગયું કે, ટ્રમ્પને દોષિત ઠેરવી શકાય એટલી સંખ્યામાં રિપબ્લિકનો તૈયાર થાય. ગુરુવારે પુરાવાની રજૂઆત પછી અનેક ટ્રમ્પ સમર્થિત રિપબ્લિકન સેનેટરોએ કહ્યું કે, 45મા પ્રમુખ વિશે અમારા વિચારો નથી બદલાયા.

રિપબ્લિકન્સ ડેમોક્રેટ્સ સાથે સંમત નથી અને સોશિયલ મીડિયા પર તેમના રાજકીય હરીફો વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ પણ કરી રહ્યા છે. અનેક સાંસદોએ સ્વીકાર્યું છે કે, મહાભિયોગ મેનેજરો પોતાની તરફથી સંપૂર્ણપણે તૈયરા છે, પરંતુ અનેક રિપબ્લિકન્સ હજુ પણ એ તથ્ય પર ટકેલા છે કે, મહાભિયોગની આ પ્રક્રિયા જ ગેરબંધારણીય છે. તેમના મતે ડેમોક્રેટ્સ દ્વારા અપાયેલા પુરાવા એવું સાબિત નથી કરતા કે, એ ભીડને ટ્રમ્પે જ ઉશ્કેરી હતી.

રિપબ્લિકન સેનેટર જોન બુઝમેને દાવો કર્યો છે કે, હું આ બધું જ ખુલ્લા મનથી જોઈ રહ્યો છું. ટ્રમ્પને મુક્ત કરાવવા હું તેમના સમર્થનમાં મત આપીશ. મહાભિયોગની પ્રક્રિયા ગેરબંધારણીય છે. બીજા રિપબ્લિકન્સ પણ મારા જેવું જ વિચારે છે.

છેલ્લા બે દિવસમાં મહાભિયોગ મેનેજરોએ ટ્રમ્પ વિરુદ્ધ બારીકીથી કેસ દાખલ કર્યો છે. તેમાં વીડિયો સહિતના પુરાવા પણ મૂક્યા છે. 6 જાન્યુઆરીએ આખો દિવસ શું શું થયું હતું, તે બધું જ ટ્રમ્પ વિરુદ્ધના પુરાવા સાથે સાંકળીને રજૂ કરાયું છે. બુધવારે મેનેજરોએ ટ્રમ્પના ભડકાઉ નિવેદનો અને શબ્દોને રજૂ કરવાની સાથે હિંસા અને ગ્રાફિક ફૂટેજ પણ રજૂ કર્યા હતા.

ગુરુવારે ટ્રમ્પનો હિંસાને પ્રોત્સાહન આપતો ઈતિહાસ અને દેખાવોના કારણે થયેલા નુકસાનને રજૂ કર્યું હતું. હાઉસ મેનેજરોએ વારંવાર એ વાતને દોહરાવી છે કે, ટ્રમ્પને આરોપમુક્ત કરવાથી સત્તા પર જબરદસ્તીથી ટકી રહેવાની ખતરનાક પરંપરા શરૂ થઈ શકે છે. હાઉસ મેનેજર રેપ ટેડ લિઉએ કહ્યું હતું કે, મને ડર છે કે, ટ્રમ્પ ચાર વર્ષ પછી ફરી ચૂંટણી લડી શકે છે.

17 રિપબ્લિકન્સનો સાથ જરૂરી, હાલ ફક્ત છ સંમત ટ્રમ્પ પર આરોપ સાબિત કરવા તમામ ડેમોક્રેટ્સની સાથે ઓછામાં ઓછા 17 રિપબ્લિકન્સે ટ્રમ્પ વિરુદ્ધ મત આપવો જરૂરી છે. એટલે ગુરુવારે પુરાવાની રજૂઆત પછી મહાભિયોગ મેનેજરોનું તમામ ફોકસ રિપબ્લિકન્સને મનાવવા પર હતું. મંગળવારે સેનેટમાં 56-44 વૉટિંગ સાથેની સુનાવણીને ગેરબંધારણીય ઠેરવાઈ, જ્યારે ફક્ત 6 રિપબ્લિકન સેનેટરોએ જ અપર હાઉસમાં ડેમોક્રેટ્સને સાથ આપવા તૈયારી બતાવી. મેનેજરોએ ટ્રમ્પને દોષિત ઠેરવતી વીડિયો ક્લિપ બતાવી. આ સાથે એ તમામ અધિકારીઓની યાદી પણ બતાવી, જેમણે હિંસા પછી નોકરીમાંથી રાજીનામું આપી દીધું હતું.

13 મહિનામાં બીજો મહાભિયોગ, ગેરબંધારણીય પ્રક્રિયાની દુહાઈ
અનેક રિપબ્લિકન્સ એ વાત પર મક્કમ છે કે, ટ્રમ્પ ઓફિસમાં નથી. એટલે મહાભિયોગ ગેરબંધારણીય છે. ઓકલાહોમાના સેનેટર જેમ્સ લૈંકફોર્ડે પત્રકારોને કહ્યું કે, તમામ તથ્યો પરસ્પર મેળ નથી ખાતા. તેઓ એક જ વાતનું પુનરાવર્તન કરી રહ્યા છે. ટેક્સાસના સેનેટર જોન કોરનિનના મતે, ચિંતા એ વાતની પણ છે કે અમેરિકન ઈતિહાસમાં ચોથી વાર મહાભિયોગ ચલાવાશે અને છેલ્લા 13 મહિનામાં આવું બીજી વાર થશે. અમને ડર છે કે, ક્યાંક આ બધું રુટિન ના બની જાય!

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો