તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના વાઈરસ પ્રભાવિતોને ઓળખી કાઢવા કોન્ટેક્ટ ટ્રેસિંગ એપને સૌથી પ્રભાવશાળી ટેક્નોલોજી તરીકે રજૂ કરાઈ હતી પણ અમેરિકામાં ચેપ ફેલાયાના આઠ મહિના પછી પણ એવી એપનો વધારે ફેલાવો થઈ શક્યો નથી. તાલમેલના અભાવ, ટેક્નોલોજી કંપનીઓનો અવિશ્વાસ, પ્રચાર અભિયાનની નબળાઈ જેવા કારણોથી એપ વધારે સફળ થઈ શકી નથી. ગૂગલ અને એપલના સહયોગથી રાજ્ય સરકારોએ કોન્ટેક્ટ ટ્રેસિંગ એપ બનાવી હતી. સ્માર્ટફોન પર ચાલતી એપ યૂઝરને જણાવે છે કે તે જે વ્યક્તિના સંપર્કમાં છે તે વાઈરસથી ચેપગ્રસ્ત છે. એવી વ્યક્તિ પાસે પણ સ્માર્ટફોન અને એપ હોવા જરૂરી છે. તેનાથી સંપર્કમાં આવતા જ વ્યક્તિ સાવચેત થઈ શકે છે.
એપલ-ગૂગલનો પ્રોજેક્ટ લોન્ચ થયાના 5 મહિના પછી પણ અમેરિકાના પચાસમાંથી ફક્ત દસ રાજ્યો અને વોશિંગ્ટનમાં પ્રજાને એપથી સંબંધિત માહિતી મળી ચૂકી છે. જે રાજ્યોએ કોન્ટેક્ટ ટ્રેસિંગ એપ રજૂ કરી છે ત્યાં પણ તેનો ઉપયોગ ઓછો રહ્યો. સ્વાસ્થ્ય નિષ્ણાતો અનુસાર કેન્દ્રના તાલમેલના અભાવે સમસ્યા પેદા થઈ છે. અનેક રાજ્યોએ પોતાની એપ લોન્ચ કરી નથી અને ત્યાં ટેક્નિકલ નિષ્ણાતોનો પણ અભાવ છે. મહામારીથી સંબંધિત સોફ્ટવેર બનાવતી કંપની ઝીરોના ડિરેક્ટર ટેડી ગોલ્ડે જણાવ્યું કે રાજ્ય સરકારો કોન્ટેક્ટ ટ્રેસિંગ એપ મુદ્દે નિર્ણય લેવા સક્ષમ નથી. વર્જિનિયાના સ્વાસ્થ્ય કમિશનર ડૉ. નોર્મ ઓલિવર કહે છે કે કોઈ રાજ્યએ અગાઉ કોન્ટેક્ટ ટ્રેસિંગ અેપ બનાવી નહોતી. કંપનીઓને કોન્ટેક્ટ ટ્રેસિંગ એપ બનાવવા ડેવલપરનો સંપર્ક સાધવો જરૂરી છે. આ અત્યંત ખર્ચાળ અને ગૂંચવણભરી પ્રક્રિયા છે.
પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.