તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાષ્ટ્રપતિની ચૂંટણી મામલે વિવાદ:બાઈડેન પર ટ્રમ્પ વિરુદ્ધ કોર્ટ કેસ કરવાનું દબાણ સર્જાશે

વોશિંગ્ટન5 મહિનો પહેલાલેખક: વેરા બેગરેનગુએન
 • કૉપી લિંક
 • ડેમોક્રેટિક પાર્ટીના સાંસદ ટેક્સ રેકોર્ડમાં ગોટાળા સહિત અન્ય કેસ ખોલવા દબાણ કરશે

આજકાલ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી મુદ્દે નિષ્ણાતો વચ્ચે જાતભાતની ચર્ચા ચાલી રહી છે. ટ્રમ્પ અનેક કારણસર ઘેરાઈ ગયા છે. ગયા વર્ષે મેનહટનમાં પ્રોસિક્યુટરોએ ટ્રમ્પ દ્વારા 2016માં એડલ્ટ ફિલ્મ સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને પૈસા આપવાના કેસની તપાસ કરી હતી. એડવોકેટ રોબર્ટ મુલરને પુરાવા મળ્યા હતા કે, 2016ની ચૂંટણીમાં રશિયાની દખલગીરીની તપાસ રોકવા ટ્રમ્પે ત્રણેકવાર પ્રયાસ કર્યો હતો. તેમની વિરુદ્ધ ડઝનબંધ કેસ ચાલે છે. યુક્રેનને સેનાની મદદ કરવાની આડમાં રાજકીય ફાયદો ઉઠાવવાના કેસમાં પણ પ્રમુખ પર મહાભિયોગ ચલાવાઈ ચૂક્યું છે. હાર્વર્ડ યુનિવર્સિટીમાં કાયદાના નિષ્ણાત જેક ગોલ્ડ સ્મિથનું કહેવું છે કે, ટ્રમ્પ પર કેસ ચલાવવાનો સવાલ જો બાઈડેનની સરકાર માટે બહુ મુશ્કેલ સાબિત થઈ શકે છે. બાઈડેન પર તેમની જ ડેમોક્રેટિક પાર્ટીના નેતાઓ દ્વારા ટ્રમ્પની વિરુદ્ધ તપાસ ચલાવવાનું દબાણ સર્જાશે. અમેરિકામાં અત્યાર સુધી એકેય પ્રમુખે પ્રમુખે હોદ્દા પરથી હટ્યા પછી પોતાના નિર્ણયો બદલ કાયદાકીય કાર્યવાહીનો સામનો નથી કરવો પડ્યો. બાઈડેનની ટીમના સભ્ય અને મિશગનના પૂર્વ એટર્ની બાર્બરા મેક્વેડ કહે છે કે, ટ્રમ્પ પર લોન માટે સંપત્તિનું મૂલ્ય વધારે પડતું બતાવવાનો પણ આરોપ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો