તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંશોધન:જળજીવનને સમુદ્રનો આંતરિક અવાજ અસર કરી રહ્યો છે

અમદાવાદ2 મહિનો પહેલાલેખક: આયર્ન બેકર
 • કૉપી લિંક
 • એક સંશોધન મુજબ સમુદ્રની અંદર અવાજના કારણના નિવારણની વાત કરાઈ છે

શું સમુદ્રની અંદર પણ અવાજ હોય છે? સમુદ્રનો લોકપ્રિય ધ્વનિ તો તેના મોજાં વચ્ચે શાંતિ છે. તેમાં ખલેલ માત્ર ત્યાં ફરતી વ્હેલ કે ડોલ્ફીનના અવાજથી પેદા થાય છે. અસલમાં સમુદ્રની અંદર અવાજ કોઈ સંગીત કાર્યક્રમ પહેલાં ઓર્કેસ્ટ્રાની તૈયારી જેવો છે. ત્યાં સસ્તન કેટેસિયન્સ તેનો મોટો અવાજ કાઢે છે તો બીજા ઘણા સ્તનધારી લહેરોની અવાજની પૃષ્ઠભૂમિમાં પોતાનું ગળું સાફ કરી રહ્યા છે.

ગત કેટલાક 100 વર્ષોમાં માનવીએ શિપિંગ, ઔદ્યોગિક માછીમાર ઉદ્યોગ, તટો પર નિર્માણ કાર્ય, ઉત્ખનન, સીસમિક સર્વેક્ષણ, યુદ્ધાભ્યાસ, સોનાર આધારિત સાઉન્ડટ્રેકને બદલી નાખ્યો છે. હમણા સુધીમાં પાણીની અંદર ધ્વનિ પ્રદૂષણને આટલું ધ્યાન અપાતું નહોતું. પણ ગત અમુક દિવસોમાં એક સાયન્સ જર્નલમાં એક પેપર પ્રકાશિત કરાયો. તેમાં જણાવાયું કે ધ્વનિ પ્રદૂષણ બીજા અન્ય પ્રદૂષણની જેમ સમુદ્ર અને સમુદ્રી જીવન માટે ઘાતક સાબિત થઇ શકે છે. જોકે સારી વાત એ છે કે ધ્વનિ પ્રદૂષણની અસરનો ઉપચાર સરળ નથી અને સાથે જ તેનાથી થયેલા નુકસાનને પણ સુધારી શકાય છે. સાઉદી અરબના કિંગ અબ્દુલ્લાહ સાયન્સ યુનિવર્સિટી એન્ડ ટેક્નોલોજીમાં પ્રોફેસર કાર્લોસ દ્વારતેએ આ પેપર રજૂ કર્યો છે.

પ્રો. કાર્લોસે કહ્યું કે સંવેદી સિગ્નલ(સેન્સર ક્યૂ) સમુદ્રના માધ્યમથી દૂર પહોંચે છે. તેનો ઉપયોગ સમુદ્રી જીવ સમુદ્રી વાતાવરણને સમજવા અને શોધવામાં કરે છે. પણ એકલા સમુદ્રી જહાજોથી જ ગત 50 વર્ષોમાં લો ફ્રીક્વન્સી પ્રદૂષણ 50 ગણુ વધી ગયું છે. તેણે સમુદ્રી જીવોને પ્રજનનથી દૂર કર્યા છે. રિસર્ચરો અનુસાર તેનાથી જીવ અને એ ધ્વનિ પ્રદૂષણવાળી જગ્યાથી તાત્કાલિક ખસી જાય છે. તેનાથી તેમના નૈસર્ગિક નિવાસ પણ ખતમ થઇ રહ્યા છે. તે ભોજન અને પ્રજનન સ્થળેથી પણ દૂર થઈ રહ્યા છે. વસતી ઘટી રહી છે. એપ્રિલ 2020માં જ્યારે દુનિયાની 60 ટકા વસતી લોકડાઉનમાં હતી ત્યારે સમુદ્રી જીવ અંગે એક સરવે સામે આવ્યો કે સમુદ્રમાં ઘોંઘાટ 20 ટકા ઘટી ગયો હતો. આ દરમિયાન સમુદ્રી જીવન ફરી એકવાર પાટા પર આવતું દેખાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો