તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપસ કી બાત:‘જિંદા હૈ જો ઇજ્જત સે વો ઇજ્જત સે મરેગા’

14 દિવસ પહેલા
 • કૉપી લિંક

ગામડું એક એવી જગ્યા છે, જ્યાં ઘરમાંથી પહેલાં ખેડૂત બહાર નીકળે તે પછી સૂર્યોદય થાય છે. આવી જ એક સવારે ખેડૂત પોતાના ખેતર તરફ અને ગામડાંની મહિલાઓ પિત્તળના કે માટીના ઘડા લઇ નદીએ પાણી ભરવા જઇ રહી હોય છે, ત્યારે સુખ્ખી લાલા ઊભા પગે બેસી નિરાંતે પોતાના ઘરના ઓટલે દાતણ કરતાં કરતાં ગામની મહિલાઓને પોતાની વિકૃત નજરે તાકી રહ્યો હોય છે. એટલામાં નવોઢા રાધા (નરગીસ) પણ પોતાની બહેનપણી કમલા સાથે ત્યાંથી પસાર થાય છે અને લાલાથી નથી રહેવાતું. સુખ્ખી લાલા : અરે કમલા રાની! જરા સંભલ કે ચલા કર. કહીં પૈર ન ફિસલ જાએ. કમલા : સુખ્ખી લાલા! યહ મર્દ કા નહીં ઔરત કા પૈર હૈ…. રાધા : ચલો ભૌજી…. સુખ્ખી લાલા : અરે લો બહૂ કો બુરા લગ ગયા. મૈં તો ગગરી કો કહ રહા થા. મિટ્ટી કી હૈ, ફટ ન જાએ. કમલા : જબ તક તુમ જિંદા રહોગે, તાંબે કી ગગરી કિસકે સિર પર રહ સકતી હૈ? સુખ્ખી લાલા : અરે મૈં તો ચાહતા હૂં તુમ્હારે સિરોં પર સોને કી ગગરી ચમકે, લેકિન મેરી કોઇ સુનતા હી નહીં. ભલાઇ કા જમાના હી નહીં હૈ, રાધા : ચલો ના… આગળ જતાં કમલા કહે છે : હૈ તો ગાંવ કા બનિયા, પર નજર કા બડા મૈલા હૈ. કુદરતના નિયમાનુસાર વાર્તામાં કાકીનું આગમન થાય છે અને રાધાનું પાત્ર માતા બને છે અને વાર્તા પર છવાઇ જાય છે મહેબૂબ ખાનની રાધા માત્ર શ્યામની રાધા જ નથી. એમાં સીતા અને સાવિત્રી બંનેનાં રૂપ સમાયેલાં છે, તો જમાના મુજબ સમય આવ્યે એ કાળકાનું રૂપ પણ છે. પતિ અને સાસુ પાસેથી વારસામાં મળેલી ભૂખ, ગરીબી, લાચારી અને શોષણથી ઘેરાયેલી આ સ્ત્રી એકલી જ દરેક મુશ્કેલીનો સામનો કરે છે. એ માને છે : ‘જિંદા હૈ જો ઇજ્જત સે વો ઇજ્જત સે મરેગા…’ ઉલ્લેખનીય વાત એ છે કે જ્યારે આ ફિલ્મ બની રહી હતી, ત્યારે નરગીસની વય માંડ 27 વર્ષની હતી. 27 વર્ષની આ અભિનેત્રી પોતાનાથી માત્ર પાંચ દિવસ નાની વયના સુનીલ દત્ત અને 50 દિવસ નાના રાજેન્દ્રકુમારની માતા બની છે અને દરે પળે એનામાં માતા જ જોવા મળે છે. નરગીસ વિશે એક વાત કહ્યા વિના નહીં રહેવાય. આ ફિલ્મ પહેલાં આ અનોખી અભિનેત્રીની ઓળખ માત્ર રાજ કપૂરની હિરોઇનથી વિશેષ પ્રેમિકાની વધારે હતી, જે એક ઉત્કૃષ્ટ અભિનેત્રી પણ છે. ‘મધર ઇન્ડિયા’ ફિલ્મે નરગીસને અભિનયની સફળતાના શિખરે પહોંચાડી દીધી. આજે પણ દરેક અભિનેત્રીના અભિનયને આ જ ઊંચાઇ અનુસાર ગણતરીમાં લેવામાં આવે છે. આવી અનોખી અભિનેત્રી વિશે જ્યારે વાત કરવાની આવે, ત્યારે એમના અભિનય, એમની સુંદરતા, એમની ગંભીરતા અંગે જેટલી પણ વાત કરીએ કે એમના અભિનયની જેટલી પ્રશંસા કરીએ તે ઓછી જ પડે. ‘મધર ઇન્ડિયા’ની નરગીસના તોલે આજની એક પણ અભિનેત્રી ન પહોંચી શકે એમ કહીએ તો પણ એમાં અતિશયોક્તિ નહીં ગણાય. તમને આખી ફિલ્મમાં નરગીસના એકસાથે અનેક રૂપ જોવા મળશે, જો તમે ફિલ્મ ધ્યાનથી જોશો તો. એક પુત્રવધૂ, પત્ની, માતા અને અંતે ગામની દીકરીની લાજ બચાવવા પોતાના જ લાડલા પુત્ર પર મક્કમ મને ગોળી ચલાવતી એક સ્ત્રી… કેટકેટલા પાસાં છે નરગીસના ‘મધર ઇન્ડિયા’ના પાત્રમાં! હવે જ્યારે આ ફિલ્મ જુઓ ત્યારે મારી વાતને યાદ કરીને જોજો. તમને જરૂર એ તમામ પાત્રો એક જ અભિનેત્રીમાં જોવા મળશે. અત્યારે તો હું એટલું જ કહીશ કે જય-જય!⬛(ક્રમશ:)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો