તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રશ્ન વિશેષ:યુવા માતાની હિંમતભરી કેન્સર યાત્રા?!

18 દિવસ પહેલાલેખક: ભદ્રાયુ વછરાજાની
  • કૉપી લિંક
  • ત્રણ વર્ષની દીકરી આરિયાનાને જીવનપ્રેરક સૂચનો કરીને પોતાના કેન્સર સંઘર્ષની યાત્રા લખી નેહા ગંજુ તન્નાએ વિદાય લીધી!

એક નાની છોકરીનું વિસ્મય જબરું. એ વિચિત્ર પ્રશ્નોથી ઘેરાયેલી જ રહે. 1) આપણને જોઈએ તે કેમ મળતું નહીં હોય? 2) જોઈતું મળી જાય તો ઇચ્છયું હોય તેમ ભોગવી કેમ નથી શકાતું? 3) આપણી પાસે બધું હોય છતાં આપણને કશું નથી તેવું શાથી લાગતું હશે? પરંતુ એ છોકરી જરા મોટી થઈને એણે પ્રશ્નો પૂછવાના બંધ કરી દીધા! જે બને તેને સ્વીકારતા જાણે એ શીખી ગઈ કે? હા, એમને થતું કે હું કેમ હવે વિસ્મયહીન થઇ ગઈ છું? મેં પૂછવાનું બંધ કેમ કરી દીધું? શું મને પ્રશ્નોના જવાબ મળી ગયા છે? ના, એવું તો નથી. હું એ કશું સમજી નથી છતાં પૃચ્છા કેમ અટકી ગઈ હશે? હું મોટી થઇને જેના જવાબ ન મળ્યા તેને પણ સ્વીકારતા કેમ શીખી ગઈ? શું મારે સ્વયં મારી યાત્રા કરીને જવાબો શોધવાના છે? Quest એટલે ખોજ અહીંથી શરૂ થઇ નેહા ગંજુ તન્નાની... જીવનનો ઉદ્દેશ છે, આપણી યાત્રા છે અને આપણી ખોજ છે. તેને શોધો અને જે મળે તેને follow કરો. પાયાના પ્રશ્નો જાતને પૂછતા જ રહો, તમને તમારી યાત્રા અને તમારી ખોજમાંથી જવાબો મળશે જ. ખાખાંખોળાં કરીશું નહીં તો અઘરા પ્રશ્નોના ઉત્તરો જીવનભર નહીં મળે. ભગવાન ભરોસે રહેવું એ ડહાપણ નથી. થોડો ભરોસો આપણી શોધમાં, આપણી ખોજમાં રાખીશું તો આપણને જોઈતા જવાબો જડી આવશે જ. Body Betrayed Beauty: A Young Mother’s Courageous Journey with Cancer એ વિરલ પુસ્તક છે, કારણ એનાં લેખિકાએ એ પ્રકાશિત કર્યું નથી ને લેખિકાની પ્રકાશન ટાણે દૈહિક હાજરી પણ નથી! એ વિરલ પુસ્તક છે, કારણ કે એમાં કેન્સરનાં જીવલેણ દર્દની કોઈ વ્યથાકથા નથી આલેખવામાં આવી! એ વિરલ પુસ્તક છે, કારણ કે એમાં પોતાની ત્રણ વર્ષની વ્હાલી દીકરી ચિ. આરિયાના માટે એક વ્યથાગ્રસ્ત માતાએ લખેલા ભવિષ્ય માટેના માર્ગદર્શક વિચારો છે! શ્રીમતી નેહા ગંજુ તન્નાએ માંદગી દરમ્યાન પોતાને ઊઠેલા પ્રશ્નો (કે જે નેહાને બાળપણમાં ઉઠતા હતા તેવા) અને તેને ખોજમાંથી મળેલ ઉકેલો ટાંક્યા છે. પોતાની જિંદગી અંત તરફ છે તે જાણવા છતાં નેહાએ કેન્સરનો ભરડો આનંદમય મંગળસૂત્રમાં કેવી રીતે ફેરવ્યો તેની રોચક વાતો પૂર્ણ સ્વસ્થતાથી નેહા કરે છે, જે વાંચીને આપણે શ્વાસ ચૂકી જઈએ છીએ! આજે નેહાને આનંદના સમાચાર મળે છે કે તે એક સુંદર દીકરીની મા બની છે અને તરતજ ખબર મળે છે કે નેહા terminal Cancer patient છે! દીકરીને આ ખબરથી દૂર રાખી નેહા ઉત્સાહથી જીવન જીવવા લાગે છે અને પોતાની લાગણીઓ શબ્દોના ખજાનામાં મૂકી વિદાય લે છે. આપણને નવાં ચશ્માં પહેરી આપણી જિંદગીને જોવાનું નેહા શીખવી જાય છે. ભારતમાં જન્મીને 11 વર્ષની ઉંમરે કુટુંબ સાથે મિયામી-ફ્લોરિડા-યુએસએ વસવા ગયેલ નેહા ગંજુએ યુનિવર્સિટી ઓફ ફ્લોરિડામાંથી મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું અને જ્યોર્જ વોશિંગ્ટનથી એન્જિનિયરિંગ અને મેનેજમેન્ટમાં માસ્ટર્સ કર્યું. પીજી કરતી વખતે ગુજરાતી યુવક કાર્તિકેય ભાસ્કર તન્ના સાથે પરિચય થયો ને તરત લગ્ન થયાં અને આરિયાનાનો જન્મ થયો. નેહા ફાઇઝર (વેક્સિનવાલે!) ફાર્માસ્યુટિકલ્સમાં જોડાઈ. નેહાએ સેવાભાવી સંસ્થાનોમાં સક્રિયપણે ભાગ લીધો. સંઘર્ષને સહર્ષ ઝીલનાર નેહા કાશ્મીરી પંડિતોની એડવોકેટ પણ રહી. યુવાનીમાં નેહાએ અમેરિકાથી ભારત આવીને ધારાવીની ઝૂંપડપટ્ટીમાં સેવાકાર્ય કર્યું! જીવનના છેલ્લા શ્વાસ સુધી નેહા સતત કામ કરતી જ રહી. Body Betrayed Beauty પુસ્તક નેહાનાં માતાએ નેહાનાં લેખનને સુગ્રથિત ગોઠવીને પ્રકાશિત કર્યું છે એટલે એમ કહી શકાય કે એક માતાએ દીકરી માટે લખેલું પુસ્તક એ લેખિકા માતાનાં માતાએ સમાજ સમક્ષ મુક્યું છે! આમ, આ ત્રણ પેઢીનો નાતો આપણને માર્ગ ચીંધી રહ્યો છે. નેહાના કાકા અને ફિઝિશિયન ડો. ચંદર નેહાની વિદાયના ત્રણ દિવસ પહેલાં નેહાને શ્વાસ લેવામાં પડી રહેલ ગંભીર તકલીફ પાસે લાચાર ઊભા હતા ત્યારે નેહા કશુંક ગણગણીને કાકાને સરળતાથી શ્વાસ લેવાય તેવી દવા આપવા વિનંતી કરી. નેહાએ ધીમા અવાજે પૂછ્યું: ‘શું દવાથી ફર્ક પડશે ખરો?’. કાકાને ખ્યાલ હતો કે હવે કોઈ વિકલ્પ નથી. તેઓ નેહા પાસે ખોટું ન બોલી શક્યા અને તેમણે કહ્યું: ‘મને શંકા છે. It might be.’ નેહાએ થોડી પળ નીચે જોયું અને પછી શાંત ચહેરે કાકા સામે જોઈને છેલ્લું વાક્ય બોલી: ‘It is what it is.’ bhadrayu2@gmail.com

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો