તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
- ડૉ. પારસ શાહ
શિશ્નોત્થાનની સમસ્યા માટે જવાબદાર સામાન્ય શારીરિક કારણો છે. તમને પણ આ સમસ્યા હોય, તો નીચે દર્શાવેલા પૈકીનું એક કારણ પણ જવાબદાર હોઈ શકે. • આલ્કોહોલ : શોખ માટે તમે ક્યારેક શરાબનું સેવન કરતા હો, તે બની શકે પરંતુ વધુ પડતી શરાબના સેવનથી જાતીય ક્ષમતા પર અસર થાય છે. આલ્કોહોલના વધારે પડતા સેવનથી શિશ્નોત્થાનમાં અવરોધ થાય છે. જોકે આ અસર કામચલાઉ હોય છે. સારી બાબત એ છે કે દિવસના એક કે બે ડ્રિંક હૃદયરોગનું જોખમ ઘટાડે છે અને આ જોખમ શિશ્નોત્થાનની સમસ્યા સમાન છે. • સારવાર : દવાઓના ઘટકો પણ બેડરૂમમાંની તમારી કાર્યક્ષમતા પર માઠી અસર સર્જી શકે છે. ઘણી એવી સામાન્ય દવાઓ છે જેના લીધે શિશ્નોત્થાનની સમસ્યા સર્જાય છે. જેમાં બ્લડપ્રેશરની દવાઓ, દર્દશામક દવાઓ તથા એમ્ફેટામાઈન્સ, કોકેન તથા મારિજુઆના જેવી એન્ટિડિપ્રેસન્ટ દવાઓ પણ જાતીય ઉત્તેજના અને ક્ષમતા પર અસર કરે છે.
• તણાવ : ઘર તથા ઓફિસમાં જો વધુ પડતી જવાબદારીઓનો બોજ ઉઠાવવો પડતો હોય તેવા સંજોગોમાં સેક્સ માટે મૂડ બનાવવાનું મુશ્કેલ બની જાય છે. તણાવ શિશ્ન સહિત શરીરના વિવિધ અંગો પર માઠી અસર કરે છે. જીવનશૈલીમાં બદલાવ લાવી તણાવને દૂર કરવાનો પ્રયાસ કરો. નિયમિત કસરત, પૂરતી ઊંઘ તથા નિષ્ણાતની સલાહ લઈ તણાવને વેળાસર દૂર કરવો જોઈએ. • ક્રોધ : ગુસ્સાથી તમારા ચહેરાના સ્નાયુઓમાં લોહી ધસી આવશે, પણ સેક્સ માટે જરૂરી છે તે ભાગમાં નહીં આવે. ક્રોધાવેશમાં સેક્સ માટેનો વિચાર અથવા રોમાન્સ અંગેનો વિચાર આવવો મુશ્કેલ છે. અવ્યક્ત ગુસ્સો અથવા અયોગ્ય રીતે વ્યક્ત કરાયેલો ગુસ્સો પણ જાતીય આવેગ અને ક્ષમતા બંને પર માઠી અસર કરે છે.
• ઉચાટ : સમાગમ દરમિયાન તમે યોગ્ય રીતે તમારી ક્ષમતા નહીં દાખવી શકો તેવા છુપા ડરને કારણે ખરા સમયે સારી રીતે સમાગમ માણવાનું મુશ્કેલ બની જાય છે. આ ઉપરાંત, પાર્ટનરની બેચેની કે ઉચાટને લીધે પણ બેડરૂમમાં વાતાવરણ પ્રતિકૂળ બની જાય છે. ચિંતાઓ ડરની લાગણી પેદા કરે છે જેના કારણે નિકટતા પર અસર થાય છે. આ એક વિષચક્ર છે જે તમારી સેક્સ લાઈફ અને સંબંધ અેમ બંનેને કુંઠિત કરે છે. • શિશ્નોત્થાનની સમસ્યાનો ઉકેલ કેવી રીતે? : ડોક્ટર સમક્ષ પોતાની સેક્સ લાઈફ અંગે ચર્ચા કરવી ક્યારેક દ્વિધાભર્યું બની રહે છે, પરંતુ સારવાર મેળવવા માટેનો એ સર્વોત્તમ ઉપાય છે. ડોક્ટર સમસ્યાના મૂળનું નિદાન કરી જીવનશૈલીમાં કેટલાક ફેરફાર કરવાની સલાહ આપશે. જેમાં ધૂમ્રપાન, તમાકુ, વગેરેનો ત્યાગ અથવા તો વજન ઘટાડવાનો સમાવેશ થાય છે. શિશ્નોત્થાનની સારવા માટે અન્ય વિકલ્પ દવાઓ, હોર્મોન ટ્રીટમેન્ટ, સક્શન ડીવાઈસ કે જે શિશ્નોત્થાનમાં ઉપયોગી બને છે અથવા નિષ્ણાત સાથે મસલત કરવાથી પણ સમસ્યાનો ઉકેલ લાવી શકાય છે. dr9157504000@shospital.org
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થશે. કોઇ વિશ્વસનીય વ્યક્તિની સલાહ અને સહયોગથી તમારું આત્મબળ અને આત્મવિશ્વાસ વધશે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખનું વાતાવરણ પણ રહેશે....
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.