તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમારી સોસાયટીમાં અમે દરેક તહેવાર રંગેચંગે ઊજવીએ છીએककर, પણ વેલેન્ટાઈન ડે ઊईऊईऊऊજવવાની વાત આવે તો બે ‘વિલન’ વચ્ચે ‘ટાઈ’ થાય. એક ધનશંકર અને બીજો ભગુ ભાજપી. હસુભાઈએ ભગુને કોર્નર કરતાં કહ્યું, ‘આ 14મીએ કાં તો વેલણ અને ટાઈની વાતો કરીએ, કાં તો ખેડૂતોના હળ-ટ્રેક્ટરની વાતો કરીએ!’ ભગુ તરત જ આડખીલી બન્યા વગર બોલ્યો, ‘ઓપ્શન એ..’ કનુ કોંગ્રેસી બોલ્યો, ‘ખીલાઓ બીઝી છે, એટલે પ્રેમીઓના ટાયર સલામત રહેશે!’ ધનશંકરે પોતે જ કહ્યું, ‘આ તહેવાર સાત્વિક રીતે ઊજવીએ. પ્રેમપત્રલેખનની સ્પર્ધા રાખીએ!’ ‘હું ફાયડો?’ બાબુ બોલ્યો. ‘આપણી લેખનકળા વિકસે..!’ ધનશંકરને આ એક જ ફાયદો ધ્યાનમાં હતો. ‘પણ પ્રેમિકાને મોકલવાનો જ ન હોય તો લવલેટર લખવાનો શું મતલબ?’ શાંતિલાલ બોલ્યા. હસુભાઈ બોલ્યા, ‘એ બહાને બધા પોતાની ભૂતકાળની અથવા ભવિષ્યકાળની અથવા ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ પ્રેમિકાની કલ્પના કરશે, એ સુખ ઓછું છે?’ જોકે આ સુખ મને ન મળ્યું, કેમ કે મને નિર્ણાયક બનાવાયો. વોટ્સએપથી એન્ટ્રી મોકલવાનું નક્કી થયું. બાબુ બાટલીએ સીધો મને વોટ્સએપ કરવાનું શરૂ કર્યું. લખતાં ફાવે નહીં એટલે ‘સ્પીચ ટુ ટેક્સ્ટ’ શરૂ કરીને મને મેસેજ મોક્લ્યા. હવે ગૂગલને જે સંભળાયું, એ એણે ટાઈપ કર્યું, ‘એક હૂરટીનો પ્રેમ : પાતરાં’ મેં જવાબ લખ્યો, ‘વાનગીની નહીં, દીવાનગીની સ્પર્ધા છે!’ એણે મહામહેનતે સુધારો મોકલ્યો, ‘એક સુરતીનો પ્રેમપત્ર’ એવું ટાઈટલ છે! રાતે મેસેજ આવ્યો, ‘ડિયર રાઢા,’ પછી ગૂગલને ‘રાઢા પ્રટ્યેની પ્રેમઢારા’માં સમજ ન પડવાથી ‘સ્પીચ ટુ ટેક્સ્ટ’ એપે થોડી વારમાં જ આત્મહત્યા કરી એટલે કે એ હેંગ થઈ ગયું. બાબુએ બાકીનો ‘પ્રેમપટ્ર’ ઓડિયો સ્વરૂપે મોકલ્યો, જે આ પ્રમાણે હતો. ‘પ્રિયે રાઢા, પ્રેમ અમારા પરિવાળમાં વાળસાગટ છે. મારા બાપડાડા મહીઢરપુરા કે હલાબતપુરાથી નીકલી રોજ ફીલ્ડિંગ ભરટા ટ્યારે એમને એમની પ્રેમિકા ‘ભાગલ’ પર સર્ચ કરવાથી મલટી, પન ટુ મને ‘ગૂગલ’ પર સર્ચ કરવાથી પ્રાપ્ટ ઠઈ! એ લોકો હૂરટના ‘ચોક’ પર મલતાં, આપને ફેસબુકના ચોક પર મલીએ છીએ. મારા ડાડી કહે છે, હમ્મેશ ‘ઓનલાઈન’ હોય ટે પોયરી ‘આઉટલાઈન’ હોય. ટો પન મેં ‘ઈસ્કનું રિક્સ’ લીઢું. મારા ડાડા મને ડિક્શનરી જોઈજોઈને આ લવલેટર ચીતરવાની મહેનટ કરટો જોઈ કહે કે પોયરા! આવી ભનેલી પોયરીને હું ખાવા પ્રેમ કરટો ઓહે? હવે એમને કોન હમજાવે કે આ વેલેન્ટાઈન ડેની હૂરીલી હાંજે પ્રેમ શબ્ડોમાં અભિવ્યક્ટ કરવાની સ્પર્ઢાને કારને આ પટ્ર, સોરી! આ પત્તર ઝીંકવા, સોરી! આ પટ્ર લખવા બેઠો છું. બાકી ઓનલાઈન ટો કાયમ આપને સ્માઈલીથી જ ચેટ કરીએ છીએ. અક્સરો વાપરટાં જ નઠી. આપને બંને લેંગ-વેજ અને નોન-વેજ બન્નેઠી ડૂર જ રહેટાં છીએ, બોલવામાં ફક્ટ ગાલ(ગાળ) અને ખાવામાં ફક્ટ દાલ(દાળ)! આપના પ્રેમની શરૂવાટ બી સું ઝક્કાસ હટી! ટેં ડીપિકાનું ડીપી મૂકીને ચેટની શરૂવાટ કરી. મેં શરમાયા વગર રોહિટ સરમાનું પિક મૂકી ચેટ કર્યું. પછી આપને ઈમાનડારીઠી એકબીજાંને હાચ્ચી ઈમેજ મોકલવા એગ્રી થિયાં, ટો ટેં સેલ્ફી મોકલી. પાઉટવાલી. પુરૂસો માવો ખાઈને મોં વાંકુચૂંકુ કરે, પોયરીઓ હારી અમઠી અમઠી જ એવું કરે. જાણે હમણાં જ કોગલો કરવાની હોય એવી ટારી સેલ્ફી જોઈને પછી મેં પન મારો આઢાર કાર્ડ મોકલ્યો. ટેં લખ્યું કે હાઠમાં સ્લેટ પકડેલી હોટે ટો પોલિસ ટેશનના કેડી જેવો ફોટો લાગટે. પન સટ્ય એ છે કે માનસ કડી પોટાના ડીપીમાં ડેખાય જેટલો સુંડર પન નઠી હોટો અને કડી આઢાર કાર્ડમાં ડેખાય એટલો ખરાબ પન નથી હોટો. પ્રિએ, બસ હવે ડૂરટા નઠી સહેવાટી, આ વેલેણટાઈન ડે ‘સંટ ઈમરાન હાશમી’ના જન્મ ડિવસની જેમ ઊજવવો છે. મિસ! ડુનિયા મને ‘ખજૂર’ સમજે છે, પન મારામાં ‘કિસ-મિસ’ના ગુણો છે એની ખાટરી કરાવવા માગું છું. ઊંઢિયામાં રીંગન અને પાપડી એકબીજાની સ્મેલ પકડી લે’ય તેમ આપને એકબીજાંના ઠઈ જવું છે. ખમન અને રસાની જેમ એકમેકમાં ભલી જવું છે. લોંગ ડ્રાઈવ પર જઈ પ્રેમની અને રાજ્યની બઢી સરહડ વટાવી સોડા અને વ્હિસ્કીની જેમ મિક્સ ઠવું છે. દમન જઈ, કોઈ દમન વગર ‘નીટ’ પ્રેમ કરવો છે, કોઈ ગાંઠિયા જેવા ડોસ્ટારો કે સેવ જેવી સહેલીના ચવાણાંની જરૂરટ ની મલે! આ પટ્ર ટારા પપ્પાના હાઠમાં ન આવે ટે જોજે. હું કંઈ બીકન નઠી. ટારા પીટાજી પીટે એવો ડર નથી, પણ એ ગુજરાટીના સિક્સક હોવાથી પટ્ર ડશવાર ફરી લખવા આપે ટો ઈજ્જટનો ફાલુડો ઠાય. સાચી વાટ કે હું લખવાનો ચોટ્ટો છું, ટો પણ આ લખું છું એ પ્રેમનો મોટ્ટો પુરાવો નઠીં? પ્રિએ રાઢા, આપની જોડી જામસે કેમ કે ટને ળસોઈ બનાવટાં આવડતું નઠીં અને મને નોકળી ફાવટી નઠીં. હું ટારા પપ્પાની ઓફિસમાં પટાવાલો બની જવા, ઘરમાં ઘરઘાટી ઠઈ જવા, કિચનમાં હંજીવ કપૂર બનીને રહેવા. સંસ્કૃટમાં આવો કોઈ શ્લોક બી છે. એમાં પોયરી આવું બઢું બોલે છે, પણ હું પોયરો ઠઈને ટને આ પ્રોમિસ આપટો છું. ટારા સ્મરણરૂપી ખમણ પાછળ જેની લાઈફ લોચો થઈ ગઈ છે એ ટારો.. ‘બાબુ’ (ટા. ક. બાબુ હવે ‘બાલક-બુદ્ધિ’નું સોર્ટ ફોર્મ નઠીં, એ ‘બાહુ-બુલી’નું સોર્ટ ફોર્મ છે.)⬛
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.