વિશેષ:ત્રણ પ્રશ્નોમાં ગૂંચવાયેલી વુહાન વાઇરસ લીક થિયરી

ડો. રહીસ સિંહ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેને પોતાની ખાનગી એજન્સીઓને એ શોધવા માટે કહ્યું છે કે કોરોના વાઇરસ ખરેખર વુહાનની લેબમાંથી આવ્યો હતો? શું છે વુહાન વાઇરસ લીક થિયરીનું સત્ય?

વિશ્વ વ્યવસ્થા જ્યારે જ્યારે મહામારીના સમયમાંથી પસાર થઇ છે, ત્યારે દુનિયાના અનેક શક્તિશાળી દેશો તેમાં પોતાનું આગવું સ્થાન બનાવવા જાતજાતની રમતો રમે છે જે મોટા ભાગે માનવતા વિરુદ્ધ પુરવાર થઇ છે. ઇતિહાસનું પુનરાવર્તન થયું છે. સવાલ એ છે કે વોશિંગ્ટન અને બીજિંગ વચ્ચે કોરોના વાઇરસની વુહાન લીક થિયરી અંગે થઇ રહેલી અથડામણ ફરી ઇતિહાસનું પુનરાવર્તન કરશે? અલબત્ત, વાઇરસ લીક થવાથી લઇને જેટલી શોધ અને અભ્યાસ રજૂ થયાં છે, તે તમામમાં ચીન દોષી હોવાની શક્યતાઓ જ વ્યક્ત થાય છે, પણ હજી કોઇ ચોક્કસ તારણ પર પહોંચી શકાતું નથી. છતાં એવી આશંકા વધુ પ્રબળ બની રહી છે કે વુહાન વાઇરસ લીક થિયરીના તારણ સુધી પહોંચતાં યુદ્ધ કે શીતયુદ્ધનો સામનો દુનિયાને કરવો ન પડે. થોડા દિવસો પહેલાં સાયન્સ મેગેઝિન ‘બુલેટિન ઓફ એટોમિક સાયન્ટિસ્ટ’ના લેખક નિકોલસ વેડએ કોરોના વાઇરસના વુહાન ઇન્સ્ટિટ્યુટ ઓફ વાઇરોલોજીની લેબમાં તૈયાર કરવાની વાત લખી હતી. તાજેતરમાં ‘વોલ સ્ટ્રીટ જર્નલ’માં અમેરિકન ઇન્ટેલિજન્સનો ખાનગી રિપોર્ટ પબ્લિશ થયા પછી ચીન પર શંકા ખૂબ વધી ગઇ છે અને અમેરિકા પર કાર્યવાહી કરવાનું દબાણ પણ. અલબત્ત, એક સચ્ચાઇ એ પણ છે કે ચીન એક્સપોઝ થવાનાં છાંટા અમેરિકાને પણ ઊડી શકે છે. બનવાજોગ છે કે અમેરિકા તપાસની ઔપચારિકતા પૂરી કરે. બીજી વાત એ છે કે જો ચીન રિવર્સ એન્જિનિયરિંગ વર્ઝનથી સત્યને છુપાવવાનો પ્રયત્ન કરી રહ્યું હોય તો એ અમેરિકાને તપાસ કરવા નહીં દે. આ 3 પ્રશ્નોના ઉત્તરથી રહસ્યોદ્ઘાટન થશે વુહાન વાઇરસ લીક થિયરીનું ⚫ પહેલો સવાલ : અમેરિકાએ ફરી તપાસ કેમ શરૂ કરી? અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને વુહાન વાઇરસ લીક થવાની તપાસ કરવા માટે પોતાની ગુપ્તચર એજન્સીને 90 દિવસનો સમય આપ્યો છે. સવાલ એ થાય કે 90 દિવસનો કોઇ ખાસ અર્થ છે કે એ સામાન્ય કામગીરીનો ભાગ છે? રાષ્ટ્રપતિ જો બાઇડેને હોદ્દો સંભાળ્યા પછી ટ્રમ્પકાળની તપાસ અટકાવી દીધી, તેનો ખોટો મેસેજ ગયો હતો. કદાચ તેઓ આ ભૂલ સુધારવા ઇચ્છે છે. તેનું સૌથી મોટું રાજકીય પાસું એ લાગે છે કે બાઇડેન 90 દિવસનો સમયગાળો નક્કી કરીને એવો મેસેજ આપવા ઇચ્છે છે કે અમેરિકન સત્તા માનવહિતાર્થે સંવેદનશીલ છે અને માનવહિતાર્થે ચીન વિરુદ્ધ ગમે તે હદે પહોંચી શકે છે. કદાચ તેઓ વુહાન લીક થિયરી પર ચાલી રહેલા ચીન વિરોધી સિન્ડ્રોમનો ઉપયોગ ચીન સામે જ હથિયાર તરીકે કરવા ઇચ્છે છે. ઉપરાંત સહયોગી દેશો દ્વારા વુહાન લીક થિયરીની તપાસની માગ પર આવો નિર્ણય નવી એકતાનો આધાર બની શકે છે. અમેરિકા છેલ્લા ચાર વર્ષોથી નબળું પડતું જણાતું હોવાથી બાઇડેન આ મોકાનો લાભ લઇ રહ્યા છે. ⚫ બીજો સવાલ : ચીન જૈવિક યુદ્ધની તૈયારી કરી રહ્યું છે? વીકએન્ડ ઓસ્ટ્રેલિયનમાં પ્રસિદ્ધ થયેલ એક રિપોર્ટમાં દાવો કરાયો છે કે ચીને 2015થી જ સોર્સ કોરોના વાઇરસને જૈવિક હથિયાર તરીકે ઉપયોગ કરવા અંગેની શક્યતાઓ શોધવાનું શરૂ કરી દીધું હતું. ‘અનનેચરલ ઓરિજન ઓફ સોર્સ એન્ડ ન્યૂ સ્પેસીઝ ઓફ મેનમેડ વાઇરસ’ શીર્ષકથી છપાયેલ રિપોર્ટમાં ચીનની વૈશ્વિક મહત્ત્વાકાંક્ષાની સ્પષ્ટતા કરતાં જણાવાયું હતું કે ચીનના વૈજ્ઞાનિક અને સેના જે જૈવિક હથિયારો પર વિશ્વસનીયતાથી ભરોસો મૂકી દે છે, એમાં કોરોના વાઇરસ હોઇ શકે છે. જોકે ચીન પર મૂકાતા આરોપોને મૂળમાંથી નકારી શકાય નહીં. ⚫ ત્રીજો સવાલ : ન્યૂયોર્ક-વુહાન વચ્ચે કનેક્શન છે? ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના વાઇરસના વુહાન લીક બાબતમાં અત્યંત આક્રમક રહ્યા, પણ બાઇડેન સત્તા પર આવતાં જ પહેલાંની તપાસ અટકાવી દેવાઇ. હવે બાઇડેને ફરી ગુપ્તચર એજન્સીઓને હુકમ કર્યો છે કે તેઓ એ તપાસ કરે કે કોરોના વાઇરસ ક્યાંથી ફેલાયો? વાસ્તવમાં, અમેરિકન સત્તા દ્વારા આ પગલું ‘વોલસ્ટ્રીટ જર્નલ’માં અમેરિકન ઇન્ટેલિજન્સનો ખાનગી અહેવાલ પ્રકાશિત થયા બાદ ભરવામાં આવ્યું છે, જેમાં જણાવાયુંં છે કે 2019માં વુહાન ઇન્સ્ટિટ્યુટ ઓફ વાઇરોલોજીની એક લેબના ત્રણ સંશોધનકર્તાઓ સાર્સ વાઇરસથી ઇન્ફેક્ટેડ થયા હતા. ચીનનું કહેવું છે કે ફોર્ટ ડેટ્રિકમાં રહેલ બાયોલોજિકલ લેબ અને દુનિયાભરમાં 200થી વધારે બાયો-લેબ બનાવવા પાછળ અમેરિકાનો હેતુ શો છે તે દુનિયાને જણાવે. વુહાન ઇન્સ્ટિટ્યુટ ઓફ વાઇરોલોજીને ફંડ પૂરું પાડવાનું કામ ઇકોહેલ્થ એલાયન્સ ઓફ ન્યૂયોર્ક (અમેરિકા) કરે છે. અર્થાત ન્યૂયોર્ક અને વુહાન વચ્ચે કંઇક કનેક્શન છે, પણ તેની સચ્ચાઇ હજી બહાર આવવાની બાકી છે. ⬛

અન્ય સમાચારો પણ છે...