સ્પોર્ટ્સ:વર્લ્ડ સ્પોર્ટ્સમાં પણ અદકેરું સ્થાન ધરાવતી વિમ્બલ્ડન ટેનિસ ટૂર્નામેન્ટ

3 મહિનો પહેલાલેખક: નીરવ પંચાલ
  • કૉપી લિંક
  • સાનિયા મિર્ઝાએ 2015માં માર્ટિના હિંગીસને હરાવીને 2015માં વિમ્બલ્ડન ટાઇટલ જીત્યું છે

જે વિમ્બલ્ડન 2022ની ફાઇનલ. ટેનિસની મુખ્ય ગ્રાન્ડ સ્લેમ ઈવેન્ટ્સ વિશે આપણે અહીં ચર્ચા કરી ચૂક્યા છીએ. 4 મુખ્ય ગ્રાન્ડ સ્લેમ રમી ચૂકેલા મોટા ભાગના ખેલાડીઓના તેમજ ફેન્સના મત મુજબ તમામ ટેનિસ ઈવેન્ટ્સ કરતાં વિમ્બલ્ડન સૌથી વધુ રોમાંચક છે. છેલ્લાં 145 વર્ષથી ઓલ ઇંગ્લેન્ડ લોન ટેનિસ એન્ડ ક્રૉકેટ ક્લબ ખાતે યોજાતી વિમ્બલ્ડન વર્લ્ડ સ્પોર્ટ્સમાં પણ અદકેરું સ્થાન ધરાવે છે. વિમ્બલ્ડન ગ્રાસ કોર્ટ પર રમાતી એક માત્ર ગ્રાન્ડ સ્લેમ ઇવેન્ટ છે. ઇંગ્લેન્ડમાં રમાતી હોવાથી રોયલ એટિકેટ્સ અને માન મરતબાથી રમાતી ટેનિસ જોવી એ એક લહાવો છે. તેના ઓફિશિયલ કલર્સ ગ્રીન અને પર્પલ છે. સ્કોરકાર્ડ પર પોઇન્ટ નોંધતી વખતે અને ચાલુ મેચમાં પોઈન્ટ્સ જણાવતી વખતે ખેલાડીઓનું સંબોધન પણ મિ. અથવા મિસથી કરવામાં આવે છે. બ્રાન્ડિંગ તેમજ એડવર્ટાઈઝિંગથી લદાયેલા વિશ્વથી વિરુદ્ધની આ ટૂર્નામેન્ટમાં ખેલાડીઓ 90 ટકા સફેદ યુનિફોર્મ પહેરવો ફરજિયાત છે, જો તે અનુસરવામાં ન આવે તો ઓલ ઇંગ્લેન્ડ ક્લબ જે તે ખેલાડીને દંડ ફટકારી શકવાની સત્તા ધરાવે છે. હજુ પણ ટ્રેડિશન અને જૂના રિવાજોને જીવંત રાખનાર ઓલ ઇંગ્લેન્ડ ક્લબે ચાલુ મેચે વરસાદના વિઘ્નને ટાળવા માટે છેક 2009માં સેન્ટર કોર્ટ પર છત ફિટ કરાવી. બીજી ઈવેન્ટ્સની જેમ વિમ્બલ્ડનમાં કોર્ટ પર સ્પોન્સર્સ પ્રેઝન્સને સ્થાન હોતું નથી જેના કારણે ગ્રીન કોર્ટ પર માત્ર ટેનિસની રમત કેન્દ્ર સ્થાને હોય છે. રમતના સુવેનિયર્સ પણ ફેન્સમાં લોકપ્રિય છે. ખેલાડીઓના કી ચેન્સ, ફાઉલ થયેલ બોલ અને પ્લેયર્સ દ્વારા વપરાતા ટોવેલ્સ લેવા માટે ફેન્સ પડાપડી કરે છે. 22 કોર્ટ્સમાં ટોટલ 9 ટન જેટલું સમાન રીતે ટ્રિમ થયેલું ઘાસ 15 મહિનાની જહેમત પછી ટેનિસ રમવાને લાયક બને છે જેના કારણે અસમાન બાઉન્સ નિવારવો શક્ય બને છે. વિમ્બલ્ડનમાં પાંચમા સેટના ટાઈબ્રેકર જેવા નિયમને સ્થાન નથી. પ્રથમ 7 પોઇન્ટ સ્કોર કરનાર ખેલાડી ટાઈબ્રેક મેળવે છે અને સેટ જીતે છે. પરંતુ, જો બંને ખેલાડી 6 પોઈન્ટ્સ મેળવે તો બંનેમાંથી જે ખેલાડી સળંગ 2 પોઈન્ટ્સ મેળવી લે તે ટાઈબ્રેક જીતે છે. અહીં નોંધનીય છે કે ટાઈબ્રેકનો પ્રથમ પોઇન્ટ મેળવવા માટે જે ખેલાડીની જે તે સેટમાં સર્વિસ હોય તે ખેલાડી પોઇન્ટ મેળવવા સર્વિસ કરે છે. છેલ્લાં પચાસ વર્ષમાં ફેડરર એકમાત્ર પુરુષ ખેલાડી છે કે જે મેચ વિનિંગ પર્સેન્ટેજની દૃષ્ટિએ ટોપ 5માં સ્થાન ધરાવે છે. માર્ટિના નવરાતિલોવા, ક્રિસ એવર્ટ, વિનસ વિલિયમ્સ તેમજ સેરેના વિલિયમ્સ જેવી વિમેન્સ પ્લેયર્સ ફેડરર સિવાય ટોપ 5માં સ્થાન ધરાવે છે. વીમેન ટેનિસ લીજેન્ડ માર્ટિના નવરાતિલોવાએ 9 વાર વિમ્બલ્ડન ટાઇટલ જીત્યું છે અને રોજર ફેડરરે 8 વાર ગ્રાન્ડ ટાઇટલ જીત્યું છે. એમાં પણ 3 વાર એન્ડી રોડિકને ફાઇનલમાં હરાવ્યો છે. રોડિકની જેમ જિમ કુરિયર, ઈવાન લેન્ડલ, જેનિફર કેપ્રિયાતી, મોનિકા સેલેસ, માઈકલ ચાંગ તેમજ પેટ્રિક રાફ્ટર જેવા દિગ્ગ્જ ખેલાડીઓ વિમ્બલ્ડન ટાઇટલ જીતી નથી શક્યાં. ભારતીય ખેલાડીઓને ધ્યાનમાં લઈએ તો સાનિયા મિર્ઝાએ 2015માં માર્ટિના હિંગીસ સાથે ડબલ્સ મુકાબલામાં ભાગ લઈને 2015માં વિમ્બલ્ડન ટાઇટલ જીત્યું છે. રોજર ફેડરરે 8 વાર અને પીટ સામ્પ્રાસે 7 વાર મેન્સ સિંગલ્સ ટાઇટલ જીત્યા છે. માર્ટિના નવરાતિલોવા એ 9 વાર, ડોરોથી ચેમ્બર્સ, સ્ટેફી ગ્રાફ અને સેરેના વિલિયમ્સે 7 વાર વીમેન્સ સિંગલ્સ ટાઇટલ જીત્યાં છે. ⬛

અન્ય સમાચારો પણ છે...