તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
હિન્દુ પુરાણકથામાં ભગવાન એક એવી માનવ કલ્પનાનું પ્રતીક છે કે જ્યાં સ્વતંત્ર શિવ અથવા તો વિશ્વસનીય ભગવાન વિષ્ણુ તરીકે જેની પૂજા થઈ શકે. બીજી બાજુ, દેવી પ્રકૃતિનું પ્રતીક છે. માનવ કલ્પનાને પ્રકૃતિની જરૂર હોય છે, પરંતુ તેનું વિપરીત સાચું નથી. તેથી ભગવાન અથવા ઈશ્વરનો અડધો ભાગ દેવીમાં ફેરવાય છે, પરંતુ દેવીનો અડધો ભાગ ક્યારેય દેવમાં બદલાતો નથી. અર્ધનારીશ્વરની પ્રતિમાઓ કરતાં એની વાર્તાઓ ઘણી ઓછી હોવાનું જણાય છે. લિંગ પુરાણ અનુસાર, સૃષ્ટિની શરૂઆતમાં કમળ ખીલ્યું હતું. તેમાં બ્રહ્મા બેઠા હતા. જાગૃત થયા ત્યારે તેમને એકલતાનો અનુભવ થયો. તેઓ ભયભીત થઈ ગયા અને તેઓને સાથ આપવા માટે તે કોઈ અન્ય જીવનું નિર્માણ કેવી રીતે કરી શકે તે પ્રશ્નમાં સપડાયા. અચાનક જ તેમને આંખો સામે શિવનો અનુભવ થયો. શિવનો જમણો ભાગ પુરુષ અને ડાબો ભાગ સ્ત્રીનો હતો. તેનાથી પ્રેરાઇને બ્રહ્માએ પોતાને પણ બે ભાગમાં વિભાજિત કરી લીધા. બધા પુરુષ જીવો જમણેથી અને સ્ત્રી જીવો ડાબી બાજુથી આવ્યા. નાથ જોગીઓની મૌખિક પરંપરામાં કહે છે કે જ્યારે તેઓ શિવને મળવા કૈલાસ પર્વત પર ગયા, ત્યારે એ જોઈને આશ્ચર્ય થયું કે શિવ પાર્વતી સાથેના આલિંગનમાં એટલા મગ્ન છે કે તેમણે જોગીઓ તરફ ધ્યાન જ ન આપ્યું. તે પછી તેઓ સમજી ગયા કે શિવ અને પાર્વતીનાં આલિંગનને રોકવું એ શરીરના જમણા ભાગને ડાબા ભાગથી અલગ કરવા જેવું થશે. તેથી તેમણે શિવને નમન કરી તેમની અર્ધનારીશ્વરના રૂપે કલ્પના કરી. દક્ષિણ ભારતનાં મંદિરોમાં શિવ સામે સ્નેહથી જોઈ રહેલો ભૃંગી નામનો વ્યક્તિ દેખાય છે. ભૃંગી શિવના અન્ય ઉપાસકોથી અલગ છે - નિર્બળ છે. હકીકતે, ફક્ત તેના હાડકાં જ દેખાય છે અને તેના બે નહીં પણ ત્રણ પગ છે. એવું કહેવાય છે કે ભૃંગી શિવનો ઉપાસક હતો. એક દિવસ કૈલાસ પર્વત પર આવ્યા પછી તેણે શિવની પ્રદક્ષિણા કરવાની ઇચ્છા વ્યક્ત કરી. પ્રદક્ષિણા કરતી વખતે પાર્વતીએ માંગ કરી હતી કે ભૃંગીએ તેમની પણ પ્રદક્ષિણા કરવી જોઈએ. પરંતુ ભૃંગી શિવ પ્રત્યે એટલા મોહિત થઈ ગયો હતો કે તેને પાર્વતીની પ્રદક્ષિણા કરવાની ઈચ્છા ન થઇ. આ જોઈ પાર્વતી શિવના ખોળામાં બેસી ગયાં અને એ કારણે ભૃંગીને હવે બંનેની ફરતે ફરવાની ફરજ પડી. પરંતુ તેને તો ફક્ત શિવની જ પ્રદક્ષિણા કરવી હતી, તેથી તેણે નાગનું રૂપ ધારણ કરી શિવ અને પાર્વતીની વચ્ચેથી ખસવાનો પ્રયાસ કરવા લાગ્યો. શિવને તે મનોરંજક લાગ્યો અને એમણે પાર્વતીને પોતાના શરીરનો અડધો ભાગ બનાવીને અર્ધનારીશ્વરમાં રૂપાંતરિત થઇ ગયા. પણ ભૃંગીએ તેની જીદ ન છોડી. તે ક્યારેક ઉંદર તો ક્યારેક મધમાખીનું રૂપ લઈને શિવ અને પાર્વતીની વચ્ચે જવાનો પ્રયત્ન કરતો. જેનાથી પાર્વતી એટલા બધાં ખિજાઈ ગયાં કે એમણે ભૃંગીને શ્રાપ આપી દીધો કે તે તેની માતા પાસેથી મળેલાં શરીરનાં તમામ અંગો અને તે જમીન પર ફસડાઈ પડ્યા. ત્યારે ભૃંગી પર દયા કરીને શિવજીએ તેને ત્રીજો પગ આપ્યો, જેથી તે ટિપોઈની જેમ ઊભો રહી શકે. આ ઘટના બતાવે છે કે ભગવાનના સ્ત્રી-ભાગને ન પૂજતા શું દુર્દશા થાય છે. અન્ય એક લોકવાયકા અનુસાર, જ્યારે પાર્વતીજીએ ગંગાને શિવજીના શિરે જોયા, ત્યારે તે ખૂબ ક્રોધિત થઈ ગયાં. ત્યારે એમને શાંત કરવા, શિવે બંનેનાં શરીરને એક કર્યાં અને આમ તેઓ અર્ધનારીશ્વર બન્યા.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.