તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઈધર-ઉધર:સીએએ કાયદાનો અમલ કરવામાં આટલું મોડંુ કેમ?

4 મહિનો પહેલાલેખક: વિક્રમ વકીલ
 • કૉપી લિંક
 • સીએએ કાયદો તો બની ગયો, છતાં તેના નિયમો હજી સુધી કેમ બનાવવામાં આવ્યા નથી. આનું કારણ શું?

‘સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ’ (સીએએ) ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં સંસદના બંને ગૃહોએ પાસ કરી દીધો હતો. તે પછી દેશમાં ઘણે ઠેકાણે સીએએનો વિરોધ પણ થયો હતો. નવાઇની વાત એ છે કે આ કાયદા હેઠળ સરકારે હજી નિયમો બનાવ્યા નથી. સામાન્ય રીતે સંસદમાં કાયદો પસાર થાય એના 6 મહિનામાં નિયમો બનાવી દેવા પડે છે, નહીં તો સમય વધારો માંગવો પડે. ઓગસ્ટ મહિનામાં સરકારે ત્રણ મહિનાનો સમય વધારો માંગ્યો છે. જોકે હજી સુધી નિયમો બનાવવામાં આવ્યા નથી. આમ થવા માટે બે કારણો જવાબદાર હોવાનું માનવામાં આવે છે. ભાજપના વિરોધી પક્ષોનું માનવું છે કે મતોનું ધ્રૂવીકરણ કરવા માટે પ. બંગાળની ચૂંટણી પહેલાં આ નિયમો જાહેર કરાશે. બીજું કારણ એ મનાય છે કે ભારત પાડોશી બાંગ્લાદેશના પ્રમુખ શેખ હસીના સાથે સંબંધ બગાડવા માંગતું નથી. શેખ હસીનાએ સીએએના કાયદાનો વિરોધ કર્યો હતો. આ કાયદો પસાર થયા પછી બાંગ્લાદેશના ત્રણ પ્રધાનોએ ભારતયાત્રા રદ કરી હતી. આવતા વર્ષના માર્ચ મહિનામાં નરેન્દ્ર મોદી બાંગ્લાદેશની મુલાકાતે જવાના છે, ત્યારે વાતાવરણ બગડે નહીં તેથી કાયદાનો અમલ લંબાય છે.

જેડીયુના સભ્યો શા માટે અરૂણ જેટલીની ખોટ અનુભવી રહ્યા છે ?
નીતિશકુમારના ખૂબ અંગત ગણાતા અરૂણ જેટલીની ખોટ જેડીયુના નેતાઓને લાગી રહી છે. જયપ્રકાશ નારાયણના આંદોલન સમયથી નીતિશકુમાર, સુશીલ મોદી અને અરૂણ જેટલી વચ્ચે પણ મિત્રતા હતી. નીતિશકુમારે તો પટણામાં જેટલીનું પૂતળું પણ બનાવ્યું છે. જેડીયુના કેટલાક નેતાઓનું માનવું છે કે જો અરૂણ જેટલી હયાત હોત તો તેઓ ચિરાગ પાસવાનને બેફામ બનવા ન દેત. ચિરાગે નીતિશકુમારના મત કાપવાની કોશિશ કરી હતી. બિહારમાં ભલે ભાજપ-જેડીયુનું ગઠબંધન હોય પરંતુ બંનેના દિલ મળેલા નથી. મિત્ર મેવાલાલ ચૌધરી સામે ભ્રષ્ટાચારના આક્ષેપ હોવા છતાં નીતિશકુમારને કારણે તેઓ પ્રધાન બન્યા. હવે ભાજપના દબાણને કારણે નીતિશકુમારે ચૌધરીને પડતા મૂકવા પડ્યા છે.

પાકિસ્તાનમાં ચોરોએ યુનિયન બનાવ્યું !
પાકિસ્તાનમાં ઓટોમોબાઇલ્સની ચોરી કરનારાઓએ (કાયદેસર) એક યુનિયન બનાવ્યું છે. એ લોકોની દલીલ ફક્ત એટલી જ છે કે જો એકાઉન્ટન્ટ્સ અને વકીલોનું યુનિયન હોય, તો ચોરોનું યુનિયન શા માટે નહીં? એ લોકોની જે બેઠક મળી તેમાં ચોર મંડળીના પ્રમુખ, સચિવ અને ‘પ્રચારસચિવ’ની નિમણુંકો થઈ. પ્રમુખે સભામાં કહ્યું, ‘આપણા ‘ધંધા’ના લોકોની અપેક્ષાઓ પૂરી કરવામાં હું સહેજ પણ પાછો નહીં પડું.’ પ્રમુખશ્રી બોલ્યા, ‘દોસ્તો, તમે જ્યારે પણ કારની ચોરી કરો, ત્યારે તરત મને ફોન કરીને જણાવજો, જેથી આપણે કારના માલિક પાસેથી વધુ પૈસા કઈ રીતે ઓકાવી શકીએ એ વિશે વિચારી શકીએ.’

વિધિના લેખ મિથ્યા થાય નહીં
થોડા દિવસો પહેલાં ઇંગ્લેન્ડના વેલ્સના દરિયાકાંઠે એક સ્ત્રી દરિયામાં ડૂબી રહી હતી, ત્યારે હેલિકોપ્ટરની મદદથી પોલીસે તેને મહામહેનતે ઉગારી લીધી હતી. પછી એ યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. છૂટાછેડા લીધા બાદ હતાશામાં ડૂબી ગયેલી 46 વર્ષની જેક્લીન લિયોનાર્દ નામની આ સ્ત્રીને હતાશા માટે સારવાર આપવામાં આવી રહી હતી, ત્યારે એ હોસ્પિટલમાંથી એક દિવસ ગાયબ થઈ ગઈ. ઘણી તપાસના અંતે એ સ્ત્રીનો મૃતદેહ મળી આવ્યો. જોવા જેવી વાત એ હતી કે એ યુવતીનો મૃતદેહ એ જ જગ્યાએથી મળ્યો જ્યાંથી દસ અઠવાડિયા અગાઉ પોલીસે હેલિકોપ્ટરમાં આવીને તેને ઉગારી હતી.

એક જ દિવસે ત્રણ બાળકોના નાના!
અમેરિકાના ઇટાહ શહેરમાં કમ્પ્યુટર સાયન્સના પ્રોફેસરે વિદ્યાર્થીઓને સવાલ પૂછ્યો, ‘કોઈ એક પિતાની ત્રણ દીકરીઓને એક જ દિવસે પ્રસૂતિ થાય તેની સંભાવના કેટલી?’ સવાલ પૂછવાનું કારણ એ હતું કે એ જ દિવસે સવારે તે પ્રોફેસરની સૌથી મોટી દીકરી કેરેલીએ સવારે 7.18 વાગ્યે બાળકને જન્મ આપેલો. એના થોડા જ કલાક પછી કેરેલીની બહેન મેરીનેડને પણ વેણ ઊપડી અને બપોરે 3.25 વાગ્યે તેણે પણ એક સંતાનને જન્મ આપ્યો. આ સાંભળીને પ્રોફેસરે ં વિદ્યાર્થીઓને પૂછ્યું કે ‘હવે મારી ત્રીજી દીકરીને પણ આજે જ પ્રસૂતિ થાય તેની સંભાવના કેટલી?’ એટલામાં જ પ્રોફેસરની પત્નીનો ફોન આવ્યો, ‘જેનિફરને વેણ ઊપડી છે...’ આ મેસેજ મળ્યા પછી પ્રોફેસરે વિદ્યાર્થીઓને કહ્યું, ‘મારી ત્રીજી દીકરીને લેબર પેઇન શરૂ થઈ ચૂક્યું છે એટલે હું ક્લાસ પૂરો થયેલો જાહેર કરું છું.’ ત્રીજી દીકરીએ રાત્રે 8.58 વાગ્યે બાળકને જન્મ આપ્યો.
vikramvakil@rediffmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો