તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માયથોલોજી:ગાયને કેમ માનવામાં આવે છે આટલી મહત્ત્વપૂર્ણ?

2 મહિનો પહેલાલેખક: દેવદત્ત પટનાયક
  • કૉપી લિંક
  • પ્રાચીનકાળમાં ગાયને આજીવિકાનું સાધન માનવામાં આવતી કેમ કે તેનું દૂધ પીવા માટે, છાણ દીવાલ લીંપવા અને બળતણ માટે ઉપયોગી થતું

ગાયને હિન્દુ તથા જૈન ધર્મમાં સૌથી પવિત્ર માનવામાં આવે છે. પ્રાચીન ભારતમાં આજીવિકા માટે ગાય રાખવી જરૂરી હતી. ગાયનું દૂધ પીવામાં, ગોબર દીવાલો લીપવામાં અને તેના છાણનો ઉપયોગ બળતણ તરીકે કરવામાં આવતો હતો. આ રીતે, ગાય કોઈ પણ કુટુંબને આત્મનિર્ભર બનાવી દેનારી હતી. દરેક ઋષિ ઈચ્છતા હતા કે તેમની પાસે ગાય હોય. ગાય તેમને આર્થિક રીતે સ્વાયત્ત બનાવતી હોવાથી તેઓ અન્ય બૌદ્ધિક કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા હતા. પરંતુ સમય જતાં ગાય આજીવિકા માટે માત્ર એક રૂપક અથવા પ્રતીક બની ગઈ. પૃથ્વીને પણ ગાય કહેવામાં આવી છે. પૃથ્વીની સંભાળ રાખીને તેના પર હળ ચલાવીને બીજ વાવી શકાય છે. પૃથ્વી પાક આપે છે. જેમ ગાયમાંથી દૂધ મેળવવામાં આવે છે, તેમ પૃથ્વીમાંથી પાક મળી શકે છે.

પૃથ્વી અને આજીવિકાને ગાય સાથે જોડવામાં આવ્યું. જોકે ગાય જીવનભર દૂધ આપે છે, તેથી લોકો ઇચ્છે છે તેમની પાસે એક ગાય હોય. ગાયો વૃદ્ધ થઈ જાય તોપણ તેને મારવાનું યોગ્ય માનવામાં આવતું નહોતું. તેથી ભારતમાં ગૌહત્યા પર પ્રતિબંધ છે. ગાયનું રક્ષણ એ હિંદુ દંતકથાઓનું એક અભિન્ન અંગ છે અને ગાયની હત્યાને એક સંપૂર્ણ પાપ માનવામાં આવે છે. કાલિદાસના ‘રઘુવંશ’માં શ્રીરામનાં પૂર્વજ રાજા દિલીપ વિશે કહેવામાં આવ્યું છે કે તે એક સિંહથી ગાયને બચાવવા માટે પોતાના બલિદાન માટે તૈયાર થઇ ગયા હતા. ગોદાવરી માહાત્મ્યમાં, ગૌતમ ઋષિએ આકસ્મિક રીતે ગૌહત્યા કરી હતી. આ પાપથી તેમના આત્મા પર ડાઘ પડ્યો. આ પાપને ધોવા માટેનો એકમાત્ર રસ્તો છે, શિવને વિનંતી કરવી અને ગંગાને વિંધ્યા પર્વતની દક્ષિણમાં ગોદાવરી સ્વરૂપમાં પ્રવાહિત કરે.

હિન્દુ ધર્મમાં ગાયમાતાની મહત્ત્વની ભૂમિકા છે. તેમનું સ્વરૂપ માતૃત્વની લાગણી પ્રગટ કરે છે. ગાયને હંમેશાં વાછરડા સાથે જોડાય છે, આપણને એ યાદ કરાવવા માટે કે તે એક દુધાળી ગાય છે અને દૂધ આપતી ગાયના માલિક હોવું એ શુભ માનવામાં આવે છે. દેવતાઓ પાસે કામધેનુ નામની દુધાળી ગાય હતી. દેવતાઓ, ઋષિઓ અને રાજાઓ બધા પાસે ગાયો હતી. રાજાઓને ગાયોના રક્ષક માનવામાં આવ્યાં હતાં. અગાઉ જણાવ્યા મુજબ આ માલિકી રૂપક પણ હોઈ શકે છે. રૂપક જેવા અર્થ સૂચવે છે કે રાજા પૃથ્વીની આજીવિકાનો તારણહાર છે. આથી રાજા પાસેથી એ અપેક્ષા રાખવામાં આવતી કે તે અન્યોને ગાય આપશે. ગાયને સૌથી સર્વશ્રેષ્ઠ ભેટ માનવામાં આવતી હતી. આને લોકોને આજીવિકા આપવાના ભાવ સાથે જોડી શકાય છે.

ધર્મગ્રંથોમાં રાજા વેણ વિશેનો ઉલ્લેખ મળે છે. તેમણે પૃથ્વીનું એટલું શોષણ કર્યું કે ઋષિમુનિઓએ તેને જાદુઈ મંત્રોથી શક્તિશાળી બનાવવામાં આવેલા ઘાસના પાંદડાથી મારવો પડ્યો. તેના મૃત શરીરનું મંથન કરીને તમામ નકારાત્મક પાસાંઓને દૂર કરવામાં આવ્યા હતા અને વેનથી વધુ પવિત્ર અને પરોપકારી ‘રાજા પૃથુ’ની રચના કરવામાં આવી. પૃથુ એ વિષ્ણુનું સ્વરૂપ હતા. વેનના ભયથી પૃથ્વીએ બીજ અંકુરિત કરવાનો ઇનકાર કરી દીધો અને ગાયનું રૂપ લઈ ત્યાંથી નાસી ગઈ. પૃથુએ તેમનો પીછો કર્યો અને તેમને વચન આપ્યું કે જેમ એક ગોવાળ સુરક્ષા કરે તે રીતે એ પણ તેમની રક્ષા અને પાલન-પોષણ કરવા માટેનું વચન આપ્યું. બદલામાં, પૃથ્વીએ ખોરાક અને બળતણ પ્રદાન કરવાનું વચન આપ્યું. પૃથ્વી ગૌમાતા હશે અને પૃથ્વી ગોપાલ હશે. તેથી ધરતીને પૃથ્વી કહેવામાં આવે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser