તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માયથોલોજી:કોણ છે આ સાન્તાક્લોઝ? ઈશ્વર કે ગ્રાહકવાદનું નવું પ્રતીક?

2 મહિનો પહેલાલેખક: દેવદત્ત પટનાયક
 • કૉપી લિંક
 • ઇસુ ખ્રિસ્તનો જન્મ નાતાલના દિવસે થયો હતો, રણમાં. ત્યાં બરફ કે શંકુદ્રુમ વૃક્ષો નથી. નાતાલ વૃક્ષ મૂર્તિપૂજાનું પ્રતીક છે

એકવાર, એક અમેરિકન વ્યક્તિ જાપાનના કોઈ એક મોલમાં સાન્તાક્લોઝના રમકડાંને શૂળીએ ચડતો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો. પહેલાં તો તેણે વિચાર્યું કે કદાચ તે કોઈ મજાક અથવા મોડર્ન આર્ટ હશે. પરંતુ પછી તે સમજી ગયા કે ત્યાંના લોકો ખરેખર માને છે કે ઈસુ ખ્રિસ્ત અને સાન્તાક્લોઝ એક જ વ્યક્તિ છે. આ આશ્ચર્યજનક નથી કેમ કે ઘણી અમેરિકન ટીવી સિરિયલોમાં માતાપિતા તેમના બાળકોને સાન્તાક્લોઝના અસ્તિત્વનું સત્ય કહેવા અથવા ના કહેવા બાબતે ચર્ચા કરે છે. ખરેખર તો ઘણાં ઘરમાં ક્રિસમસના સમયમાં ઈસુ ખ્રિસ્ત વિશે વાત થતી નથી. લોકો ફક્ત સાન્તાક્લોઝ વિશે જ વાત કરે છે. આખરે, આ સાન્તાક્લોઝ કોણ છે?

આ વિશે ઘણી માન્યતાઓ પ્રચલિત છે. એમાંથી સૌથી લોકપ્રિય માન્યતા એવી છે કે સાન્તાક્લોઝના વ્યકિતત્વની કલ્પના કોકા-કોલા કંપની દ્વારા કરવામાં આવી હતી. તેનું કારણ એ કે સાન્તાક્લોઝ કોકા-કોલા બોટલ જેવા રંગનાં કપડાં પહેરે છે. એવું કહેવાવા લાગ્યું કે ગ્રાહકવાદને પ્રોત્સાહન આપવા માટે સાન્તાક્લોઝને લોકપ્રિય બનાવવામાં આવ્યા હતા. આ વાતથી સ્પષ્ટ થાય છે કે કેવી રીતે બિનસાંપ્રદાયિક મૂડીવાદ ધાર્મિક પરંપરાને બદલી શકે છે કારણ કે હવે સાન્તાક્લોઝના રૂપમાં એક આદરણીય વ્યક્તિ છે જે તમારી વર્તણૂક પ્રમાણે તમને ભેટો આપે છે અથવા કંઈ નથી આપતા. આ રીતે, સાન્તાક્લોઝ એક પ્રકારના ભગવાન છે જે કહ્યાગરાં બાળકોને ભેટો આપે છે. બાઈબલના ઓલ્ડ ટેસ્ટામેન્ટનો અબ્રાહમ ભગવાન એવા લોકોનો નાશ કરતા હતા જે એમનું કહ્યું માનતા ન હતા. સાન્તાક્લોઝનો સિદ્ધાંત, અબ્રાહમ ભગવાનના સિદ્ધાંતને મૂડીવાદ અને ગ્રાહકવાદ દ્વારા ભ્રષ્ટ કરી દે છે.

યુરોપમાં ખ્રિસ્તી ધર્મના સમય પહેલાં લોકો માનતા હતા કે, શિયાળામાં યુલ નામના તહેવાર દરમિયાન, એક આંખ અને દાઢીવાળા વૃદ્ધ ઓડિન, તેમના આઠ પગવાળા ઘોડા પર સવાર થઈ અને શિકારીઓ સાથે આકાશમાં વિહરે છે. કદાચ ઓડિન જ હવે સાન્તાક્લોઝમાં ફેરવાઈ ગયા છે. તેમના રેન્ડિયર વાળી સ્લેજ પર સવાર થઈ તેઓ ઘરે ઘરે ઘરે જઇ અને સારા બાળકો માટે ક્રિસમસ ટ્રી પાસે ભેટો રાખે છે. આપણે એ યાદ રાખવું જોઈએ કે ઇસુ ખ્રિસ્તનો જન્મ નાતાલના દિવસે થયો હતો, રણમાં. ત્યાં બરફ ન હતો અને શંકુદ્રુમનાં વૃક્ષો પણ ન હતાં. નાતાલનું વૃક્ષ ફક્ત એક મૂર્તિપૂજાનું પ્રતીક છે. તે પછી ત્યાં બાયઝેન્ટાઇન સામ્રાજ્યના ઉદાર સંત નિકોલસ, 16મી સદીના ઇંગ્લેંડના ફાધર ક્રિસમસ અને નેધરલેન્ડના સિંટરક્લાસ પણ છે. આ ત્રણેય વૃદ્ધ પુરુષો હસમુખા છે. નાતાલના સમયે ચર્ચોમાં શ્રીમંત સામંતવાદી અને પાદરીઓ જ્યારે ઈસુને યાદ કરતા હતા ત્યારે તેઓ બહારની કડકડતી ઠંડીમાં ભૂખે મરતા ગરીબ લોકોની મદદ કરી રહ્યા હતાં. સેન્ટ નિકોલસ પાદરીની જેમ છે, અને ફાધર ક્રિસમસ અને સિંટરક્લાસ લાલ અને લીલા રંગનો કોટ પહેરેલા વિનોદી વૃદ્ધ છે. સાન્તાક્લોઝ સાથે સંકળાયેલો સંપ્રદાય જ જાણે ઊભરીને આવ્યો છે! સાન્ટા પર આધારિત થીમ પાર્ક બનાવવામાં આવ્યા છે અને સાંતાને પત્ર લખવાની પરંપરા પણ શરૂ થઈ ગઈ છે. એમને મદદ કરવાવાળા એલ્વજની વાતો પણ કહેવામાં આવે છે.

હોલિવૂડમાં સાન્ટાની પત્ની અને તેમનાં બાળકો પર ફિલ્મો પણ બને છે. સાન્તાક્લોઝની વાર્તા ઈસુ ખ્રિસ્તની વાર્તાની બરાબરીકરે છે અને ઘણી વાર તેના કરતાં પણ ચડિયાતી પુરવાર થાય છે. શું આ જૂની મૂર્તિપૂજક પરંપરાઓનું પરિણામ છે? કે પછી ચર્ચની શુદ્ધતાને તેમના પર હાવી ન થવા દીધી તેનું આ પરિણામ છે? અથવા તે એવા વ્યવસાયનો ઉદ્્ભવ છે જે તહેવારો દરમિયાન પોતાનું વર્ચસ્વ જમાવવાનો પ્રયાસ કરે છે? અથવા આ તહેવારને ઇરાદાપૂર્વક ન્યાયિક બાબતોથી દૂર રાખવાનો અને પ્રાર્થના કરતાં વધુ ખરીદીમાં વ્યસ્ત રાખવાનો પ્રયત્ન છે? આ ક્રિસમસમાં સાન્ટા તરફથી મળેલી ભેટો ખોલતી વખતે, આપણે આ બધા પ્રશ્નો પર વિચાર કરવો પડશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો