તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મલ્ટિપ્લેક્સ:પ્રિયંકામાં આટલો આત્મવિશ્વાસ ક્યાંથી આવે છે?

20 દિવસ પહેલાલેખક: શિશિર રામાવત
 • કૉપી લિંક
 • ‘જો જગ્યા તમને સાંકડી પડતી હોય તો ટૂંટિયું વાળીને ત્યાં જ પડી રહેવાની જરૂર નથી. જોર લગાવો ને છત ફાડીને બહાર આવી જાઓ.’

બે િવસ પછી, નવમી ફેબ્રુઆરીએ, પ્રિયંકા ચોપરા જોનસની ક્યારની આવું-આવું થઈ રહેલી આત્મકથા ‘અનફિનિશ્ડઃ અ મેમોર’ આખરે રિલીઝ થઈ રહી છે. પ્રિયંકા વિશે ભારતી એસ. પ્રધાન અને અસીમ છાબરા જેવાં બે સિનિયર પત્રકાર-લેખકોએ ઓલરેડી બે પુસ્તકો લખી નાખ્યાં છે - અનુક્રમે ‘પ્રિયંકા ચોપડાઃ ધ ડાર્ક હોર્સ’ અને ‘પ્રિયંકા ચોપરાઃ અન ઇન્ક્રિડિબલ સ્ટોરી ઑફ અ ગ્લોબલ બોલિવૂડ સ્ટાર’. આ બંને જીવનકથાઓ છે, જ્યારે આગામી ‘અનફિનિશ્ડઃ અ મેમોર’ આત્મકથા છે. સ્વયં લેખક ન હોય એવી સેલિબ્રિટી વ્યક્તિ જ્યારે આત્મકથા ‘લખે’ ત્યારે મોટે ભાગે તે કન્ટેન્ટ પૂરું પાડતી હોય છે અથવા ખુદ થોડું ઘણું કાચું-પાકું લખતી પણ હોય છે. ત્યાર બાદ કોઈ પ્રોફેશનલ લેખક તે સામગ્રીને વ્યવસ્થિત રસાળ પુસ્તકનું સ્વરૂપ આપે છે. ‘અનફિનિશ્ડઃ અ મેમોર’ના કિસ્સામાં પણ એવું જ. પ્રિયંકા હિન્દી સિનેમાની સફળ એક્ટ્રેસ છે તે વાત સાચી, પણ એ શ્રીદેવી કે માધુરી દીક્ષિતની કક્ષાની સ્ટાર ક્યારેય નહોતી. એ શબાના આઝમી કે સ્મિતા પાટિલ તો ઠીક, તબુની કક્ષાની આર્ટહાઉસ એક્ટ્રેસ પણ નથી. અલબત્ત, ટેક્નિકલી પ્રિયંકા ઉત્તમ પરફોર્મર છે. એણે કેટલીક ફિલ્મોમાં અત્યંત સુંદર ભૂમિકાઓ નિભાવી છે. પ્રિયંકાની પહેલાં ઓમ પુરી, અનુપમ ખેરથી લઈને ઐશ્વર્યા રાય તેમજ ઇરફાન સુધીના ઘણા અદાકારોએ હોલિવૂડની ફિલ્મોમાં કામ કર્યુ જ છે, પણ હોલિવૂડના મેઇનસ્ટ્રીમમાં પ્રિયંકા જેટલું સજ્જડ સ્થાન કોઈ બનાવી શક્યું નથી. પ્રિયંકાનો કરીઅરગ્રાફ અભિભૂત કરી દે તેવો છે એ તો નક્કી. પ્રિયંકાના વિડીયો ઇન્ટરવ્યૂઝ કમાલની મોટિવિશેનલ ક્વૉલિટી હોય છે. ધારો કે પ્રિયંકાએ મોટિવેશનલ વાતો ન કરી હોય તો પણ એનો કૉન્ફિડન્સ અને જે રીતે એ પોતાની જાતને પેશ કરે છે તે જોઈને એના ચાહકોને પાનો ચડી જાય છે. તેની આત્મકથા વાંચ્યા પછી પુસ્તક વિશે વિગતે વાત કરીશું જ, પણ અત્યારે એના કેટલાક સરસ મજાના ક્વોટ્સ પ્રસ્તુત છે. એમાં એનાં જીવનનાં સત્યોનો નિચોડ છે. ઓવર ટુ પ્રિયંકા ચોપડા જોનસ... ⬛ મારામાં પુષ્કળ ખામીઓ છે, પણ મને મારી અધૂરપ સહિતનું વ્યક્તિત્ત્વ અને જીવન ગમે છે. આની જ તો મજા છે. તમે પડો છો, ઊભા થાઓ છો, ભુલોમાંથી શીખો છો. માણસ બનવાની આ જ તો રીત છે. આ રીતે જ તો તમે, તમે બનો છો. ⬛ મને ક્રિયેટિવ લોકો પ્રભાવિત કરે છે, કેમ કે તેઓ આપણા જીવનમાં રંગો અને લાગણીઓ ઉમેરે છે. ⬛ પ્રારબ્ધ અને પુરુષાર્થ બન્ને સાથે સાથે ચાલે છે. હું હજુ તો સત્તર વર્ષની હતી ને એન્જિનીયર બનવાના ઈરાદા સાથે સ્કૂલમાં ભણતી હતી ત્યારે મારી મમ્મીએ મને પૂછ્યા વગર મારી તસવીરો મિસ ઇન્ડિયા કોન્ટેસ્ટમાં મોકલી આપી હતી. મને તો આ કોન્ટેસ્ટ વિશે ખબર પણ નહોતી. હું આ કોન્ટેસ્ટ જીતી ગઈ ને ત્યાર બાદ મિસ વર્લ્ડ પણ બની. આને તમે પ્રારબ્ધ નહીં કહો તો બીજું શું કહેશો? ⬛ જો જગ્યા તમને સાંકડી પડતી હોય તો ટૂંટિયું વાળીને ત્યાં જ પડી રહેવાની જરૂર નથી. જોર લગાવો ને છત ફાડીને બહાર આવી જાઓ. ⬛ બી યોરસેલ્ફ. તમે જે છો તે જ બની રહો. હિંમત રાખો. સ્વકેન્દ્રી ન બનો. પ્રેમાળ બનો. ⬛ તમે તમામ બાબતો પર અંકુશ રાખી શકતા નથી. તમે જે કોઈ પરિસ્થિતિમાં મૂકાઓ એમાં તમારે શ્રેષ્ઠ બનીને ઊભરવાનું છે. ⬛ મારી મમ્મી હંમેશા કહેતી કે સ્ત્રી આર્થિક રીતે પગભર હોય છે ત્યારે એનામાં પોતાનું જીવન પોતાની રીતે જીવી શકવાની ક્ષમતા આપોઆપ આવી જાય છે. સ્ત્રી ક્યાંય પણ હોય, એ કોઈને પણ પરણી હોય, એણે ફાયનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ તો બનવું જ જોઈએ. એ સંપન્ન પરિવારની હોય ને ઘર ચલાવવા માટે એની કમાણીની જરૂર ન હોય, તો પણ. ⬛ જીવનમાં આગળ શું થશે તે આપણે જાણતા નથી, પણ કોઈ પણ પરિસ્થિતિમાં ખુદની અને પોતાની જાતની સંભાળ લઈ શકવાની ક્ષમતા તો તમારામાં હોવી જ જોઈએ. ⬛ પરફેક્શન કંટાળજનક છે. અધૂરપ આકર્ષક છે. ⬛ જીવન તો વહ્યા જ કરે છે. તમારે તમારું ફોકસ ગુમાવવાનું નથી. તમે શું શ્રેષ્ઠ કરી શકો તેમ છો તે વિશે સ્પષ્ટતા કેળવો અને બસ, આગળ વધતા રહો. ⬛ મારો પરિવાર મારી સૌથી મોટી તાકાત પણ છે અને સૌથી મોટી નબળાઈ પણ છે. ⬛ કોઈ પણ સ્થળાંતર સરળ છો, જો તમને તમારી જાતમાં અને તમારી પ્રતિભા પર શ્રદ્ધા હોય તો. ⬛ આત્મવિશ્વાસ અને આત્મશ્રદ્ધા – આ અત્યંત આકર્ષક ગુણો છે. ⬛ તમે કેટલું કરી શકો તેમ છો ને કેટલું નહીં, એવું તમને કોઈ કહી ન શકે. તમારાં સ્ટાન્ડર્ડ તમારે જ સેટ કરવાનાં છે. ⬛ મહેનત કરો, ફોકસ્ડ રહો, પોતાના કામ પ્રત્યે સમર્પિત રહો. જો આ ત્રણ બાબતોનું પાલન થશે તો વહેલા-મોડા તમે શિખર પર પહોંચશો જ.

તમારે તમારી જાતને શીખવવું પડશે કે દુનિયા શી રીતે જીતવી. ⬛ ફિલ્મી દુનિયામાં તો હું આકસ્મિકપણે, કોઈ પણ પ્લાનિંગ વગર આવી ગઈ છું. મને ફિલ્મની ઑફર મળી ને મને થયું કે ચાલો, ટ્રાય કરી જોઈ. જો થયું તો ઠીક છે નહીં તો હું ચુપચાપ ભણવાનું શરૂ કરી દઈશ. મારી જિંદગીમાં બધું આ રીતે ટ્રાયલ-એન્ડ-એરરથી જ થયું છે. ⬛ જો મારે જીવનમાં અમુક લક્ષ્યો સિદ્ધ કરવાં હશે તો તેના માટે જે કંઈ કરવું જરૂરી છે તે સઘળું હું કરીશ જ. હું કોઈ પણ બાબતને હળવાશથી ન લઈ શકું. ⬛ હિંમત ક્યાંથી આવે છે? તમારાં ખુદનાં સત્યોને જાણવાથી અને તેનું રક્ષણ કરવાની ઇચ્છામાંથી. ⬛ એકલયાત્રાથી ડરો નહીં. સફળતા અને નિષ્ફળતા બન્નેની જવાબદારી સ્વીકારવાની ભાવનામાં તમને હિંમતવાન બનાવશે. ⬛ હું સંબંધમાં હોઉં ત્યારે સંપૂર્ણપણે સમર્પિત હોઉં છું. મારી જાતને હું સંબંધમાં હોમી દઉં છું... પણ કોઈ મને હળવાથી લે તે હું ચલાવી ન લઉં. ⬛ એક વસ્તુ એવી જે ધારણા કરતાં ખૂબ સરસ છે અને તે છે આત્મવિશ્વાસ. હું સૌને આ ભલામણ કરું છું. ⬛ shishir.ramavat@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો