તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપસ કી બાત:પતિ અને પિતા તરીકે રાજકુમાર કેવા હતા?

4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઉપરછલ્લી રીતે કડક મિજાજના દેખાતા આ અભિનેતા એક પતિ તરીકે અત્યંત રોમેન્ટિક માણસ હતા અને પતિધર્મ સારી રીતે નિભાવનાર હતા

- રાજકુમાર કેસવાની

આપણે ગઇ વખતે રાજકુમારની સફર વિશે વાત જાણી. આવી જ એક કાશ્મીરની સફરેથી મુંબઇ પાછા ફરતા રાજકુમારની મુલાકાત થઇ એક એંગ્લો-ઇન્ડિયન એરહોસ્ટેસ જેનીફર સાથે. મુલાકાત વધી અને વાતચીત થઇ અને બંને વચ્ચે રોમાન્સની શરૂઆત થઇ. તે પછી તો રાજકુમાર પોતાની જેનીફર સાથે મુલાકાત થાય એ માટે અવારનવાર કાશ્મીરની ફ્લાઇટ્સમાં આવવા-જવા લાગ્યા. એને ગુલમર્ગમાં ગોલ્ફ રમવા લઇ જતા. મુંબઇમાં સૌને આંખમાં પાણી લાવી દેનાર રાજકુમારે જેનીફરને ખુશ રાખીને એનાં દિલમાં સ્થાન મેળવી લીધું. તેમનાં લગ્ન થઇ ગયા. લગ્ન પછી આ કાશ્મીરી પંડિતે એક દીક્ષિત કાશ્મીરી પંડિત પાસે પત્નીનું નામકરણ કરવાનો રિવાજ પણ કરાવ્યો. નામ નક્કી થયું – ગાયત્રી. રાજકુમારની સૌથી અલગ અને અલાયદી અદા અંતર્ગત દરેક બાબત અતિ સુંદર રહેતી. આથી સંતાનોના નામ પણ અનોખા જ રાખ્યા. ત્રણ સંતાનો. એક દીકરી અને બે દીકરા. સૌથી પહેલાં 1970માં જન્મેલા દીકરાનું નામ રાખ્યું પુરુ. ત્રણ વર્ષ પછી જન્મેલી દીકરીનું નામ રાખ્યું વાસ્તવિકતા અને ત્રીજા સંતાન એટલે કે બીજા દીકરાનું નામ પાણિની.

હવે પતિ અને પિતા તરીકે રાજકુમાર કેવા હતા એ જાણીએ. તો આનો જવાબ એની પાસેથી જાણીએ જેણે તમામ સુખ જોયા અને ભોગવ્યા એટલે કે પુરુ રાજકુમાર પાસેથી. ‘પપ્પા રોમેન્ટિક માણસ હતા. એ નાની-નાની બાબતોમાં પણ રોમેન્સ શોધી લેતા હતા. પેડર રોડ પર એમની ગમતી પાનની એક દુકાન હતી. પાન ખાવાની ઇચ્છા થાય ત્યારે જીપ કાઢી માને સાથે લઇને જીપ ડ્રાઇવ કરતા પેડર રોડ તરફ. ટી.વી. જોવાનું હોય કે કોઇ પુસ્તક વાંચવાનું હોય – એ કામ પણ બંને સાથે જ કરતાં અને આનંદ માણતાં. બંને વચ્ચે એ વાતે ખૂબ દલીલો થતી કે લંચમાં શું બનાવવું? મા મહેનતથી રસોઇ બનાવી એમને જમાડતી.. જ્યારે રસોઇની પ્રશંસા સાંભળવાની રાહ જોતી. એ બેસીને પપ્પા સામે જોયા કરતી, પણ એ તો જમવામાં જ મસ્ત રહેતા. કલાકો પછી કહેતા, ‘આજે તેં રસોઇ ખૂબ સ્વાદિષ્ટ બનાવી હતી.’

આવી સરસ જાણકારી માટે આપણે આભાર માનવો રહ્યો પુરુ અને ‘ફિલ્મફેર’ની ફરહાના ફારુકનો. જેમના કારણે આપણને એક અંગત જીવનની એક ઝલક જોવા મળી અને રાજકુમાર પુરુષ તરીકે કેવા હતા, તે જાણવાની. આમાં અન્ય કેટલીક રસપ્રદ વાતો છે. ‘એમની (રાજકુમાર-ગાયત્રી) વચ્ચે નાના-નાના મતભેદ પણ થતા, પણ અમારી સામે નહીં. પછી તો અમે પણ સમજી જતા. બનતું એવું કે મા એક રૂમમાં બેસી દીવાલને તાક્યા કરતી અને બીજી તરફ પપ્પા બેઠા બેઠા એકટશ દરિયાને જોયા કરતા. આવું બને ત્યારે મારી કામગીરી બંને વચ્ચે ટપાલી જેવી થઇ જતી. પપ્પા કહેતા, ‘જા, જઇને કહી દે તારી માને કે હું એની સાથે વાત નથી કરતો.’ મા જવાબમાં કહેતી, ‘કહી દે, મને ખબર છે, પણ એમાં નવું શું છે?’ હું પાછો પપ્પા પાસે જતો અને માની વાત જણાવતો. આખરે બંને વચ્ચે સમાધાન થઇ જતું.’ હવે વાત સંતાનોની. રાજકુમાર એટલા સંવેદનશીલ પિતા હતા કે વાત ન પૂછો. દીકરી વાસ્તવિકતા એક વાર બીમાર પડી ત્યારે રાજકુમાર પળ વાર પણ એનાથી દૂર જવા તૈયાર નહોતા. પતિ તરીકે તો રાજકુમાર સારા માણસ હતા, પિતા તરીકે રાજકુમાર કેવા હતા એ અંગે આવતા અંકમાં જાણીશું. જય-જય! આપણે ગઇ વખતે રાજકુમારની સફર વિશે વાત જાણી. આવી જ એક કાશ્મીરની સફરેથી મુંબઇ પાછા ફરતા રાજકુમારની મુલાકાત થઇ એક એંગ્લો-ઇન્ડિયન એરહોસ્ટેસ જેનીફર સાથે. મુલાકાત વધી અને વાતચીત થઇ અને બંને વચ્ચે રોમાન્સની શરૂઆત થઇ. તે પછી તો રાજકુમાર પોતાની જેનીફર સાથે મુલાકાત થાય એ માટે અવારનવાર કાશ્મીરની ફ્લાઇટ્સમાં આવવા-જવા લાગ્યા. એને ગુલમર્ગમાં ગોલ્ફ રમવા લઇ જતા. મુંબઇમાં સૌને આંખમાં પાણી લાવી દેનાર રાજકુમારે જેનીફરને ખુશ રાખીને એનાં દિલમાં સ્થાન મેળવી લીધું. તેમનાં લગ્ન થઇ ગયા. લગ્ન પછી આ કાશ્મીરી પંડિતે એક દીક્ષિત કાશ્મીરી પંડિત પાસે પત્નીનું નામકરણ કરવાનો રિવાજ પણ કરાવ્યો. નામ નક્કી થયું – ગાયત્રી. રાજકુમારની સૌથી અલગ અને અલાયદી અદા અંતર્ગત દરેક બાબત અતિ સુંદર રહેતી. આથી સંતાનોના નામ પણ અનોખા જ રાખ્યા. ત્રણ સંતાનો. એક દીકરી અને બે દીકરા. સૌથી પહેલાં 1970માં જન્મેલા દીકરાનું નામ રાખ્યું પુરુ. ત્રણ વર્ષ પછી જન્મેલી દીકરીનું નામ રાખ્યું વાસ્તવિકતા અને ત્રીજા સંતાન એટલે કે બીજા દીકરાનું નામ પાણિની. હવે પતિ અને પિતા તરીકે રાજકુમાર કેવા હતા એ જાણીએ. તો આનો જવાબ એની પાસેથી જાણીએ જેણે તમામ સુખ જોયા અને ભોગવ્યા એટલે કે પુરુ રાજકુમાર પાસેથી. ‘પપ્પા રોમેન્ટિક માણસ હતા. એ નાની-નાની બાબતોમાં પણ રોમેન્સ શોધી લેતા હતા. પેડર રોડ પર એમની ગમતી પાનની એક દુકાન હતી. પાન ખાવાની ઇચ્છા થાય ત્યારે જીપ કાઢી માને સાથે લઇને જીપ ડ્રાઇવ કરતા પેડર રોડ તરફ. ટી.વી. જોવાનું હોય કે કોઇ પુસ્તક વાંચવાનું હોય – એ કામ પણ બંને સાથે જ કરતાં અને આનંદ માણતાં. બંને વચ્ચે એ વાતે ખૂબ દલીલો થતી કે લંચમાં શું બનાવવું? મા મહેનતથી રસોઇ બનાવી એમને જમાડતી.. જ્યારે રસોઇની પ્રશંસા સાંભળવાની રાહ જોતી. એ બેસીને પપ્પા સામે જોયા કરતી, પણ એ તો જમવામાં જ મસ્ત રહેતા. કલાકો પછી કહેતા, ‘આજે તેં રસોઇ ખૂબ સ્વાદિષ્ટ બનાવી હતી.’ આવી સરસ જાણકારી માટે આપણે આભાર માનવો રહ્યો પુરુ અને ‘ફિલ્મફેર’ની ફરહાના ફારુકનો. જેમના કારણે આપણને એક અંગત જીવનની એક ઝલક જોવા મળી અને રાજકુમાર પુરુષ તરીકે કેવા હતા, તે જાણવાની. આમાં અન્ય કેટલીક રસપ્રદ વાતો છે. ‘એમની (રાજકુમાર-ગાયત્રી) વચ્ચે નાના-નાના મતભેદ પણ થતા, પણ અમારી સામે નહીં. પછી તો અમે પણ સમજી જતા. બનતું એવું કે મા એક રૂમમાં બેસી દીવાલને તાક્યા કરતી અને બીજી તરફ પપ્પા બેઠા બેઠા એકટશ દરિયાને જોયા કરતા. આવું બને ત્યારે મારી કામગીરી બંને વચ્ચે ટપાલી જેવી થઇ જતી. પપ્પા કહેતા, ‘જા, જઇને કહી દે તારી માને કે હું એની સાથે વાત નથી કરતો.’ મા જવાબમાં કહેતી, ‘કહી દે, મને ખબર છે, પણ એમાં નવું શું છે?’ હું પાછો પપ્પા પાસે જતો અને માની વાત જણાવતો. આખરે બંને વચ્ચે સમાધાન થઇ જતું.’ હવે વાત સંતાનોની. રાજકુમાર એટલા સંવેદનશીલ પિતા હતા કે વાત ન પૂછો. દીકરી વાસ્તવિકતા એક વાર બીમાર પડી ત્યારે રાજકુમાર પળ વાર પણ એનાથી દૂર જવા તૈયાર નહોતા. પતિ તરીકે તો રાજકુમાર સારા માણસ હતા, પિતા તરીકે રાજકુમાર કેવા હતા એ અંગે આવતા અંકમાં જાણીશું. જય-જય! (ક્રમશ:)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો