તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્પોર્ટ્સ:IPLમાં અમદાવાદની ટીમ બને તેની શક્યતા કેટલી?

નીરવ પંચાલ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદ શહેરની ટીમની દાવેદારી મજબૂત ગણી શકાય, કારણ કે સ્ટેડિયમની કેપેસિટી વધુ છે

સીસીઆઈએ આઇપીએલમાં વધારાની બે ટીમ ઉમેરવાની વિધિવત્ જાહેરાત કરી દીધી છે કે 2022ની IPLમાં 10 ટીમ રમશે. બે નવી ટીમ લાવવાની જરૂર શું છે? : 2020ની IPL સમાપ્ત થઇ ત્યારે તેમાંથી થતી આવકનો આંકડો 4000 કરોડ હતો. ઇન્ટરનેશનલ ક્રિકેટ થકી બીસીસીઆઈને જે આવક થાય છે તેનો 70 ટકા હિસ્સો સ્ટેટ એસોસિએેશન અને એફિલિયેટેડ મેમ્બર્સમાં વહેંચાય છે. ટીવી અને સ્ટ્રીમિંગને કારણે વ્યુઅરશિપ વધી છે ત્યારે જેટલી વધુ મેચ રમાય તેટલી બ્રોડકાસ્ટિંગ રેવન્યુ વધે અને તે સાથે તેના રાઇટ્સની કિંમતમાં પણ ઉછાળો આવે. ટીમ વધે તો મેચની સંખ્યા વધે અને બીસીસીઆઈની આવકમાં પણ વધારો થઇ શકે. કોરોનાને કારણે સ્ટેડિયમમાં થતી આવક નહીંવત છે, પરંતુ કોવિડ પ્રોટોકોલને કારણે ખર્ચો વધ્યો છે. IPL થકી થતી આવકથી બીસીસીઆઈ ફાયનાન્સિયલી મજબૂત બની શકે અને ડોમેસ્ટિક અને નીચેના સ્તરે વધુ ઇન્વેસ્ટમેન્ટ થઇ શકે. નવી ટીમ કોણ ખરીદી શકશે? : સૂત્રોના જણાવ્યા મુજબ, જે કંપનીઓનું વાર્ષિક ટર્નઓવર 3000 કરોડથી વધુ હશે તે બીડ ડોક્યુમેન્ટ ખરીદીને દાવેદારી નોંધાવી શકશે. એકથી વધુ કંપનીઓને એક ટીમ ખરીદવામાં રસ હોય તો મહત્તમ 3 કંપનીઓનું કોન્સોરશીય્મ બીડ કરી શકશે. ટીમ ખરીદવા માટેની બેઝ પ્રાઈઝ : અગાઉ બીસીસીઆઈ ટીમની બેઝ પ્રાઈઝ 1700 કરોડ રાખવા માંગતું હતું, પરંતુ નવી ટીમ ખરીદવાની ડિમાન્ડને ધ્યાનમાં રાખતાં 2000 કરોડ રાખવામાં આવી છે. કોઈ પણ કંપનીને નવી ટીમ ખરીદવા માટે લઘુત્તમ 2000 કરોડ જેટલી રકમ ચૂકવવી પડશે. ટીમનો બેઝ કયા શહેરમાં હોઈ શકે? : બીસીસીઆઈ અમદાવાદ, પૂણે, લખનૌ અને રાંચી જેવા શહેરોની ટીમ બનાવવા માટે ઉત્સુક છે. તેમાં અમદાવાદ અને લખનૌ આ રેસમાં સૌથી આગળ છે. બંને શહેરો પાસે મોટા સ્ટેડિયમ અને IPLને અનુરૂપ ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે. ફેનબેઝ, હોટેલ્સ, એરપોર્ટ કનેક્ટિવિટી જેવા પરિબળો પણ દાવેદારીને મજબૂત કરે છે. ટીમ વધવાથી કેટલી મેચનો ઉમેરો થશે? : IPL 8 ટીમ વચ્ચે ઇન્ટરનેશનલ કેલેન્ડર પ્રમાણે માર્ચ એન્ડથી લઈને જૂનના પ્રથમ અઠવાડિયા સુધી રમાય છે. ટોટલ 60 મેચની જોગવાઈ હોય છે. દસ વર્ષ અગાઉ, 2011માં દસ ટીમ સાથે 74 મેચ રમાઈ હતી. બે ટીમ ઉમેરાશે માટે ડબલ હેડર (એક દિવસમાં બે મેચ)ની સંખ્યા વધશે. આ ગણતરી પ્રમાણે અમદાવાદ શહેરની ટીમની દાવેદારી મજબૂત ગણી શકાય, કારણ કે સ્ટેડિયમની કેપેસિટી વધુ છે અને 4 મોટા ડ્રેસિંગ રૂમ છે. લોજિસ્ટિક અને મેનેજમેન્ટના સંદર્ભે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ડબલ હેડર ગોઠવવી આસાન છે. ડોમેસ્ટિક ક્રિકેટર્સને શું લાભ થશે? : અત્યારે ભારતીય ક્રિકેટ ટેલેન્ડની દૃષ્ટિએ દુનિયામાં સૌથી આગળ છે. 2 નવી ટીમ ઉમેરાવાથી 30 જેટલા ડોમેસ્ટિક ક્રિકેટર્સ અને અંડર-19 ખેલાડીઓને રમવાની તક મળશે. ઇન્ટરનેશનલ ખેલાડીઓ સાથે ડ્રેસિંગ રૂમ શેર કરવાથી માંડીને પોતાની સ્કિલને દુનિયા સમક્ષ રજૂ કરવા માટે IPL થકી તેમને તક મળશે. ⬛ nirav219@gmail.com

અન્ય સમાચારો પણ છે...