તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડણક:દસ વર્ષે થાત એટલું પરિવર્તન, કોવિડે માત્ર ત્રણ જ માસમાં કરી બતાવ્યું!

4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • Covid-19 ની વૈશ્વિક મહામારીએ આપણી દુનિયાને ઉપર-નીચે કરી દીધી છે. એક વર્ષથી પણ ઓછા સમયમાં દુનિયા ઝડપથી આપણા માટે ફાયદાકારક રીતે બદલાઈ છે

- શ્યામ પારેખ

કોવિડને કારણે થયેલા નુકસાનથી તો સૌ પરિચિત છે. જાનહાનિ, ધંધાકીય નુકસાન, આર્થિક પાયમાલી, ગરીબોને પારાવાર મુશ્કેલી એમ અનેક સમસ્યાઓની યાદી ખૂબ લાંબી છે, પરંતુ વિપરીત પરિસ્થિતિ પણ ખાનાખરાબી સાથે સાથે ઘણા સારા પરિવર્તનો પણ ભેટમાં આપી જતી હોય છે. ફાયદો કેટલો થશે એનો અંદાજ તો અત્યારે કાઢવો મુશ્કેલ છે પરંતુ પરિવર્તન કેટલું અને કેટલી બધી ઝડપથી થયું છે એ જોઈએ તો આપોઆપ ફાયદો ક્યાં-ક્યાં થશે એ દેખાઇ જશે. આવો જોઈએ થોડા આંકડાઓ અને હકીકતો.

બ્રિટનના ડોક્ટરોએ ન્યૂયોર્ક ટાઈમ્સ અખબારને જણાવ્યું છે કે ત્યાંની નેશનલ હેલ્થ સર્વિસ, જે સરકારી તબીબી સેવાઓ પૂરી પાડે છે, તે કોવિડને કારણે એક જ અઠવાડિયામાં સંપૂર્ણ રીતે પરિવર્તિત થઈ ગઈ હતી. વર્ષની શરૂઆતે લગભગ 95 ટકા ડોક્ટરો ત્યાં દવાખાનામાં રૂબરૂ પેશન્ટ્ને જોતા, પરંતુ કોવિડ બાદ લગભગ એક સપ્તાહથી પણ ઓછા સમયમાં ‘ટેલીમેડિસિન’કે વીડિયો કોલિંગથી પેશન્ટને ચકાસવા જેવું કામ 90 ટકા ડોક્ટરો દ્વારા થવા લાગ્યું હતું. આવું શક્ય બનવા માટે લગભગ 10 વર્ષ લાગવાના હતા અને વધતા ઓછા અંશે ભારત સહિત સમગ્ર દુનિયામાં પણ કંઈક આવું જ થઇ રહ્યું હતું. અમેરિકાના ઈ-કોમર્સના આંકડાઓ જોઈએ તો ખ્યાલ આવે કે, ઓનલાઇન કે ડિજિટલી, લોકો દ્વારા થતી રીટેલ ખરીદીમાં દર વર્ષે લગભગ એક ટકા જેવો વધારો નોંધાતો હતો. ‘ઈકોનોમિસ્ટ’માં પ્રસિદ્ધ થયેલા મેકેન્ઝી કન્સલ્ટિંગના એક રિપોર્ટ પ્રમાણે 2020ની શરૂઆતે અમેરિકાના સમગ્ર રીટેલમાં, ઓનલાઈનનો હિસ્સો લગભગ 18 ટકા હતો અને આ વર્ષાંતે વધીને 19 ટકાએ પહોંચવાની અપેક્ષા હતી, પરંતુ કોવિડની શરૂઆતના માત્ર આઠ અઠવાડિયામાં જ એટલે કે લગભગ બે મહિનાથી પણ ઓછા સમયમાં, આ હિસ્સો 28 ટકા ઉપરાંત થઈ ગયો! મતલબ કે બે મહિનાની અંદર લગભગ 10 વર્ષના અંતે શક્ય બનત એટલું પરિવર્તન આવી ગયું!

વિશ્વભરની અનેક મોટી કંપનીના માંધાતાઓ સાથે મળીને કરવામાં આવેલા આ ગ્લોબલ સર્વે પ્રમાણે આ કંપનીઓએ ડિજિટલાઇઝેશનનો દર ખૂબ ઝડપથી વધારી દીધો છે - પછી એ કંપનીની આંતરિક બાબતોમાં હોય, ગ્રાહક સાથે હોય કે સપ્લાય ચેન માટે હોય. આ કંપનીઓનો અંદાજ હતો કે આવનારા ત્રણ થી ચાર વર્ષ બાદ જે પડાવ ઉપર પહોંચત, તે ચાર અઠવાડિયાની અંદર આવી ગયો! અને આવી કંપનીઓ દ્વારા અપાતી ડિજિટલ કે પછી ડિજિટલી-એનેબલ્ડ પ્રોડકટ્સ અને સેવાઓ તો સાત વર્ષ આગળ વધી ગઈ. જોકે આ પરિવર્તન કાયમી રહેશે અને તે ટેમ્પરરી નથી એવું દૃઢપણે માનતી કંપનીઓએ આ દિશામાં ખૂબ રોકાણ કરવાનું ચાલુ કરી દીધું છે. તેમના મતે, આ માટે ભરપૂર ઇન્વેસ્ટમેન્ટ પણ મળી રહ્યું છે. પરિણામે ટેક્નોલોજીને લગતા નિષ્ણાતોની પણ મોટા પાયે ભરતી થઈ રહી છે. બાર કંપનીઓના આ સર્વે પ્રમાણે તેઓ પરિવર્તન માટે સામાન્ય કરતાં 20 થી 25 ગણી ઝડપથી ગતિશીલ થયા હતા. તેમના જ અંદાજ પ્રમાણે મહામારી જાહેર થયા બાદ ઝડપથી કામ કરવાની બાબતમાં આ કંપનીઓએ 40 ગણી વધુ ઝડપથી નિર્ણય લીધા હતા. મહામારી અગાઉ હાલના સ્તરે ઘરેથી કામ કરવા માટે એટલે કે ‘રીમોટ વર્કિંગ’ ચાલુ કરવા માટે લગભગ એક વર્ષ જેટલો સમય લાગ્યો હોત, પરંતુ કટોકટીને કારણે સરેરાશ 11 દિવસમાં મોટા ભાગની કંપનીઓએ રીમોટ વર્કિંગ ચાલુ કરી દીધું હતું! કંપનીઓના સમગ્ર ડિજિટલ ટ્રાન્સફોર્મેશનની વાત કરીએ તો માઇક્રોસોફ્ટના સીઇઓ સુંદર પીચાઈ કહે છે કે બે વર્ષ જેટલું પરિવર્તન અમે માત્ર બે મહિનાની અંદર જ કર્યું છે! જ્યારે અન્ય કંપનીઓમાં પરિવર્તન તેમને લગભગ પાંચ વર્ષ જેટલું આગળ લઈ ગયું છે.

આ રોગચાળો ફેલાવનાર ચીનનો દાખલો જ લઈએ તો લગભગ 50 ટકા ઉપરાંત ચીની ગ્રાહકોએ એક સર્વેમાં જણાવ્યુ કે તે લોકોએ, કામ હોય કે શોપિંગ, બધું જ ઓનલાઇન કરવાનું ચાલુ કરી દીધું છે. લગભગ 55% ઉપરાંત ચીના ગ્રાહકો કહે છે કે હવે તેઓ હંમેશાં કિરાણા-રાશન ઓનલાઇન જ ખરીદવા માંગે છે. ભારતનો દાખલો લઈએ તો એક સર્વે પ્રમાણે તાજેતરમાં ઓનલાઇન શોપિંગ શરૂ કરનાર લોકોમાં 78% એવું કહે છે કે તેઓ ભવિષ્યમાં પણ ઓનલાઇન શોપિંગ જ ચાલુ રાખશે. આંકડાઓ મુજબ વિશ્વભરમાં કેશલેસ ટ્રાન્ઝેક્શનના પ્રમાણમાં બેથી પાંચ વર્ષમાં થઇ શકે તેટલો વધારો કોવિડને કારણે નોંધાયો છે. વિશ્વભરમાં લગભગ 1.6 અબજ વિદ્યાર્થીઓને covid ને કારણે અસર પહોંચી છે. એક અંદાજ પ્રમાણે બાદ સ્કૂલે જતાં વિદ્યાર્થીઓ હવે ઓનલાઇન લર્નિંગ પાછળ લગભગ લગભગ 50 ટકાથી વધારે સમય આપે છે અને નવું જ્ઞાન ગ્રહણ કરવાની ઝડપ ઓનલાઇન પદ્ધતિથી લગભગ 60% વધી જાય છે. એક કન્સલ્ટિંગ કંપનીના તારણ મુજબ 2025 સુધીમાં, ભારતમાં ઓનલાઇન શિક્ષણમાં, દસ ગણો વધારો નોંધાઈ શકે છે.

સતર્કતા, અનુકૂલનક્ષમતા અને હકારાત્મક પરિવર્તનની જરૂરિયાત કોવિડને કારણે વધી ગઈ છે અને ઈન્ટરનેટને કારણે સર્જાયેલી ચોથી ઔદ્યોગિક ક્રાંતિને વેગ મળ્યો છે. કોવિડ પહેલાં એવો અંદાજ હતો કે આવનારા દાયકામાં વિશ્વભરમાં લગભગ 70% ઉપરાંત મૂલ્યનું આર્થિક ઉપાર્જન ડિજિટલી થશે. હવે આ લક્ષ્ય લગભગ બે-ચાર વર્ષમાં આંબી જઇએ તો નવાઈ નહીં! dewmediaschool@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો