રાગ બિન્દાસ:વાંકી વાણી રે વ્યંગની બોલેગા તો બોલોગે કિ બોલતા હૈ!

17 દિવસ પહેલાલેખક: સંજય છેલ
  • કૉપી લિંક
  • સમજદારી અને સહનશક્તિ જુડવાં બહેનો છે. હિંદીમાં હરિશંકર પરસાઈ કે શરદ જોષી જેવાં અમુક અદભુત વ્યંગકારો થઇ ગયા. 600/700 શબ્દોમાં સમાજને હલાવી નાખે એટલું ઊંડાણ એમની વાતમાં હતું

જે સમાજ, સેટાયરને રોકે- એ છેવટે લેખકને સળગાવે! (છેલવાણી) પાંડવોએ મયદાનવ રાક્ષસની મદદથી માયાવી મહેલ બનાવેલો. જેમાં જમીન દેખાય ત્યાં પાણી નીકળે ને પાણી દેખાય ત્યાં જમીન હોય. પછી પાંડવોએ ત્યાં કૌરવોને જમવા બોલાવ્યા. ત્યાં હોજમાં પાણી સમજીને દુર્યોધને છલાંગ મારી પણ ત્યાં તો જમીન હતી એટલે એના ઘૂંટણ છોલાઇ ગયા અને દ્રૌપદીએ કટાક્ષ કર્યોઃ”આંધળાંના દીકરા તો આંધળાં જ હોય ને?’ દુર્યોધન, એ વ્યંગ-બાણથી એવો તે ઘવાયો કે આખરે દ્રૌપદીનું વસ્ત્રાહરણ કરીને એણે બદલો લીધો. મહાભારત યુદ્ધનાં બીજ, પેલી રમૂજમાં હતાં. એક કરારા કટાક્ષમાં સો-સો કટાર જેટલો પાવર હોય છે. (કટાર-એટલે લાંબી છરી..માત્ર છાપાની કોલમ નહીં.) વ્યંગ રચવું તો ઠીક પણ સમજવું પણ એક કળા છે. લેખકના શબ્દોને નહીં, પણ એના ગુસ્સાનેય સમજવો પડે. કમનસીબે વ્યંગ-સેટાયર કે ‘સેન્સ ઓફ હ્યુમર’ના સિલિકોન ઇમ્પ્લાન્ટ નથી હોતા! આજકાલ આપણે ત્યાં વ્યંગ માણવાની બર્દાશ્ત ઘટી રહી છે કારણ કે આપણે સુપર સેન્સેટિવ સમાજ રહ્યા છીએ. સમજદારી અને સહનશક્તિ જુડવાં બહેનો છે. હિંદીમાં હરિશંકર પરસાઈ કે શરદ જોષી જેવાં અમુક અદભુત વ્યંગકારો થઇ ગયા. 600/700 શબ્દોમાં સમાજને હલાવી નાખે એટલું ઊંડાણ એમની વાતમાં હતું. બંનેએ બહુ વિરોધ સહેલો! શરદ જોશીએ સાહિત્યમાં બની બેઠેલા ચાલુ બડબડાટિયા બુદ્ધિજીવીઓ માટે લખેલું- ‘બુદ્ધિજીવી કી ઇક આંખ કિતાબ-પત્રિકા પર ઔર દૂસરી કિસી સાહિત્ય કે ભવન પર અટકી રહતી હૈ, જહાં સે ઉસે બુદ્ધિજીવી હોને કે કારણ કુછ લાભ મિલ સકતા હૈ. જૈસે અકાદમી, પરિષદેં, આકાશવાણી, ટી.વી., વિશ્વવિદ્યાલય, પ્રકાશન સંસ્થાન, રાજદૂતાવાસ, સેમિનાર કી સંસ્થાએં વગૈરહ.. . ઉસકી કિતાબેં નિકલતી રહતી હૈં, લેક્ચરબાઝી જૈસી પ્રવૃત્તિયાં ચલતી રહતી હૈ. દોનોં પે સતત આંખ રખને કી કોશિશ મેં બુદ્ધિજીવી ભેંગા (બાડો) હો જાતા હૈ. તન કી આંખેં ન હો, આત્મા કી આંખે અવશ્ય ભેંગી હો જાતી હૈ. વહ જ્ઞાન-પ્રાપ્તિ ઔર લાભ-પ્રાપ્તિ કી પટરિયોં પર સતત દૌડ઼ને કી કોશિશ કરતા હૈ. જબ જબ જ્ઞાન કી બાતેં કરતા હૈ, ઉસમેં સે લાભ કી દુર્ગંધ આતી હૈ. જબ લાભ કી બાતેં કરતા હૈ ઉસે કિસી સિદ્ધાંત આડે આ જાતા હૈ. બુદ્ધિજીવી કા સીના સ્વાભિમાની પૉઝ મેં, જહાં ભાષા ચમચોં કી, પર આંખેં ચિંતકોં જૈસી! ચારોં તરફ સે ચૌકન્ના, સંદર્ભ રાષ્ટ્ર કા પર ફિક્ર માત્ર અપની… બુદ્ધિજીવી કા મહજ બુદ્ધિજીવી હોના ઉસકી સબસે બડ઼ી ઢાલ હૈ, તલવાર હૈ.. . વહ બચાવ ભી કરતા હૈ ઉસી સે, જિસ પે મારતા હૈ… યહી બુદ્ધિજીવી આપકે આસપાસ હી કહીં હોગા. સાહિત્ય-સંસ્કૃતિ કી પીઠ પર સવાર.. . ખુદ કે કાર્યક્રમ બનાને કે લિયે કલા ઔર કિતાબોં કી મદદ લેતા હુઆ, આપકે આસપાસ પર આપસે દૂર, આપ પર હઁસતા, આપ કો મૂર્ખ કહતા, ગૌર સે દેખિયે, યહીં કહીં પે હોગા કહીં પર…’ ઇન્ટરવલ હમ બોલેગા તો બોલોગે કિ બોલતા હૈ! (‘કસૌટી’ ફિલ્મ) અંગ્રેજી નાટક ‘જ્યોર્જ વોશિંગટન સ્લેપ્ટ હીઅર’-(જ્યોર્જ વોશિંગટન અહીં સૂતા હતા) નાટકના રિવ્યૂ કે વિવેચનમાં એક પત્રકારે માત્ર એટલું જ લખ્યું કે– ‘સો આઇ સ્લેપ્ટ ધેર!’ (એટલે હું પણ ત્યાં-નાટક જોતાં જોતાં સૂઈ ગયો!) આને કહેવાય ઓછા શબ્દોમાં પંચ કે કટાક્ષ, પાનાં ને પાનાં ભરીને સોક્રેટિસ, શેક્સપીયર કે બાઇબલને ટાંકવાથી દર વખતે વાત ના બને! શું છે કે આપણે ત્યાં પણ લાર્જ કે એકસ્ટ્રા-લાર્જ સાઇઝના દરેક ઉંમરના ફરમાસુ વક્તાઓ, ચિંતકો કલમ-કોલમજીવીઓ અવેલેબલ છે. આવું મજાકમાં પણ કહીએ તોયે ખોટું લાગી જાય. આમેય વ્યંગ્યમાં તો અન્યાય, સિસ્ટમ કે સત્તા સામે બોલવું એ પહેલી શરત છે. હા, જોકે સુખાળવી પ્રજાના જાડા આત્માને કડવી રમૂજનો ચીમટો ભરીને હલબલાવી ના શકાય. ઘણી વાર લેખકનું પોતાનું કઠિન જીવન પણ એની પાસે ખુદ પર કટાક્ષ લખાવે છે. હિંદી વ્યંગ-સમ્રાટ હરિશંકર પરસાઇજી પોતાની જાત પર જ કેવો સરસ કટાક્ષ લખી શકે છે કે- ‘અંગ્રેજી વાર્તાકાર-ઓ. હેન્રી, જેલમાં જવાથી લેખક બન્યો ને હું બેકારીને લીધે બન્યો. એમાં પાછી એક દુર્ઘટના થઇ- મને ‘લેખક’ માની પણ લેવામાં આવ્યો. એમાં બીજી દુર્ઘટના એ ઘટી કે- મને ‘વ્યંગ-લેખક’ માની લેવામાં આવ્યો. મેં મૂરખે એને સાચું પણ માની લીધું પણ મને લોકો સલાહ આપતા થયા કે કશુંક શાશ્વત લખો જેથી અમર થઇ શકાય. જો કે એવી ‘અમર થવાની’ સલાહ આપનારા ક્યારનાયે મરી ગયા છે અને હું હજી જીવું છું કારણ કે હું આજે જે લખું છું એ કાલે મરી જાય છે ને હું ફરી ફરી રોજ નવું લખું છું! જે લેખક પોતાનું લખેલું રોજ મરતું જુએ છે એ જ અમર થાય છે! સવાલ એ છે કે જે પોતાના યુગ કે સમય સાથે ઇમાનદાર નથી એ આવનારા અનંત કાળને ઇમાનદાર કઇ રીતે હોઇ શકે?’ 5 સાલની સરકાર હોય કે 5000 કરોડના શાહુકાર સામે એક રમૂજ કે પંચ જ કાફી હોય છે. વ્યંગનો એક નાનો ડોઝ સિસ્ટમ કે સમાજને હલબલાવી શકે છે. એવામાં કોને,કોને અને કેટલા મશ્કરાઓને જેલમાં નાખશો? કાશ, કટાક્ષનાં બોટોક્સ-ઇન્જેક્શનો મળતાં હોત! એન્ડ ટાઇટલ્સ આદમ: એક જૉક કહું? ઈવ: અં… આ નહીં ચાલે… બીજો કહે! {

અન્ય સમાચારો પણ છે...