તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્ટોરી પોઈન્ટ:વેલેન્ટાઈન્સ ડે ગિફ્ટ

18 દિવસ પહેલાલેખક: માવજી મહેશ્વરી
 • કૉપી લિંક
 • સ્ત્રી ક્યારેય કોઈ ભેટ ઈચ્છતી નથી, એ તો હંમેશાં પોતાના પુરુષ તેની સાથે રહે એટલું જ ઈચ્છે છે. કોણે કહ્યું કે તારી પાસે કશું નથી? તારી પાસે સપનાં છે, ભવિષ્ય છે

આથમતા સૂરજના આછા અજવાળાંમાં રેલના પાટા દૂર સુધી ચમકતા હતા. સાડા છની ટ્રેન ચાલી ગયા પછી બે કલાક સુધી કોઈ ટ્રેન આવવાની ન હતી. રેલવે સ્ટેશનની આસપાસની ઝૂંપડપટ્ટી તરફથી આવતી તાજા વઘારની સુગંધ ઉત્તેજિત કરી દેવી હતી. પાટા ઉપર પગ લાંબા કરીને બેઠેલા કરણની મોટી આંખોમાં ન પરખાય તેવી ઉદાસી હતી. તેે ક્ષિતિજ સામે જોઈ રહ્યો. જમણી તરફથી એક આધેડ સિગારેટ પીતો પીતો પસાર થઈ ગયો. ઘડીભર તેણે યુવાન છોકરા અને છોકરી સામે અર્થપૂર્ણ રીતે જોયું અને કોઈ અજાણી ભાષામાં ગીત ગાવા માંડ્યું. કાજલે નીચે સરી આવેલા પોતાના કોરા વાળને હથેળીથી ઊંચે ચડાવતાં ધીમેથી કહ્યું, ‘કરણ આપણે અહીં સામેની વસ્તી જોવા આવ્યા છીએ? કશુંક બોલ ને. મને અકળામણ થાય છે. ક્યારથી ચૂપ બેઠો છે. શું ચાલે છે તારા મનમાં?’ કરણે ધીમેથી મોં ફેરવ્યું. કાજલને કરણની આંખોમાં પોતાનું પ્રતિબિંબ દેખાયું. ‘એય પ્લીઝ, આમ ન જો ને. મને નથી ગમતું. આજના દિવસેય તું ઉદાસ? પ્લીઝ બી હેપ્પી યાર. આજે વેલેન્ટાઈન્સ ડે છે.’ ‘અને તારા આ પ્રેમી પાસે તને નાની ગિફ્ટ આપવા માટે પણ કશું નથી.’ કરણ ઉતાવળે બોલી ગયો. કાજલના હોઠ ધ્રુજ્યા. તેણે ધીમેથી કરણનો હાથ પકડતાં કહ્યું, ‘કેવી ગિફ્ટ બોલ તો? તારી પાસે પૈસા હોત તો તું મને શું આપત? જસ્ટ બોલ તો ખરો.’ કાજલનો અવાજ ભીનો થઈ ગયો. તે કરણના હોઠ સામે તાકી રહી. કરણે નિરાશાથી માથું ધુણાવ્યું અને નાની કાંકરી ઉપાડી જોરથી ઘા કરી. કાજલે બીજીવાર કાંકરી ઉપાડવા જતા કરણનો હાથ પકડી લેતાં કહ્યું, ‘તું બોલ તો ખરો ગાંડા. તારી પાસે પૈસા હોત તો તેં મને શું આપ્યું હોત?’ ‘તું માગે એ બધું આપ્યું હોત કાજલ. મારા નસીબ મારાથી બે ડગલાં આગળ ચાલે છે. મને આશા હતી કે આ વખતે પાસ થઈ જઇશ. કાલે જ રિઝલ્ટ જાહેર થયું. હું બે માર્ક્સથી રહી ગયો છું. વિચાર્યું હતું કે આ વખતે વેલેન્ટાઈન ડે પહેલાં રિઝલ્ટ આવી જશે તો તને ખુશ કરી દઈશ. વર્ષમાં એક જ એવો દિવસ આવે છે જ્યારે યુવાન હોવાનું, પોતાની પ્રેમિકાની પડખે બેસી રહ્યાનું ગૌરવ થાય છે.’ ‘અચ્છા તો તારી પાસે પૈસા હોત તો તો તું મને ખુશ કરી દેત એમ? જાતજાતની ગિફ્ટ આપત. મને મોંઘી હોટેલમાં જમાડવા લઈ જાત. તારી પાસે બાઈક કે કાર હોત. તું મને બેસાડીને લોંગ ડ્રાઈવ ઉપર લઈ જાત. મારી આંખોમાં જોઈને તું મને કહેત- કાજલ આઈ લવ યુ. એવાં જ સપનાં જોયા છે ને? સાચું કહે આવું જ વિચારે છે ને?’ કરણે ધીમેથી માથું હલાવ્યું. ‘યુ આર ફૂલિશ. તમે પુરુષો શા માટે સ્ત્રીને સમજતા જ નથી. તું મને આટલા સમયમાં ઓળખી શક્યો? સાચું કહે ઓળખી શક્યો છે? જો ઓળખી હોત તો આજે તું ખુશ હોત. તું એ વાત ઉપર ખુશ હોત કે તારી પાસે ભલે પૈસા નથી, પણ કાજલ છે. તને મારા હોવાનો આનંદ નથી, પણ પૈસા ન હોવાનું દુઃખ છે. મને ખબર છે તું ઈમોશનલ છે. કોઈ વાતને તરત મન ઉપર લઈ લે છે. તારા પાસે મને ગિફ્ટ આપવાના પૈસા નથી એટલે જ કાલથી ન મળવાના બહાના કાઢતો હતો ને ? ઓયે ડોબા, સાચું કહું? સ્ત્રી ક્યારેય કોઈ ભેટ ઈચ્છતી નથી, એ તો હંમેશાં પોતાના પુરુષ તેની સાથે રહે એટલું જ ઈચ્છે છે. કોણે કહ્યું કે તારી પાસે કશું નથી? તારી પાસે સપનાં છે, યુવાની છે, ભવિષ્ય છે. એકાદ બે પરીક્ષામાં નાપાસ થયો તો કદી પાસ નહીં થાય એમ? પાગલ છે તું. મને કશું જ નથી જોઈતું. ફક્ત તારી હસતી આંખો જોઈએ છે. આપણી પાસે બધું જ હશે. બધું જ. સામે પેલા લોકોને જો. છે એમની પાસે કશું? તોય કેવી મસ્તીથી જીવે છે. આજના દિવસે મને એટલું જ કહે કે તું કદી ઉદાસ નહીં થાય. નિરાશ નહીં થાય. અને સાંભળ, છૂટાં પડીએ ત્યારે જોરથી કિસ કરીને આઈ લવ યુ કહીશ એ જ મારા માટે મોટી ગિફ્ટ હશે.’ કરણના હોઠ ઉપર સ્માઈલ આવ્યું. તેના શરીરમાં એકાએક લોહી ઝડપથી ફરવા માંડ્યું. ⬛ mavji018@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો