ટેક ગાઇડ:ભવિષ્યમાં નોકરીમાં સફળતા માટે ચેટજીપીટીનું જ્ઞાન જરૂરી, ટુ ધ પોઇન્ટ આન્સર માટે ઉપયોગ કરો

23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જાણકારી આપવામાં ચેટજીપીટી ગૂગલથી ઝડપી, પરંતુ ગૂગલનો વિકલ્પ નથી

છેલ્લા કેટલાક મહિનાથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ ચેટજીપીટી ચર્ચામાં છે. કોઇ કવિતા લખવાની હોય કે પછી કમ્પ્યુટર પ્રોગ્રામના કોડ્સ લખવાના હોય, ચેટજીપીટી માત્ર ક્ષણવારમાં કામ પાર પાડે છે. વિશેષજ્ઞો અનુસાર એકેડમિક્સ અને કારકિર્દી - બંનેમાં સતત તમારી સ્કિલ્સ અપગ્રેડ કરવી જરૂરી છે. ચેટજીપીટી એટલે કે ચેટ જનરેટિવ પ્રી ટ્રેન્ડ ટ્રાન્સફોર્મર છે. આ ઓપનએઆઇનો એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ચેટબોટ છે. ટેક્નોલોજીની દુનિયામાં આ એક મોટો બદલાવ છે. આગામી સમયમાં હવે પ્રી જીપીટી અને પોસ્ટ જીપીટીમાં સમજાવાશે. ચેટજીપીટી પાસે એ દરેક સવાલનો જવાબ છે જે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે, પરંતુ તે માત્ર એ જ સવાલનો જવાબ આપી શકે છે જે પહેલાંથી જ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ હોય. આ એક સોફ્ટવેર છે જે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ જાણકારી વાંચીને જવાબ આપે છે. જેમ કે જો આ લેખ લખીને કોઇ બ્લોગ પર પબ્લિશ કર્યો, તો આ જાણકારી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ હશે. આ રીતે સેંકડો આર્ટિકલ્સ વાંચીને ચેટજીપીટી પોતાનો જવાબ તૈયાર કરે છે.

ઓપનએઆઇની વેબસાઇટ પર જઇને ચેટજીપીટી પર ક્લિક કરીને તમે તેનો ઉપયોગ કરી શકો છો, પરંતુ તમને યોગ્ય સવાલ પૂછતાં આવડવું જોઇએ. સાથે જ તે વિષયની જાણકારી પણ હોવી જોઇએ. તેનાથી તમે નક્કી કરી શકશો કે જવાબ સાચો છે કે ખોટો. જો તમારે રોકેટ સાયન્સ શીખવું છે તો ચેટજીપીટી યોગ્ય વિકલ્પ નથી. બેશકપણે તે તમને બતાવશે કે ક્યા એન્ગલ પર રોકેટ ચાલશે પરંતુ તેનાથી સમગ્ર પ્રક્રિયા જાણવી જટિલ હશે.

માત્ર કોપી-પેસ્ટ ન કરો, જવાબને સમજો|
તેના ઉપયોગ માટે લર્નિંગ એક્સપીરિયન્સ ખૂબ જ જરૂરી છે કારણ કે ત્યારે જ તમે જાણી શકશો કે ચેટજીપીટી સાચું છે કે નહીં. જવાબ સીધા જ કોપી-પેસ્ટ ન કરો પરંતુ તેને સમજો. યાદ રાખો કે આ ગૂગલનો વિકલ્પ નથી. કોઇ પણ વિષય પર વિસ્તારથી જાણકારી માટે ગૂગલ ફાયદાકારક છે, પરંતુ તરત જ નોટ્સ તૈયાર કરવા માટે ચેટજીપીટી વધુ કારગર નિવડે છે.

વિદ્યાર્થીઓ તેના ઉપયોગમાં વધુ સતર્ક રહે
દેશમાં મોટા ભાગની એન્જિનિયરિંગ અને સોફ્ટવેર ડેવલપમેન્ટ ફીલ્ડમાં તેનો ઉપયોગ થાય છે. કોડિંગમાં કોઇ મુશ્કેલી આવે તો એન્જિનિયર્સ ચેટજીપીટીથી માત્ર 2 મિનિટમાં સમાધાન મેળવી શકે છે. તેનાથી પ્રોફેશનલ્સની પ્રોડક્ટિવિટી વધે છે પરંતુ વિદ્યાર્થીઓએ તેના ઉપયોગમાં સતર્કતા રાખવી જોઇએ. ઉદાહરણ તરીકે, ક્વોન્ટમ ફિઝિક્સથી જોડાયેલો કોઇ નાનો ટોપિક સમજવો છે તો તમે તેનો ઉપયોગ કરી શકો છો, પરંતુ હોમવર્ક માટે તેનો ઉપયોગ યોગ્ય નથી કારણ કે તેનાથી તમે હંમેશાં એક સોફ્ટવેર પર નિર્ભર રહેશો.

અન્ય સમાચારો પણ છે...