સોિશયલ નેટવર્ક:યુ.એસ.એ. રોબિન્સવિલ હિન્દુ મંદિર પર ડાબેરી પ્રહાર

કિશોર મકવાણા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બહુ ઓછા લોકો જાણે છે કે બી.એ.પી.એસ.માં હજારો આદિવાસીઓ-દલિતબંધુઓ હરિભક્ત છે. એટલું જ નહીં, કાર્યકર તરીકે સેવા બજાવે છે

ભારતમાં આવેલા વિદેશી ઇસ્લામી આક્રાંતાઓએ હજારો મંદિરો ધ્વસ્ત કરી નાખ્યા, પરંતુ હવે મંદિરો પર એક નવું આક્રમણ શરૂ છે અને એ આક્રમણ છે વૈચારિક. આ વૈચારિક આક્રમણનું નેતૃત્વ ડાબેરી વિચારધારાએ લીધું છે. આપણે સૌ જાણીએ છીએ કે ભારતમાં કલાત્મક મંદિરો બનાવવાની પરંપરા હજારો વર્ષ પ્રાચીન છે. આ મંદિરો ભારતીય જીવન અને સંસ્કૃતિનું એવું અભિન્ન અંગ બની રહ્યાં છે કે વ્યવસાય અર્થે ભારતીયો વિદેશોમાં ગયા, તો આ મંદિરોની વિરાસત ત્યાં પણ સાથે લઈ ગયા અને તેના આધારે પોતાના ભારતીય સંસ્કારોને ટકાવી રાખ્યા. ભૂકંપ હોય કે કોરોના મહામારી, પુર હોય કે વાવાઝોડાની આફત હોય - આ મંદિરોએ સેવાના ચિરંતન કેન્દ્ર બનીને અનેક દુ:ખી લોકોને શાંતિ અને રાહત પહોંચાડ્યા. છતાં કોઈક ખોટા પૂર્વગ્રહ અને ગેરમાન્યતાઓને કારણે કેટલાક લોકોમાં મંદિરો પ્રત્યે દ્વેષ જાગે તે માટે મંદિરો પર પ્રહારો થતા રહે છે. આવો જ એક પ્રહાર થોડા દિવસ પહેલા અમેરિકામાં નિર્માણ પામી રહેલા બી.એ.પી.એસ. હિંદુ મંદિર પર કરવામાં આવ્યો. બી.એ.પી.એસ.ના ધર્મગુરુ પ્રમુખસ્વામી મહારાજે, છેલ્લાં ત્રણ-ચાર દાયકાઓમાં અમેરિકાની ધરતી પર ભવ્ય મંદિરો રચીને પશ્ચિમી દુનિયામાં આધ્યાત્મિકતા, સંસ્કૃતિ, સેવા અને સંસ્કારની એક નવીન ચેતના જગાડી છે. દલિતો, આદિવાસીઓ, પછાત વર્ગના લોકોને કે અન્યોને નાત-જાત-ધર્મનાં ભેદ સિવાય પ્રમુખસ્વામી મહારાજે સૌને હૈયે ચાંપ્યા હતા. વંચિતોના ઝૂંપડાઓથી લઈને અઢી લાખથી વધુ ઘરોમાં રૂબરૂ જઈને, 17 હજારથી વધુ ગામો અને શહેરોમાં દિવસ-રાત ઘૂમીને, પ્રમુખસ્વામી મહારાજે લોકોની સેવા કરી, સામાજિક સમરસતાનું ઉદાહરણ રજૂ કર્યું હતું. સંસ્થાના છાત્રાલયો અને સ્કૂલોમાં હજારો વંચિત બાળકો સંસ્કાર અને શિક્ષણ મેળવી રહ્યા છે. બી.એ.પી.એસ. સંસ્થાનું સૂત્ર છે, ‘બીજાના ભલામાં આપણું ભલું...’ બહુ ઓછો લોકો જાણે છે કે બી.એ.પી.એસ.માં હજારોની સંખ્યામાં આદિવાસીઓ-દલિત બંધુઓ હરિભક્ત છે. એટલું જ નહીં, એક કાર્યકર તરીકે વર્ષોથી સેવા બજાવે છે અને કેટલાક નવયુવાનો ભગવા વસ્ત્ર પહેરીને સંત પણ બન્યા છે. પ્રમુખસ્વામી મહારાજનું એક જ સ્વપ્ન હતું કે વિદેશની ધરતી પર જે ભારતીયો સ્થાયી થયા છે, તેમને અને તેની ભાવિ પેઢીઓને, ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોની પ્રેરણા મળતી રહે તે માટે સાંસ્કૃતિક પરિસરો રચવા. એવું એક પરિસર પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી અમેરિકામાં ન્યૂજર્સી રાજ્યમાં, રોબિન્સવિલ નગરમાં રચાઈ રહ્યું છે. મંદિર-નિર્માણના આ કાર્યમાં કેટલાક એવા કારીગરોની પણ જરૂરિયાત હતી કે જે આવા સ્થાપત્યના પથ્થરકામના જ ખાસ જાણકાર કે નિષ્ણાત હોય. આથી બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા ભારતમાં મંદિર-નિર્માણની પ્રવૃત્તિઓમાં જોડાયેલા એવા કેટલાક પથ્થરકામના જાણકાર કારીગરોને પૂછવામાં આવ્યું: તેઓ એક સેવક તરીકે આ કાર્યમાં જોડાઈ શકશે? એનું મહેનતાણું પણ સારા પ્રમાણે મળશે. વર્ષોથી ભારતમાં આ કારીગરો સંસ્થાના મંદિરોમાં કામ કરીને રોજીરોટી મેળવે છે. આવા કારીગરોને ન્યૂજર્સીમાં નિર્માણ થઇ રહેલા મંદિર માટે લઇ જવા માટે વિઝા માટેની પ્રક્રિયા શરૂ થઇ. તેમણે હિન્દીમાં આપવામાં આવેલું ફોર્મ ભર્યું. એ ફોર્મના આધારે તેમના માટે વિઝાની અપીલ કરવામાં આવી. વિઝાની કાર્યવાહી દરમિયાન અમેરિકન એમ્બેસી દ્વારા દરેક વ્યક્તિનો વ્યક્તિગત ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો, તેમાંથી જેટલાને વિઝા મળ્યા તેટલા પથ્થરકામના જાણકાર કારીગરો સંસ્થા દ્વારા કરાયેલી વ્યવસ્થા મુજબ અમેરિકા સેવાકાર્યમાં પહોંચ્યા. અમેરિકામાં ગયેલા એ સ્વયંસેવકોમાંથી કોણ દલિત છે કે કોણ સવર્ણ છે, તેની લેશમાત્ર જાણ ત્યાં સેવાકાર્ય સંચાલિત કરી રહેલા લોકોને કે ભારતમાંથી પસંદગી કરનાર કે તેમને મોકલવાની વ્યવસ્થા કરનાર કોઈને નહોતી અને આજે પણ નથી. આથી બધા જ કારીગરો અને મંદિરના વ્યવસ્થાપકો-સેવકો બધા એક જ રસોડે જમે, સરખી સુવિધામાં રહે, તેમને માટે અમેરિકામાં સ્થાનિક સરકારી તંત્ર દ્વારા માન્ય થયેલી એ. સી. અને શિયાળામાં હીટરની વ્યવસ્થા યુક્ત હંગામી આવાસની સુંદર વ્યવસ્થા છે. પરંતુ પશ્ચિમની ધરતી પર આવું મોટું હિન્દુ મંદિર રચાતું હોય એ હંમેશાં ભારત તેમ જ ભારતીય સંસ્કૃતિ વિરુદ્ધ કામ કરતી કેટલીક ફોરેન ફંડધારી એનજીઓના માનસમાં આ વાત પચી નહીં. આથી છેલ્લા ચારેક વર્ષથી મંદિર નિર્માણ કાર્યમાં વિવિધ બહાને અડચણો ઊભી કરવાના પ્રયાસો ડાબેરી એનજીઓના માધ્યમથી થતા રહ્યા છે. ઉદેપુરસ્થિત ‘આજીવિકા બ્યુરો’ નામની એક એનજીઓ વતી પ્રિયંકા જૈન અને આભા મિશ્રા વગેરે એક્ટિવિસ્ટોએ કંઇ રીતે ષડયંત્ર રચ્યું? એ હવે જોઇશું. ⬛ namaskarkishore@gmail.com

અન્ય સમાચારો પણ છે...