તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દૂરબીન:તુલસી ઇસ સંસાર મેં ભાત ભાત કે રંગબેરંગી નોઇસ!

એક મહિનો પહેલાલેખક: કૃષ્ણકાંત ઉનડકટ
  • કૉપી લિંક
  • વ્હાઇટ નોઇસ મનને શાંતિ આપે છે. તેનાથી કોન્સન્ટ્રેશન વધે અને ઊંઘ પણ સારી આવે છે. ધ્વનિ દિલ, દિમાગ અને સ્વાસ્થ્ય પર અસર કરે છે!

અવાજ, ધ્વનિ, નોઇસ! તમે ક્યારેય માર્ક કર્યું છે કે, તમારી આસપાસ કેટલી જાતના અવાજો આવે છે? બે ઘડી આંખો બંધ કરીને સાંભળીએ તો ખબર પડે કે કેટલી બધી જાતના અવાજો આવતાં જ રહે છે! ક્યાંક કોઇક પંખી બોલી રહ્યું છે, કોઇ વાહન પસાર થાય છે, ક્યારેક કોઇ બાળકના હસવાનો અવાજ આવે છે, કોઇ ઝઘડતું હોય ત્યારે એના બરાડા સંભળાય છે, ઘરનું ફ્રિજ સતત ઝીણો અવાજ કરતું રહે છે. એરકન્ડિશન સતત ગાજતું રહે છે. કંઇ ન હોય ત્યારે ઘડિયાળની ટિક ટિક પણ સંભળાતી રહે છે. આપણને કેટલાક અવાજોની એવી આદત પડી ગઇ હોય છે કે, એના વગર ખાલીપો લાગવા માંડે છે. ભગવાને આપણને સાંભળવાની અદ્્ભુત શક્તિ આપી છે. એનો એક માઇનસ પોઇન્ટ પણ છે કે, ઘણુંબધું ધરાર સાંભળવું પડે છે. સાંભળવાની ઇચ્છા ન હોય તો પણ કેટલાક અવાજો કાને અથડાતા રહે છે. કોઇક અવાજ ખુશી પણ આપે છે. વાંસળી વેચવા નીકળેલો માણસ વાંસળી વગાડતો હોય અને એમાં આપણું ગમતું ગીત વાગતું હોય ત્યારે મન ઝૂમી ઊઠે છે. રોજ નિશ્ચિત સમયે આપણી શેરીઓમાં કેટલાક ફેરિયા કંઇક ને કંઇક વેચવા નીકળે છે. શાકભાજી, ફ્રૂટ વેચનારા કે પસ્તી ખરીદનારા અનેરા લહેકામાં અવાજો આપતા હોય છે. ઘરમાં જો કોઇ નાનું બાળક હોય તો એ પોતાની સ્ટાઇલમાં એના ચાળાં પણ પાડતું હોય છે. કોઇક દિવસ એ ફેરિયો ન નીકળે ત્યારે એની સાથે કોઇ નાતો ન હોવા છતાં એ યાદ આવી જાય છે! આ બધા અનાયાસે આવતા અવાજો છે, ઘણુંબધું આપણે ઇચ્છાથી સાંભળતાં હોઇએ છીએ. એ સમયે સાંભળવાની આપણી માનસિક તૈયારી હોય છે. મન ઠેકાણે ન હોય ત્યારે આપણને ગમતું કંઇ વાગતું હોય તો પણ આપણું ધ્યાન હોતું નથી. તમને શું સાંભળવું ગમે છે? તમે જે સાંભળો છો એનો રંગ કયો છે? તમને થશે, અવાજના રંગ હોય? હા, નોઇસના પણ કલર હોય છે. દુનિયામાં આજકાલ વ્હાઇટ નોઇસ ચર્ચામાં છે. વ્હાઇટ નોઇસ એટલે એવું સંગીત જે આપણા દિલ અને દિમાગને શાંતિ આપે. વ્હાઇટ નોઇસ આજકાલ ઇનથિંગ છે. લોકો શાંતિ માટે શાંત મ્યુઝિક એટલે કે વ્હાઇટ નોઇસ સાંભળવાનું પસંદ કરે છે. મ્યુઝિકલ પ્લેટફોર્મ સ્પોટીફાયના ચાર્ટમાં વ્હાઇટ નોઇસ ટોપ પર હતું. ડિવોશનલ મ્યુઝિક સાંભળીને લોકો શાતા મેળવવાનો પ્રયાસ કરે છે. હવે તો પાર્લરોમાં પણ બ્યૂટીની સાથે બ્રેઇનને સુંદરતા બક્ષે એવું સંગીત વગાડવાનો ટ્રેન્ડ છે. હવે ઊંઘવા માટે સ્લીપા મ્યુઝિક છે. આ સંગીત તમને રિલેક્સ કરી અને ઊંઘ લાવવામાં મદદરૂપ બને છે. એક્સપર્ટ્સ તો એવું કહે છે કે, મ્યુઝિક તો જ અસર કરશે જો મગજ ઠેકાણે હશે અને મન સ્થિર હશે. કોન્સન્ટ્રેશન માટે સંગીત છે, એ માટે સંગીત પર કોન્સન્ટ્રેટ કરવું પડે છે. સંગીતની શક્તિનો ઇનકાર કોઇ કરી શકે એમ નથી. ખેતરમાં સંગીત વગાડવાથી પાક સારો થાય છે થી માંડીને ગાય-ભેંસને સંગીત સંભળાવવામાં આવે તો એ દૂધ વધારે આપે છે ત્યાં સુધીના પ્રયોગો થયા છે. આજકાલ વ્હાઇટ નોઇસ મશીન ધડાધડ વેચાઇ રહ્યા છે. બાળકને સૂવડાવવા માટે પણ ખાસ મશીન હોય છે! હવે હાલરડાં ગાવાનો તો આમેય કઇ મા પાસે સમય છે? સમય છે એને હાલરડાં આવડતાં નથી! વ્હાઇટ ઉપરાંત બીજા રંગના પણ નોઇસ હોય છે. પિંક નોઇસ, બ્લૂ નોઇસથી માંડીને વાયોલેટ, ગ્રે, રેડ, ગ્રીન જેવા અનેક કલરફૂલ નોઇસ છે. આપણને મુખ્ય રંગો માટે જા નિ વા લી પી ના રા ખબર છે, પણ જુદા જુદા અવાજોને તો તેનાથી પણ વધુ રંગોમાં વિભાજિત કરાયા છે. ઓડિયો એન્જિનિયરિંગમાં આવું ભણાવવામાં આવે છે. ઓડિયો સિગ્નલ્સથી માંડીને ઓડિયો ટેક્સચર સુધીનું અવાજોનું પણ ગજબનું સાયન્સ છે. અમુક અવાજો લાઇટ એટલે કે હલકાફૂલકા હોય છે. અમુક એવા તીવ્ર હોય છે કે, મગજની નસો ફાટફાટ થવા લાગે. ઘરની બાજુમાં કોઇ બીલ્ડિંગ બનતું હોય કે બાજુના ઘરમાં ફર્નિચરનું કામ ચાલતું હોય ત્યારે આપણી સહનશક્તિ મપાઇ જાય છે. અમુક અવાજો આપણી જિંદગી સાથે જોડાઇ ગયા હોય છે. પોતાની વ્યક્તિ આપણને લાડકા નામે અને ચોક્કસ લહેકામાં પોકારે છે. એ અવાજ એ વ્યક્તિ પાસે ન હોય ત્યારે પણ ક્યારેક સંભળાતો રહે છે. એવા અવાજ જિંદગીની મૂડી હોય છે. અમુક લોકોનો અવાજ એવો કર્કશ હોય છે કે, આપણને થાય કે હવે આ બંધ થાય તો સારું. અમુકનો અવાજ જ સંગીત જેવો હોય છે, થાય કે સાંભળતાં જ રહીએ! આપણે અવાજોથી સતત ઘેરાયેલા રહીએ છીએ, અવાજોની કેદમાં હોઇએ છીએ એવું કહીએ, તો પણ ખોટું નથી. કોઇ ફરવાના સ્થળે જઇએ ત્યારે થાય છે કે, કેવી શાંતિ છે! માણસના મન એ હદે વિહ્્વળ અને વિચલિત થતાં જાય છે કે એ આજુબાજુમાંથી આવતા અવાજો સાથે કનેક્ટ થઇ શકતા નથી. નોઇસ ગમે તે રંગનો હોય, મન મૂરઝાયેલું હોય તો ગમે તે રંગનો અવાજ બ્લેક જ લાગે છે! પેશ-એ-ખિદમત મુમકિન હૈ વો દિન આએ કિ દુનિયા મુજે સમજે, લાજિમ નહીં હર શખ્સ હી અચ્છા મુજે સમજે, હૈ કોઇ યહાં શહર મેં ઐસા કિ જિસે મૈં, અપના ન કહૂં ઔર વો અપના મુઝે સમજે. -રસા ચુગતાઇ kkantu@gmail.com

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો