તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માયથોલોજી:વૃક્ષો અને ભારતીય પુરાણશાસ્ત્ર

13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પ્રાચીન ભારતમાં વનસ્પતિઓને ખૂબ મહત્ત્વ આપવામાં આવતું હતું. તેને બ્રહ્માનાં કેશથી જન્મેલા, પરમાત્માનું પહેલું સ્વરૂપ માનવામાં આવતું હતું

પૌરાણિક શાસ્ત્રોમાં વૃક્ષોની મહત્ત્વની ભૂમિકા છે. તેને પૂજનીય માનવામાં આવે છે. કેટલીક વાર તેને દેવતા માની પૂજવામાં આવે છે. આનો પ્રથમ ઉલ્લેખ સોમની ઉપાસનામાં જોવા મળે છે. ઋગ્વેદમાં ઉલ્લેખાયેલી એક રહસ્યમય અને ભ્રામક ઔષધિ, જે છોડ અને દેવ બંને છે. તેને મસળીને તેમાંથી નીકળતા રસને ગાળીને એક વિસ્તૃત અનુષ્ઠાનમાં અગ્નિને સમર્પિત કરવામાં આવે છે જેથી મુખ્ય વૈદિક દેવતા, ઇન્દ્રનું આહ્વાન કરી એમને શાંત કરી શકે. આ ઉપરાંત, અથર્વવેદમાં આપણને દર્ભ ઘાસ, ભાંગ અને યવ (જે જવ અથવા ચોખા હોઈ શકે)ની ઉપાસના જોવા મળે છે. આજે, 3000 વર્ષ પછી પણ, ચોખા અને દર્ભ ઘાસ, હિંદુ વિધિઓનો ભાગ છે, જે સાતત્યની નિશાની છે. આપણે હજી પણ નથી જાણતા કે શા માટે શિવ અને બલરામને મંદિરની વિધિઓમાં અને કેટલાક તહેવારોમાં અર્પણ કરવામાં આવતી ભાંગને સમાજના મુખ્ય પ્રવાહમાં સ્વીકારાતી નથી. વૈદિક સમયગાળાની જંગલની દેવી અરણ્યાનીને આજે પણ ગ્રામીણ ભારતમાં વન-દેવી અથવા વન-ચંડી અથવા સુંદરવનમાં રહેતા મુસ્લિમો દ્વારા બૉન-બીબી તરીકે પૂજવામાં આવે છે. જેનાથી જાણવાં મળે છે કે દેવીનો છોડવાઓ સાથે ઊંડો સબંધ છે. કલામાં, શાલમંજીકાની છબી સૌથી લોકપ્રિય છબીઓમાંની એક છે. આ છબીમાં એક સ્ત્રી શાલ અથવા અશોકના વૃક્ષની શાખાઓ (ડાળીઓ) ધારણ કરતી જોવા મળે છે. બુદ્ધને જન્મ આપતી વખતે, તેમની માતાએ પણ આ જ મુદ્રા ધારણ કરી હતી. આમ, બૌદ્ધ લોકો માટે પણ વૃક્ષો પૂજનીય હતા. બુદ્ધે પીપળાનાં વૃક્ષ નીચે નિર્વાણ પ્રાપ્ત કર્યું હતું. મહાવીરે શાલ વૃક્ષ નીચે મોક્ષ પ્રાપ્ત કર્યો હતો. આ યુગના પ્રથમ તીર્થંકર ઋષભ માટે રાયણ બોર પૂજનીય છે. હિંદુ ભિક્ષુઓ મોટે ભાગે પીપળાનાં વૃક્ષ નીચે જોવા મળે છે. વિષ્ણુને વટવૃક્ષનાં પાંદડા પર તરતાં બાળક રૂપે કલ્પિત કરવામાં આવે છે. ભગવદ્્ ગીતામાં, કૃષ્ણ પોતાને આ વૃક્ષ સાથે જોડે છે. સ્મશાન નજીક ઊગતું આ વૃક્ષ ભૂતો અને વૃક્ષના આત્માઓ સાથે પણ સંકળાયેલું છે. નવરાત્રિ દરમિયાન દુર્ગાને તમામ વનસ્પતિઓની માતા શાકંભરી તરીકે પૂજવામાં આવે છે. નવ દિવસના તહેવાર દરમિયાન પૂજવામાં આવતી દેવીઓનાં નવ રૂપ વાસ્તવમાં વિભિન્ન ઔષધીય ગુણો તેમજ સ્ટાર્ચથી ભરપૂર નવ છોડ છે. આ નવ છોડ (નવ-પત્રિકા): કેળ, હળદર, દાડમ, બિલ્વ, ચોખા, અશોક, જયંતી (લગભગ વિલુપ્ત), અરૂમ અને અરબી છે. આ નવ છોડને અપરાજિતા નામની વેલ સાથે બાંધવામાં આવે છે, જેનાં ફૂલો સ્ત્રીનાં અંગ જેવા દેખાય છે. તેને કોલા બો અથવા ઘરની મુખ્ય મહિલા તરીકે પૂજવામાં આવે છે. કેટલાક કોલા બોને ગણેશની માતા માને છે અને કેટલાક તેને ગણેશની પત્ની માને છે. દશેરા પર, મહારાષ્ટ્રમાં આષ્ટાનાં પાન વહેંચવામાં આવે છે, કારણ કે તે સોનાનાં સિક્કાઓ જેવા દેખાય છે જે સમૃદ્ધિનું પ્રતીક છે. મા દુર્ગા પહેલાં ગણેશની પૂજા કરવામાં આવે છે. પરંપરાગત રીતે, તેમની પૂજામાં 21 છોડ (પત્ર-પૂજા) અર્પણ કરવામાં આવે છે: શમી, ભૃંગી, બિલ્વ, દુર્વા, બેર, ધતુરા, તુલસી, સેમ, અપામાર્ગ, ભટકટૈયા, સિંદૂર, તેજ, અગસ્ત્ય, કનેર, કદલી, અર્ક, અર્જુન, દેવદાર, ગદારી, મરૂઆ અને કેતકી. આમાંના મોટાભાગના ઔષધીય છોડ છે અને કેટલાક ઝેરી પણ છે. આજે કોઈ પણ પૂજા શ્રીફળ અથવા સોપારીનાં પાન અને સોપારીનો ઉપયોગ કર્યા વિના પૂર્ણ થતી નથી. દક્ષિણ ભારતમાં સાપ અને દેવીઓ સાથે સંકળાયેલા ચંદન, આમલી અને લીમડાથી ભરેલા પવિત્ર, સુરક્ષિત બગીચાઓ હોય છે. આ બધા પરથી એ સ્પષ્ટ થાય છે કે પ્રાચીન ભારતમાં વનસ્પતિઓને ખૂબ મહત્ત્વ આપવામાં આવતું હતું. તેને બ્રહ્માનાં કેશથી જન્મેલા, પરમાત્માનું પહેલું સ્વરૂપ માનવામાં આવતું હતું. ⬛

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો