સ્પોર્ટ્સ:થોમસ કપ જીત - દેર આયે દુરસ્ત આયે

નીરવ પંચાલએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગત રવિવારે કિદાંબી શ્રીકાંતે ભારતના બેડમિન્ટન ઇતિહાસમાં પહેલી વાર દેશને પ્રથમ થોમસ કપ અપાવીને પોતાનું નામ સુવર્ણ અક્ષરે દર્જ કરાવી દીધું છે. પોતાના જીવનની સૌથી મહત્ત્વની મેચ રમતા શ્રીકાંતે જોનાથન ક્રિસ્ટી સામે 21-15, 23-21થી જીત મેળવી હતી. ભારત જ્યારે ક્રિકેટની મેચ જીતે છે ત્યારે આનંદ થવો સ્વાભાવિક છે પરંતુ ક્રિકેટ સિવાયની રમતોમાં ભારતની જીત થાય ત્યારે આનંદ બમણો થઇ જાય છે. ભારતીય શટલર્સ પર છેલ્લા કેટલાક સમયથી મહત્ત્વની ઇન્ટરનેશનલ ઈવેન્ટ્સમાં સાતત્યભર્યો દેખાવ ન કરી શકવાનું મહેણું લાગતું હતું તે આ જીતથી તૂટી ગયું છે. બહુત કઠિન થી ડગર પનઘટ કી થોમસ કપ જીતવાની ઘટના જેટલી રોમાંચક છે તેટલી જ રોમાંચક તેની બેકસ્ટોરી પણ છે.જ્યારે બેડમિન્ટન એસોસિયેશન ઓફ ઇન્ડિયાએ સિંગલ સ્પેશિયલિસ્ટ પરંતુ ટોપ-15માં પોતાનું સ્થાન ગુમાવી ચૂકેલા પરંતુ ફોર્મમાં પરત આવેલ એચ. એસ. પ્રણયને ટીમમાં સિલેક્ટ કરવાનો નિર્ણય લીધો ત્યારે ઘણા ફેન્સ અને વિશેષજ્ઞોએ વિરોધ નોંધાવેલો. તે સિવાય ટોક્યો ઓલિમ્પિક બાદ કોચ વગર રમતા ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાઇરાજ રેડ્ડીનો સમાવેશ પણ ચર્ચાસ્પદ રહ્યો હતો. એસોશિયેશને ટીમ સિલેક્શન માટે એપ્રિલ મહિનાથી થોમસ કપ, કોમન વેલ્થ અને એશિયન ગેમ્સ માટે ટ્રાયલ ગોઠવી દીધી હતી. નિયમ મુજબ ટોપ-15 રેન્કિંગ ધરાવતા તમામ ખેલાડીઓને ટીમમાં બારોબાર એન્ટ્રી હતી પરંતુ તે સિવાયના તમામ ખેલાડીઓએ ટ્રાયલમાં રમીને ટીમમાં પોતાનું સ્થાન પાકું કરવાનું હતું. એક વાર ટીમ બન્યા પછી તમામ ખેલાડીઓ અને કોચનું વિઝન અને ઇવેન્ટ માટેની તૈયારીઓમાં કોઈ પણ કમી રાખવામાં આવી નહોતી. જો તમામ ખેલાડીઓ ફિટ અને ઈજામુક્ત રહે કોઈ પણ ટીમ સામે પાંચ મેચ જીતવાનો આત્મવિશ્વાસ ભારતીય ટીમ પાસે હતો જ પરંતુ શરૂઆતમાં લક્ષ્ય સેન ફૂડ પોઇઝનિંગનો શિકાર બની ગયો. તે સિવાય ચાઈનીઝ તાઈપેઇ સામે 2-3 થી હાર થતાં ટીમને નવેસરથી સ્ટ્રેટેજી બનાવવાની ફરજ પડી. ભારતીય ટીમે 3-2થી પહેલા મલેશિયા અને ત્યારબાદ એ જ સ્કોરલાઇન સાથે ડેનમાર્ક સામે જીત મેળવતા પ્રથમવાર પોડિયમ ફિનિશની શક્યતા ભી થઇ હતી. તેમાં પણ ડેનમાર્ક સામે પાંચ મેચ પોઇન્ટની તક ગુમાવ્યા બાદ પણ 21-18, 21-23 અને 22-20થી સાત્વિક ચિરાગની જોડીએ ડેનમાર્કની ટીમને હાર આપી હતી. ફાઇનલમાં ઇન્ડોનેશિયા સામે લક્ષ્ય સેને એન્થોની ગિનટીંગને 7-21, 21-17 અને 21-16થી હરાવીને 1-0 લીડ અપાવી. ત્યારબાદ સાત્વિક સાઇરાજ અને ચિરાગની જોડીએ મોહંમદ એહસાન અને કેવિન સુકમુલજોને 18-21, 23-21 અને 21-19થી હરાવીને લીડ 2-0 થી આગળ કરી. હવે વારો શ્રીકાંતનો હતો. તેણે પોતાના વર્ષોનો અનુભવનો નિચોડ કાઢી જોનાથન ક્રિસ્ટી સામેની મેચમાં 21-15 અને 23-21થી શાનદાર જીત મેળવીને ઇન્ડોનેશિયાની ટીમને 3-0થી ધરાશાયી કરી દીધી. ટ્રેડિશનલી ચીન, મલેશિયા, ડેનમાર્ક અને ઇન્ડોનેશિયા બેડમિન્ટનના બિગ ફોર ગણાય છે. આ જીત સાથે ભારતીય ટીમે બિગ ફોરમાંથી બિગ ફાઈવ થવાના એંધાણ આપી દીધા છે. ભૂતકાળમાં ભારત શ્રીલંકા સામે 1-5 અને પાકિસ્તાન સામે 2-5 જેવા કંગાળ સ્કોર સાથે હાર્યું હતું પરંતુ આજે ભારતીય બેડમિન્ટન પાસે સ્પેશિયલિસ્ટ ખેલાડીઓ અને બેન્ચ સ્ટ્રેન્થ છે. પહેલી વાર એવું બન્યું છે કે જ્યારે સમગ્ર ટીમ એક સાથે એક જ વેન્યુ પર રમી રહી હોય. જ્યારે સિંધુ રમતી ત્યારે સાઈના ન હોય, ડબલ્સ રમતા હોય ત્યાં સિંગલ્સના ખેલાડીઓ ગેરહાજર હોય પરંતુ આ વખતે સમગ્ર ટીમ એકજૂથ બનીને પોતાના લક્ષ્ય માટે ઝુઝારું બનીને રમી અને જીતી. ⬛ nirav219@gmail.com

અન્ય સમાચારો પણ છે...