તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

Sci-લેન્ડ:સૂર્યપ્રકાશની મદદ વગર ઘરને ઝળહળાં કરશે આ સોલાર પેનલ!

14 દિવસ પહેલા
 • કૉપી લિંક

સૂર્યઊર્જાનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થાય એ માટે હવે ભારત સરકાર પણ સોલાર-પેનલના ઇન્સ્ટોલેશન પર સબસીડી આપવા માંડી છે, કારણ કે પુન:પ્રાપ્ય ઊર્જાસ્ત્રોતોની યાદીમાં સૂર્ય, પવન, જળ હંમેશાં મોખરે છે. ફિલીપાઇન્સની મેપુઆ યુનિવર્સિટીમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા કાર્વે મેગ નામના 27 વર્ષના યુવાને સૂર્યઊર્જાના ઉપયોગ અને સોલાર પેનલની પરિભાષા બદલી નાંખતા પ્રોજેક્ટની શરૂઆત કરી છે, જેને વિશ્વવિખ્યાત ‘ડાયસન સસ્ટેનિબિલિટી એવોર્ડ’થી નવાજવામાં આવ્યો છે. સૂર્યપ્રકાશ થકી ઊર્જા મેળવતી સોલાર-પેનલનું નબળું પાસું એ છે કે ચોમાસાના વાદળછાયા વાતાવરણમાં તે નકામી બની જાય છે. આખું ઘર ચાલી શકે એટલો પાવર તો છોડો, પરંતુ પરિવારના ચાર-પાંચ સભ્યો હૂંફાળા ગરમ પાણીથી નહાઈ શકે એટલી સગવડ પણ સચવાતી નથી. કાર્વેને પણ આ જ બાબત સતાવતી હતી, આથી તેણે વર્ષોની મહેનત બાદ એવી સોલાર પેનલ તૈયાર કરી, જે સૂર્યપ્રકાશ નહીં, પરંતુ અલ્ટ્રાવાયોલેટ કિરણો પર આધાર રાખે છે. કોન્સેપ્ટનું નામ છે: ઓરેસ (AUREUS–અરોરા રિન્યુએબલ એનર્જી અને અલ્ટ્રાવાયોલેટ સિક્વેસ્ટ્રેશન), જેનો સૌથી ફોટો ફાયદો એ છે કે પારજાંબલી કિરણોનું ઉત્સર્જન કરતી કોઈ ચીજવસ્તુ પણ હવે આ પ્રકારની સોલાર-પેનલને ચાર્જ કરી શકશે! જેમ કે, ફળ કે શાકભાજી. અલ્ટ્રાવાયોલેટ કિરણોનું પ્રકાશઊર્જામાં રૂપાંતર કરી શકવાની ક્ષમતા કાર્વેની સોલાર-પેનલને ખાસ બનાવે છે. સરળ ભાષામાં એમ કહી શકાય કે, માણસજાત જેમ ઓક્સિજનને શ્વાસમાં લઈ કાર્બન ડાયોક્સાઇડને ઉચ્છવાસમાં બહાર ફેંકે એવી જ અદ્દલોદ્દલ પ્રક્રિયા એટલે‘ઓરેસ’! પ્રયોગાત્મક સ્તર પર કાર્વેએ પોતાના અેપાર્ટમેન્ટની બારી પર ત્રણ બાય બે ફૂટની લીલા રંગની સોલાર-પેનલ બેસાડી હતી. ડાયસન એવોર્ડ માટે પોતાના નામની નોંધણી કરાવતી વેળા તેણે પ્રયોગમાં દર્શાવ્યું કે ‘ઓરેસ’ કોન્સેપ્ટ પર કામ કરતી આ નાનકડી સોલાર પેનલને લીધે દિવસમાં બે મોબાઇલ ફોનને સંપૂર્ણપણે ચાર્જ કરી શકાય છે. તેણે એ પણ પૂરવાર કર્યુ કે જો આખેઆખા કમર્શિયલ બિલ્ડિંગ અથવા ઘર પર સોલાર-પેનલ બેસાડવામાં આવે તો અલ્ટ્રાવાયોલેટ લાઇટની મદદથી જ ઇલેક્ટ્રિસિટી જનરેટ કરી શકવી સંભવ છે. ભવિષ્યમાં ‘ઓરેસ’ના વપરાશથી કાપડ-ઉદ્યોગમાં પણ પરિવર્તન આવવાની શક્યતા છે. સોલાર-પેનલના નાના સ્વરૂપને કાપડ પર બેસાડવાથી રિસ્ટ-વોચ, હેડફોન્સ વગેરે ડિવાઇસ પણ ચાર્જ કરી શકાશે. કાર્વેને ‘જેમ્સ ડાયસન ખિતાબ’ મળ્યો, એમાં ફક્ત તેની મહેનત નહીં, વિઝન પણ જવાબદાર છે. દુનિયાભરમાંથી કુલ 1800 અરજી આવી હતી, જેમાં માનવજાત માટે ફાયદારૂપ જુદા જુદા વૈજ્ઞાનિક પ્રયોગો સામેલ હતાં. કાર્વેનો ‘ઓરેસ’ કોન્સેપ્ટ આમાં બધાંથી અલગ તરી આવતો હતો, કારણ કે તેણે સોલાર-પેનલ ડેવલપ કરવા માટે ખેતરોમાં મળી આવતાં વધારાના નીંદણનો ઉપયોગ કર્યો હતો! વિચાર કરો, જે વસ્તુને આપણે ત્યાં નકામી માનીને ઢોરને ચારા તરીકે ખવડાવી દેવામાં આવે છે, એમાંથી ફિલીપાઇન્સના જુવાનિયાએ પેનલ બનાવી! આ પ્રયોગ સોલાર-પેનલનો કઈ રીતે વિકલ્પ બની શકે? ચોમાસા દરમિયાન સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં વાદળ ભેદીને આવતાં અલ્ટ્રાવાયોલેટ કિરણો ઝીલવાની ક્ષમતા ‘ઓરેસ’ પેનલ્સ પાસે છે. આમ છતાં ‘ડાયસન એવોર્ડ’ વિજેતા વૈજ્ઞાનિક કાર્વે પોતાના પ્રોજેક્ટ પર વધુ કામ કરવા માંગે છે. એવોર્ડના પુરસ્કાર સ્વરૂપે મળેલા 30,000 પાઉન્ડમાંથી તે ‘ઓરેસ’ને વધુ સસ્તી ટેક્નોલોજી બનાવવા માગે છે. સૂર્યઊર્જાના ઉપયોગના મામલે ઘણા નવીનતમ પ્રોજેક્ટ્સ દુનિયામાં જોવા મળી રહ્યા છે. ચીનનું પાન્ડા સોલાર-ફાર્મ તો યાદ જ હશે? પાન્ડાના આકારમાં ચીનની સરકારે આખું એક સોલાર-ફાર્મ બનાવ્યું છે, જે 250 એકર જમીનમાં વિસ્તરેલું છે. કુલ 3 અબજ ડોલરમાં નિર્માણ પામેલાં સોલાર-ફાર્મનો આકાર પાન્ડા જેવો હોવાથી તે વિશ્વમાં પ્રખ્યાત થયું છે. ચીનના કુલ 10,000 ઘરોને આખું વર્ષ ચાલે એટલી ઇલેક્ટ્રિસિટી પૂરી પાડવામાં સોલાર ફાર્મનો બહુ મોટો ફાળો છે. ભારત હજુ પણ કોલસા પર નિર્ભર રહે છે, જેને કારણે વિશ્વના ઘણા દેશો આપણી ટીકા કરી ચૂક્યા છે. આ મામલે ભારત સરકાર ક્યારે સજાગ બને એ ખ્યાલ નથી, કારણ કે આપણા દેશમાં‘ઘર કી મુર્ગી, દાલ બરાબર’ છે. બારે માસ સૂર્યદેવ આપણા પર મહેરબાન હોવા છતાં તેનો જોઈએ એટલો ઉપયોગ થતો નથી.⬛ bhattparakh@yahoo.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો