તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાિહત્ય વિશેષ:એક તેજસ્વી કલમનો ઉદય

22 દિવસ પહેલાલેખક: રઘુવીર ચૌધરી
 • કૉપી લિંક
 • કુદરતી શક્તિને લેખિકાએ સ્વાદપ્રિય, વિવિધ કલાઓની ઉપાસનાથી કેળવી છે

દેવાંગી ભટ્ટ અગાઉ અમદાવાદમાં અર્થશાસ્ત્રનું અધ્યાપન કરતાં હતાં. અત્યારે મુંબઈમાં રહી નાટક અને અન્ય કલાઓના ક્ષેત્રે કામ કરે છે. એમના પતિ પ્રો. કમલ જોશી લુણાવાડામાં અંગ્રેજીના અધ્યાપક છે. અભિનેતા અને દિગ્દર્શક તરીકે વિખ્યાત છે. શ્રીમતી દેવાંગી ભટ્ટે લેખનની શરૂઆત મોડી કરી. વાર્તાઓ લખી. પ્રથમ પુસ્તક ‘પર્સપ્શન’ છવ્વીસ વાર્તાઓનો સંગ્રહ છે. પછી નવલકથા પણ આપી છે. ‘અસ્મિતા’, ‘વાસાંસિ જીર્ણાનિ’, ‘અશેષ’, ‘સમાંતર’ અને ‘ફેસબુક ઓફ મિ.રાય’ આ બધાં પુસ્તકો વિશે એમણે ‘સમાંતર’ને અંતે લખ્યું છે. બધાં પુસ્તકો વાંચવાનું મન થાય એવું વિષયવસ્તુ છે. ‘સમાંતર’ કથા એમણે ગાંધીજી અને હેડગેવારને અર્પણ કરી છે. ‘વાસાંસિ જીર્ણાનિ’ની પ્રસ્તાવના નાટ્યવિદ અને અભ્યાસી મિહિર ભૂતાએ લખી છે. એ પરથી અનુમાન થાય કે લેખિકા વિવેકાનંદનું ભારત ઝંખતાં હશે. એમણે વિવિધ પ્રયોગો અને રચનારીતિ ધરાવતી કથાકૃતિઓનો અભ્યાસ કર્યો હશે. તેથી ‘વાસાંસિ જીર્ણાનિ’ પ્રયોગશીલ પાત્રપ્રધાન કથા બની છે. પોલોમા ચટ્ટોપાધ્યાયના ઘરની ત્રણ કોઠીઓ સાથે ત્રણ નારીઓની કથાઓ સાંકળી છે. ઓરોરા, રાબિયા અને માંઘી- આ ત્રણ નારીઓનાં ચરિત્ર પ્રત્યક્ષ થાય છે. આમાં ઓરોરાની કથા લખવા માટે સ્વાધ્યાય અને સર્જનાત્મકતાની સવિશેષ મૂડી જોઈએ જેની દેવાંગી બહેને પ્રતીતિ કરાવી છે. લેખિકા એકવીસમી સદીનાં મહત્ત્વનાં ઘટકોને સમાવી લેવા કાળ-ખંડ સૂચવતાં શીર્ષકો આપ્યાં છે. 1. વર્ષ-1939 (દહોં-જર્મની) અહીં હેન્રીને ઉચ્ચ અધિકારી તરીકે વિશાળ વિલા મળ્યો છે. દહોંમાં કોન્સન્ટ્રેશન કેમ્પ છે. જ્યુઝને ગેસ ચેમ્બરમાં મોકલવામાં આવે છે. ઓરોરાના પગે નાનકડી છોકરી અથડાઈ એ ઘટનાનો લેખિકાએ નાટ્યાત્મક વિનિયોગ કર્યો છે. બાળપણમાં થયેલા અપમાનનો બદલો લેવા તત્પર ઓરોરા સોનેરી વાળવાળી છોકરી સરાહને મારવાને બદલે આત્મહત્યા કરે છે. 2. ઓગસ્ટ-1950 (કૈરો-ઇજિપ્ત) રાબિયા-અદીજા-યોસેફના સમૃદ્ધ પરિવારનું વર્ણન. રાબિયા-અદીજાનો પોર્ટરેઇટ્સ બનાવવા યોસેફે યુ.કે.થી અખેતને બોલાવ્યો છે. રાબિયા-અખેત વચ્ચે વિવાદો-અપમાનોમાંથી પ્રેમ-તિરસ્કારની આંટી ઘૂંટી સર્જાય છે. છેવટે રાબિયા અખેતના વિલક્ષણ વ્યક્તિત્ત્વની અસરમાં આવે છે. અખેત ધીરે ધીરે રાબિયાના નૈતિક જગતને વિખેરી નાખે છે. પોતાને સ્વૈરાચારી તરીકે રજૂ કરતો અખેત અંતે અસાધારણ સંયમ દાખવે છે, રાબિયા માટે આ ઊંડો આઘાત છે. 3. સપ્ટેમ્બર-1950 (કૈરો-ઇજિપ્ત) અગાઉના પ્રકરણમાં રચાયેલી ભૂમિકાને અહીં ઊંડાણ મળે છે. અખેતનું પાત્ર વધુ પ્રભાવક બને છે. લેખિકા નોંધે છે : જો અખેત એની સાથે શારીરિક સંબંધ બાંધત તો એ ના ન કહેત, પણ એ પોતે ફક્ત શરીરને પામવા આટલી પીડા નહોતી વહોરી રહી. બૌદ્ધિક ઊંડાણ ભલે અખેતમાં વધુ હતું, પણ લાગણીનું ઊંડાણ રાબિયાએ અનુભવ્યું હતું. જતાં-જતાં અખેતે લખેલું : ‘મારી સાથે બદલો લેવાની ઈચ્છા તને મરવા નહિ દે.’ એ વિશેનું એક વાક્ય નોંધે છે. એનો ભાવાર્થ છે: ‘તારા પોતાનાનાં અરાજકતા-કેઓસ હોય તો તું નર્તન કરતા તારકને જન્મ આપી શકે.’ 4. વર્ષ-1965 (લંડન-ઇંગ્લેન્ડ) અહીં રાબિયા-અખેત મળે છે. અહીં અખેતનો એકરાર છે. ‘તારી આસક્તિને રોકવા માટે હું ત્યાંથી નીકળી ગયો.’ ‘વેદનાથી વધુ કાળજયી કોઈ તત્ત્વ નથી હોતું. કોઈ ફેર નથી પડતો કે મારા પ્રેમનો સ્વીકાર થયો કે નકાર. કેમકે બંનેમાં હું સાથે જોડાયેલી રહી.’ (પૃ. 104, વાસાંસિ જીર્ણાનિ) 5. પંદરમાં દિવસની સવાર - (વેલસર સૌરાષ્ટ્રના એક ગામનું ચિત્ર- ઠઠ્ઠાચિત્ર અહીં આલેખાયું છે. મોંઘીનું પાત્ર અને પ્રણયની અફવા ગ્રામીણ ભાષામાં રજૂ થઇ છે. મોંઘી-વજા વચ્ચેનો સંઘર્ષ અને આકર્ષણ રાબિયા-અખેતના નાટ્યાત્મક વળાંકોની યાદ આપે. ભાષા પરનું પ્રભુત્વ લેખિકા માટે આદર જગવે, પણ મેઘાણીની કથાઓમાં નૈતિકતાનો જે ભાસ-આભાસ છે એથી તદ્દન જુદો પ્રભાવ લેખિકાએ સર્જવા ધાર્યો હોય એવું લાગે છે. 6. વર્ષ 2025 (મુંબઈ-વિશ્વવિદ્યાલય-ભારત) પુસ્તક 2019માં પ્રગટ થયું છે. છ વર્ષ પછી પણ ‘ડિલ્યુઝન’ વિશેની અધ્યાપક-વિદ્યાર્થી વચ્ચેની ચર્ચા આ કક્ષાની હોઈ શકે. છેલ્લે ફકરામાં સરાહે લખેલા હેન્રીના ચરિત્રનો ઉલ્લેખ કથાના પ્રથમ ઘટકને માર્મિક બનાવે છે. ‘મારા નામી પિતા’ - લેખિકા સરાહ હેન્રી. દેવાંગી ભટ્ટનાં પુસ્તકોના પ્રકાશક બાલગોવિંદ પ્રકાશન છે અને મુખ્ય પ્રાપ્તિસ્થાન છે નવભારત સાહિત્યમંદિર. કોઈક નવી કલમ તેજસ્વીતાનો અનુભવ કરાવે ત્યારે આનંદ થાય છે. કુદરતી શક્તિને લેખિકાએ સ્વાદપ્રિય અને વિવિધ કલાઓની ઉપાસનાથી કેળવી છે એનું આ સુપરિણામ લાગે છે. ⬛

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો