તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોિશયલ નેટવર્ક:બંગાળ ચૂંટણીનાં પરિણામ સંકેતો સમજવાં રહ્યાં

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાજપને બંગાળમાં મળેલી જ્વલંત સફળતા એ મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિ સામે વધી રહેલા જનઆક્રોશનું પ્રતિબિંબ છે

દેશભરમાં બંગાળ ચૂંટણી પરિણામોની ચર્ચા ચાલી રહી છે અને હજુ બીજા ઘણા દિવસ સુધી ચાલતી રહેવાની છે. બંગાળની ચર્ચા કરીએ પહેલાં થોડીક અન્ય રાજ્યોની ચર્ચા કરીએ, જ્યાં ચૂંટણીઓ હતી. ભારતીય જનતા પાર્ટીએ એક નવા રાજ્ય- પોંડિચેરીમાં સત્તા મેળવી. ભાજપ આસામમાં સત્તા પર હતું, પરંતુ લોક કલ્યાણનાં કાર્યો કરીને એણે આસામમાં સત્તા જાળવી રાખી, આ નાનીસૂની વાત નથી. અને બંગાળ? બંગાળને હિંસા, ગુંડાગર્દી અને નહીંવત્ ઉદ્યોગથી ગ્રસ્ત બંગાળને ‘સોનાર બાંગલા’બનાવવાનું ભાજપનું સપનું અધૂરું રહી ગયું. હા ભાજપે અહીં બહું જ મોટી છલાંગ મારી. આ એક એવું રાજ્ય જ્યાં ભાજપને એક-એક સીટ મેળવવાના ફાંફાં હતા ત્યાં આજે 77 બેઠકો લઇને મુખ્ય વિરોધ પક્ષની ખુરશીમાં બેસી ગયો. ભાજપ સિવાયના પક્ષોની નફરત અને હિંસાની રાજનીતિ ભાજપને આગળ વધતો અટકાવી શકી નહીં. હવે વાત કોંંગ્રેસની કરીએ તો આ ચૂંટણી સૌથી વધું નુકસાન કોગ્રેસને થયું, એ વાત અલગ છે ઇકો સિસ્ટમના સોશિયલ મીડિયાના જમાનામાં એની બહુ ચર્ચા થતી નથી પરંતુ કોંગ્રેસના નેતાએ કોંગ્રેસ સામે લાલબત્તી જરુર ધરી. રાગીણી નાયકે કહ્યું કે કોંગ્રેસ ક્યાં સુધી મોદીના પરાજયમાં જ આપણો આનંદ શોધ્યાં કરીશું, તો આપણે આપણી હાર પર ક્યારે આત્મમંથન કરીશું.’ વાત પણ સાચી છે. એક સમયે બંગાળમાં કોંગ્રેસની સત્તા હતી ત્યાં એકપણ સીટ ન મળી. બંગાળમાં ડાબેરીઓએ પચીસ વર્ષ બેરોકટોક રાજ્ય કર્યું હતું, ત્યાં એનો સાવ સફાયો થઇ ગયો અને ભાજપને એક સીટ નહોતી મળતી ત્યાં એ મુખ્ય વિપક્ષ બની ગયો. બંગાળમાં 2016 માં ભાજપના દસ ટકા વોટ્સમાંથી 2021માં ભાજપે 30 ટકા વોટ્સ અંકે કરી લીધા. જો ફક્ત હિન્દુ વૉટ્સની વાત કરીએ તો ભાજપે બંગાળના કુલ 50 ટકા હિન્દુઓના વોટ્સ અંકે કર્યા છે. બીજું, બંગાળના જંગલમહલ અને બીજા આદિવાસી વિસ્તારો જેમાં મિશનરીઓ-ચાઇનીઝ વામીઓની પેઠ હતી ત્યાં ભાજપની જીત ભવ્ય થઈ છે. નામસુદ્ર અને રાજબનશી દલિતો સંપૂર્ણતઃ ભગવા રંગે રંગાયા. આમ જોવા જઇએ તો બંગાળની વિધાનસભા ચૂંટણી એક રીતે તો મુસ્લિમ તુષ્ટિકરણ વિરુદ્ધ રાષ્ટ્રવાદની હતી. અને એટલે જ જેમની રાજનીતિનો આધાર જ મુસ્લિમ કેન્દ્રિત છે એવા મમતાદીદીએ ગભરાઇને ચૂંટણી પ્રચારમાં માતાજીની સ્તુતિ અને પોતાનું બ્રાહ્મણ ગોત્ર બતાવવું પડ્યું. આને ભાજપના પ્રચારનો પ્રતાપ અને ડર પણ ગણી શકાય. બંગાળ મુસ્લિમ તુષ્ટિકરણનું કેન્દ્રબિંદુ છે ત્યાં આ વખતે પહેલી વાર હિન્દુત્વની ચર્ચા થવી એ ભવિષ્યની રાજનીતિનાં દર્શન કહી શકાય. હવે બધાં પક્ષોના નેતાઓએ પોતાના હિન્દુ ગોત્ર શોધવા પડે એ સારી નિશાની છે. ભાજપને બંગાળમાં મળેલી જ્વલંત સફળતા એ મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિ અને હિન્દુઓને અપમાનિત કરવા સામે વધી રહેલા જનઆક્રોશનું પણ પ્રતિબિંબ છે. બંગાળ હવે વધુ સમય આવી હિંસક અને કોમવાદી રાજનીતિ કદાચ સહન નહીં કરે. સેક્યુલર પક્ષો માટે બંગાળની વિધાનસભાની ચૂંટણી પરિણામ એ છેલ્લી તક છે. ભાજપે પોતાના સેંકડો કાર્યકર્તા તૃણમૂલ કોંગ્રેસની હિંસક રાજનીતિનો ભોગ બન્યા છે. આ બલિદાને ભાજપને સફળતા અપાવી છે. જોકે પરિણામના દિવસે જ તૃણમૂલ દ્વારા ફરી હિંસક માર્ગે જઇ પોતાનો અસલી પરિચય આપવો એ પણ આવતીકાલની બિહામણી યાદ અપાવે છે. પરંતુ હવે ભાજપ મુખ્ય વિપક્ષ છે, મમતાદીદીને અંકુશમાં રાખવા ભાજપે વધું આક્રમક અને સાર્થક વિપક્ષની ભૂમિકામાં આવવું પડશે. બંગાળમાં રોહિંગ્યા ઘૂસણખોરોનો મુદ્દો પણ આગામી દિવસોમાં ચગી શકે છે. આ ચૂંટણી પરિણામના ત્રણ સંકેતો પણ સમજવા જેવા છે: એક,ભાજપની ઓળખ એક રાષ્ટ્રવાદી પક્ષ તરીકેની છે. એ હંમેશાં રાષ્ટ્રના સંદર્ભે વિચારે છે, કામ કરે છે અને કાર્યક્રમો આપે છે. બાકીના પક્ષો માટે માત્ર પોતાની પાર્ટીનું અને પોતાનું હિત હોય છે. બે, મોટે ભાગે જાતિવાદ અને સેક્યુલર પક્ષોની જીતનો આધાર મુસલમાનો હોય છે આથી આ પક્ષો ભાજપ વિરુદ્ધ નફરત ફેલાવવા ગમે તે હદે જતાં અચકાતા નથી. ઘણી વાર એના કારણે ભાજપ કરતાં દેશને વધુ નુકસાન થવાની સંભાવના હોય છે. ત્રણ, ભાજપનું જ્યાં વજૂદ ન હોય છતાં ભાજપ સારો દેખાવ કરે તો પણ એવો પ્રચાર યોજનાબદ્ધ થાય કે ભાજપ જીતી ન શક્યો! એનો અર્થ એટલો કરી શકાય કે એમને મમતા જીત્યા એના કરતા ભાજપ ધીરે ધીરે જે તે રાજ્યમાં મજબૂત રીતે આગળ વધી રહ્યો છે એને ગમે તે રીતે આગળ વધતો અટકાવવો એ જ એની પાછળની માનસિકતા હોઇ શકે. જોકે આ માનસિકતાથી ભાજપને નુકસાન કરતા કોંગ્રેસને નુકસાન થવાની સંભાવના વધું છે. ⬛ namaskarkishore@gmail.com

અન્ય સમાચારો પણ છે...