સોશિયલ નેટવર્ક:ઐતિહાસિક પ્રવચનમાં છે વિકસિત ભારતનો સંકલ્પ!

22 દિવસ પહેલાલેખક: કિશોર મકવાણા
  • કૉપી લિંક

કોઇ સત્ત્વશીલ અને વિઝનરી નેતૃત્વ જ રાષ્ટ્રને યોગ્ય દિશા, આત્મવિશ્વાસ, સામર્થ્ય અને સમૃદ્ધિ તરફ દોરી શકે! વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વખતે 15 ઓગસ્ટ-સ્વતંત્રતા દિને લાલ કિલ્લાના પ્રાચીર પરથી કરેલું પ્રવચન એ અર્થમાં આપણા રાષ્ટ્રને યોગ્ય દિશામાં લઇ જાય તેવા પંચ પ્રણની વાત કરી. આ પાંચ બાબતો આગામી પચ્ચીસ વર્ષમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો રોડમેપ છે. ભારત એની સ્વતંત્રતાની શતાબ્દી ઊજવતું હોય ત્યારે ભારતે ક્યાં પહોંચવાનું છે એનો સંકલ્પ છે! તેમણે કહ્યું: આગામી 25 વર્ષ આપણા દેશ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ભારતમાં એક સામૂહિક ચેતનાનું પુનર્જાગરણ થયું હોય એવો અનુભવ થઇ રહ્યો છે. એ ઐતિહાસિક પ્રવચનના પંચ પ્રણ છે-એક, વિકસિત ભારત. બે, ગુલામીની માનસિકતામાંથી મુક્તિ. ત્રણ, આપણને આપણા વારસા પર ગર્વ હોવો જોઈએ. ચાર, એકતા અને એકાત્મતા. પાંચ, નાગરિકોની ફરજ. દેશની યુવાશક્તિને એમણે વિકસિત ભારતનો સંકલ્પ પૂર્ણ કરવા આહ્વાન કર્યું. હવે પચીસ વર્ષમાં આપણે એક વિકસિત ભારત બનીને જ રહેવાનું છે. મહાસંકલ્પ બને-મારો દેશ એક વિકસિત દેશ હશે, વિકાસના દરેક માપદંડમાં આપણે એક માનવકેન્દ્રી વ્યવસ્થા વિકસિત કરીશું, આપણા કેન્દ્રમાં માનવ હશે, આપણા કેન્દ્રમાં માનવીય આશાઓ હશે, આકાંક્ષાઓ હશે. આપણે જાણીએ છીએ કે જ્યારે ભારત મહાન સંકલ્પો કરે છે, ત્યારે તે તેને કરી પણ બતાવે છે. બીજું પ્રણ છે- ગુલામીની માનસિકતા, દેશની વિચારધારા, વિચાર કરો, ભાઈઓ, દુનિયા ક્યાં સુધી આપણને પ્રમાણપત્રો વહેંચતી રહેશે? આપણે વિશ્વના પ્રમાણપત્ર પર કેટલો સમય આધાર રાખીશું? શું આપણે આપણાં પોતાનાં ધોરણો નક્કી નહીં કરીએ? શું 130 કરોડનો દેશ તેનાં ધોરણોને પાર કરવાનો પ્રયાસ ન કરી શકે? આપણે કોઈ પણ સંજોગોમાં બીજા જેવા દેખાવાનો પ્રયત્ન કરવાની જરૂર નથી. આપણે જેવા છીએ તેવા ઊભા રહીશું, પરંતુ આપણે સામર્થ્ય સાથે ઊભા રહીશું, આ આપણો મિજાજ હોવો જોઈએ. આપણને ગુલામીમાંથી મુક્તિની જરૂર છે. આપણા મનમાં ગુલામીનું તત્ત્વ દૂર-દૂરના સાત સમુદ્રો નીચે પણ ન રહેવું જોઈએ. આપણે ગુલામીની માનસિકતાનો ત્યાગ કરવો પડશે. આપણા સામર્થ્ય પર વિશ્વાસ કરવો પડશે. ત્રીજી પ્રતિજ્ઞા શક્તિની વાત છે, તે આપણા વારસાની છે. આપણને ગર્વ થવો જોઈએ. જ્યારે આપણે આપણી ધરતી સાથે જોડાઈશું, જ્યારે આપણે આપણી જમીન સાથે જોડાઈશું, ત્યારે જ તો આપણે ઊંચે ઊડીશું અને જ્યારે આપણે ઊંચે ઊડીશું, ત્યારે આપણે દુનિયાને સમાધાનો પણ આપી શકીએ છીએ. હેલ્થ, યોગ, પર્યાવરણ, સંયુક્ત કુટુંબ પરંપરા એનાં ઉદાહરણો છે. ચોથું મહત્ત્વનું પ્રણ છે એકતા-એકાત્મતા. આટલા મોટા દેશને એની વિવિધતામાં એકતા છે. આટલા બધાં સંપ્રદાયો અને પરંપરાઓ આપણી આન બાન અને શાન છે. કોઈ નીચું નથી, કોઈ ઊંચું નથી, બધાં સમાન છે. કોઈ મારું નથી, કોઈ પારકું નથી, દરેક જણ પોતાનું છે. એકતા માટે આ લાગણી ખૂબ જ મહત્ત્વની છે. ઘરમાં પણ પુત્ર-પુત્રી સમાન હોય ત્યારે જ એકતાનો પાયો નખાય છે. જો પુત્ર-પુત્રી એકસરખા ન હોય તો એકતાના મંત્રોનો જાપ કરી શકાતો નથી. લિંગ સમાનતા એ આપણી એકતાની પ્રથમ શરત છે. જ્યારે આપણે એકતાની વાત કરીએ છીએ, જો આપણી પાસે એ જ માપદંડ હોય, એ જ માપદંડો હોય, આપણે ઇન્ડિયા ફર્સ્ટને કેન્દ્રમાં રાખીને જ વિચારવું પડે! ઇન્ડિયા ફર્સ્ટના મંત્રમાંથી જ એકતાનો માર્ગ ખૂલશે. તે મંત્ર આપણને એકતા સાથે બાંધનારો મંત્ર છે, આપણે તેને પકડવો પડે! તે પાંચમી પ્રણશક્તિ છે નાગરિકનું કર્તવ્ય. દુનિયાના જેટલા પણ દેશોએ પ્રગતિ કરી છે, જેટલા પણ દેશોએ કંઇકને કંઇક પ્રાપ્ત કર્યું છે, અંગત જીવનમાં પણ જેમણે સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, તેમાંથી કેટલીક બાબતો ઊભરીને સામે આવી છે. એક શિસ્તપૂર્ણ જીવન, બીજું, ફરજ પ્રત્યેની નિષ્ઠા. આપણે ફરજ નિષ્ઠાપર ભાર મૂકવો જ પડશે. ⬛namaskarkishore@gmail.com

અન્ય સમાચારો પણ છે...