તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માયથોલોજી:બે હજાર વર્ષ જૂની તુલુવ સંસ્કૃતિનો શિવ અને શક્તિ સાથેનો સંબંધ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તુલુ નાડુમાં આજે પણ ‘સ્થાન’ નામના વિશેષ મંદિરોમાં ‘ભૂતો’નાં ધાતુ અને લાકડાંના બનેલાં મહોરાઓની પૂજા કરાય છે

છેલ્લાં 2,000 વર્ષથી અથવા કદાચ એ અગાઉ પણ તુલુ-નાડુમાં, અલ્વા ખેડાના કાંઠાના રાજ્યમાં તુલુવ લોકો વસી રહ્યા છે. એક સમયે, ઔપ રાજા આ પ્રદેશ પર શાસન કરતા હતા. આપણને પ્રાચીન રોમન ખલાસીઓના વર્ણનમાં પણ આ લોકોનો ઉલ્લેખ જોવા મળ્યો છે. આ રાજ્યના પ્રતીક રૂપે બે માછલીઓ છે. આ પ્રતીક પાંડ્ય રાજાઓના પ્રાચીન માછલીનાં પ્રતીક સાથે ખૂબ સમાનતા ધરાવે છે. આ ક્ષેત્ર ગોવાના દક્ષિણથી, દક્ષિણી કર્ણાટક થઇ ઉત્તર કેરળ સુધી વિસ્તરેલો છે. આ ડુંગરાળ અને જંગલી પ્રદેશ ચોખા, નાળિયેર, સોપારી અને જંગલી સુવર અને વાઘ જેવા પ્રાણીઓ માટે પ્રખ્યાત છે. મોગાવીરા, બિલ્લવ અને બંટ સમુદાયો અહીંથી આવે છે. તુલુવ ભૂમિ નૃત્યના યક્ષગાન સ્વરૂપ, કોટિ અને ચેત્રયાની દંતકથા, નગરધને નામે ઓળખાતા સર્પની પૂજા અને ભૂત-કોલં માટે પ્રખ્યાત છે. ભૂત-કોલં આ ભૂમિના ‘ભૂત’નામના ચંચળ સ્થાનિક દેવતાઓને બોલાવવા માટે કરાતાં નૃત્યને કહેવાય છે. તુલુ નાડુમાં, આજે પણ ‘સ્થાન’ નામના વિશેષ મંદિરોમાં ‘ભૂતો’નાં ધાતુ અને લાકડાંના બનેલાં મહોરાઓની પૂજા કરવામાં આવે છે. આ મંદિર કોઈ ખેતરના કિનારે અથવા ઘરના કોઈ ખૂણામાં, એક ઝૂલા અથવા એક મંચ જેવું કંઈક સામાન્ય હોઈ શકે છે. વિશિષ્ટ સમારોહમાં, વિશિષ્ટ નર્તકો-પૂજારીઓ-દર્શકો આ મહોરાંઓ પહેરે છે અને પછી તેઓ બેભાન અવસ્થામાં પ્રવેશ કરે છે. ક્યારેક પ્રસંગોપાત, કલાકારો મહોરાં પહેરવાને બદલે ચહેરાઓ રંગીન બનાવે છે. તેઓ ઘાસથી બનેલાં કપડાં પહેરે છે અને તેમની આજુબાજુ પવિત્ર આભામંડળની જેમ લાકડાંની વિશાળ ફ્રેમ હોય છે. તેઓ હાથમાં લાકડીઓ અને તલવારો રાખીને આખી રાત સંગીતની ધૂન પર ઝૂમતા રહે છે. આ અવસ્થામાં, તેમનું શરીર દેવતા માટે લાયક બને છે, તેઓ એવી કેટલીક કળાઓ કરીને આ પરિવર્તનનો પુરાવો આપે છે કે જે સામાન્ય લોકો સરળતાથી કરી શકતા નથી, જેમ કે આગ પર ચાલવું, અંકુશ પર લટકીને ઝૂલવું અને ભારે ચીજોને ઉપાડવી. પછી તેઓ ભક્તો દ્વારા ચોખા, સોપારી, માંસ, દારૂ અને ક્યારેક માછલીના રૂપમાં ભેટો મેળવે છે. આ ‘ભૂત’ લોકોના પારિવારિક વિવાદો ઉકેલવામાં અથવા અકલ્પ્ય આરોગ્ય અને આર્થિક સમસ્યાઓના નિવારણમાં મદદ કરે છે. ‘ભૂતો’ને શિવ અને પાર્વતીના ગણ માનવામાં આવે છે, જેમને પૃથ્વી પર મોકલવામાં આવ્યા છે. વિવિધ પ્રકારનાં ‘ભૂત’ હોય છે, કેટલાક સુવર (પંજુરલી)ના રૂપમાં, કેટલાક વાઘ (પીલિ ચામુંડા), બળદ (નંદિગોના) અને કેટલાક ઉભયલિંગી (જુમાડી) રૂપમાં, પુરુષના માથાં અને સ્ત્રીના શરીર સાથે. મોટાભાગના ‘ભૂત’ કોબ્રા-મુગટ પહેરીને તેમની ખાંગ અને જીભ બહાર કાઢે છે. તેમનું નૃત્ય ઉત્સાહી અને સંગીત તાત્ત્વિક હોય છે. એક વાર્તામાં, એક માદા પક્ષીએ તેના પતિને બચાવવાની ભેટ રૂપે શિવને એક ઇંડું આપ્યું. તે ઈંડાંમાંથી એક બાઘ (પિલી) બહાર આવ્યો, જે ફળ અને બોર ખાતો હતો. તેને શિવનાં પશુઓની રક્ષા કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું, પરંતુ એક દિવસ તે ભૂલથી એક ગાય ખાઈ ગયો. તેથી, તેને ‘ભૂત’ તરીકે તુલુવા લોકોનાં પશુઓની રક્ષા કરવા માટે પૃથ્વી પર જવાનું કહેવામાં આવ્યું. હિમાચલની કુલ્લુ ઘાટીનાં મોહર-મહોરાં, તિબેટના મહોરાંવાળા બોન દેવતા, કેરળનાં થેય્યમ, અથવા શ્રીલંકાના સત્રી મહોરાં જેવાં, તુલુ-નાડુનાં આ મહોરાંવાળા દેવતાઓ એક પ્રાચીન વારસોનો ભાગ છે. બૌદ્ધો, જૈનો અને બ્રાહ્મણો સ્થાનિક વિચારસરણીને સંગઠિત અને વર્ગીકૃત કરે તે પહેલાં, મહોરાંની આ પરંપરાઓએ સ્થાનિક વિચારને આકાર આપ્યો. ⬛

અન્ય સમાચારો પણ છે...