વિજ્ઞાનધર્મ:જીવસૃષ્ટિ અંગેના સંશોધનોનો પૌરાણિક અભિગમ

પરખ ભટ્ટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હકીકતમાં આપણે એ વ્યક્તિના નહીં, એ વ્યક્તિ વિશેની આપણી કલ્પનાના પ્રેમમાં હતા. મનોવિજ્ઞાનની ભાષામાં આ ઘટનાને ‘ધ પિગ્મેલિયન ઈફેક્ટ’ કહેવાય છે

દક્ષિણ અમેરિકાની એન્ડ્સ પહાડીઓમાં શોધકર્તાઓને અવનવા જીવો મળી આવ્યાનાં પુષ્કળ દાખલા નોંધાયા છે. ત્યાંના તળેટી વિસ્તારમાં રાસ્પબરીનાં કદ જેટલું ચામાચીડિયું જોવા મળે છે, જેને વિજ્ઞાનીઓએ ‘મ્યોટિસ ડિમિનુતુસ’ નામ આપ્યું છે. બીજી બાજુ, સિંગાપુરમાં એક એવા પ્રકારનો કીડો (વૈજ્ઞાનિક નામ : રહ્બાડિયસ સિંગાપોરેન્સિસ) મળી આવ્યો છે, જે ગરોળીનાં ફેફસાંમાં વસવાટ કરી પોતાનું જીવન ગુજારે છે! અમેરિકાનું ચામાચીડિયું અને સિંગાપુરનું આ જીવડું એકબીજા સાથે માત્ર એક જ સામ્યતા ધરાવે છે : બંને જીવનાં અસ્તિત્વની જાણ વૈજ્ઞાનિકોને અમુક વર્ષો પહેલાં જ થઈ છે! દર વર્ષે શોધકર્તાઓ અલગ અલગ જંગલો, નદી-નાળાં, દરિયો તેમ જ પહાડ ખૂંદીને 15,000 જેટલા નવા જીવોને ખોળી કાઢે છે. પાછલાં બસ્સો વર્ષમાં 13 લાખથી વધુ જીવો શોધી કઢાયા છે અને દુનિયાભરમાં આ વિશેની શોધખોળ અવિરતપણે ચાલુ છે! 23 ઓગસ્ટ, 2011ના દિવસે અમેરિકાના એક પ્રસિદ્ધ અખબારમાં જીવશાસ્ત્રીઓ દ્વારા અસંખ્ય ગાણિતિક સિદ્ધાંતોને આધારે તૈયાર કરવામાં આવેલું એક રિસર્ચ પેપર પબ્લિશ કરવામાં આવ્યું. અમેરિકન વૈજ્ઞાનિકોએ તેમાં દર્શાવ્યું કે પૃથ્વી પર વસતા કુલ જીવોની સંખ્યા 87 લાખ (13 લાખ વત્તા/ઓછા) જેટલી છે. જેમાંથી ફક્ત 13 લાખ જીવોને જ માનવ-આંખો વર્ગીકૃત કરી શકી છે. આશ્ચર્યની વાત તો એ છે કે ભગવદ્્ ગીતા અને પદ્મપુરાણમાં ધરતી પરની જીવસૃષ્ટિનો વિસ્તૃત ઉલ્લેખ આપવામાં આવ્યો છે. હજારો વર્ષો પહેલાં લખાયેલા ગ્રંથોમાં આપેલ આંકડાઓ આજના વૈજ્ઞાનિકોને પણ અચંબામાં મૂકી દે તેવા છે. ગીતાના પ્રથમ અધ્યાયને બાદ કરતાં બાકીનાં દરેકમાં ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને મહાજ્ઞાન અર્પણ કર્યુ છે. તેઓ જણાવે છે કે આત્મા એક શરીરને છોડીને બીજું શરીર ધારણ કરી લે છે. જેમ કપડાં જૂનાં થતાં જાય એમ તેને બદલવા પડે, એવી જ રીતે આત્મા પણ જૂના શરીરને તિલાંજલિ આપી નવો દેહ અપનાવે છે. वासांसि जीर्णानि यथा विहाय नवानि गृहणाति नरोऽपराणि। तथा शरीराणि विहाय जीर्णा-न्यन्यानि संयाति नवानि देही॥ ‘લખ-ચોરાશી’ શબ્દ ગુજરાતી સાહિત્યમાં પણ ઘણો સાંભળવા મળે છે. કૃષ્ણે કહ્યું છે કે ધરતીનાં 84 લાખ જીવમાંથી મનુષ્ય-અવતાર સૌથી મહામૂલો છે. મનુષ્યનાં દેહમાં જન્મ લેવા માટે આત્માએ ઘણો સંઘર્ષ વેઠવો પડે છે. આથી મનુષ્ય-દેહમાં અવતરેલા શુदદ્ધાત્માએ હંમેશાં સત્કર્મો થકી મોક્ષની પ્રાપ્તિનો માર્ગ કેળવવો જોઈએ. સ્વાભાવિક રીતે જ અહીં પ્રશ્ન થાય કે હજારો વર્ષ પહેલાં કોઈ પ્રકારની મેથ્સ-ફોર્મ્યુલા અથવા સાયન્સ વગર કૃષ્ણ આ ચોક્ક્સ આંકડો કઈ રીતે આપી શક્યા? ભગવદ્ ગીતાએ જ્યાં જીવસૃષ્ટિ વિશેનો કુલ આંકડો જાહેર કર્યો છે, ત્યાં પદ્મપુરાણ તો હજુ તેનાથી એક કદમ આગળની વાત રજૂ કરે છે. પદ્મપુરાણ આ તમામ જીવને જુદા-જુદા વિભાગોમાં વર્ગીકૃત કરે છે : जलज नव लक्षाणी, स्थावर लक्ष विम्शति, कृमयो रूद्र संख्यकः पक्षिणाम दश लक्षणं, त्रिन्शल लक्षानी पशवः, चतुर लक्षाणी मानवः 1) જલજ (પાણીમાં વસવાટ ધરાવનાર જીવ) : 9 લાખ 2) સ્થાવર (જમીન પર સ્થિત જીવ) : 20 લાખ 3) કૃમિ/સરિસૃપ : 11 લાખ 4) પક્ષી : 10 લાખ 5) પશુ : 30 લાખ 6) માનવ : 4 લાખ છ વર્ગોમાં વિભાજીત થયેલા આ તમામ જીવોનો કુલ સરવાળો થાય છે 84 લાખ! આ વાત પરથી એટલું તો સાબિત થાય જ છે કે પુરાણકાળ દરમિયાન લોકોએ ફક્ત આકાશી જીવ જ નહીં, પરંતુ દરિયાની અંદર વસવાટ ધરાવતાં જીવોનું પણ અધ્યયન કર્યંુ હોવું જોઈએ! પથ્થર-યુગમાં પણ આપણા દેશમાં આટલું ઉચ્ચ સ્તરનું વિજ્ઞાન ઉપલબ્ધ હતું તે જાણીને આજે નવાઈની સાથોસાથ દુઃખ થાય છે. દુઃખ એ વાતનું કે પશ્ચિમી સંસ્કૃતિ પાછળ ભાગવામાં આપણે એટલી હદે આંધળાં થઈ ગયાં કે ખુદની મહાનતા જ કાળની ગર્તામાં ક્યાંક ખોવાઈ ગઈ. આ તો હજુ આપણે એકવીસમી સદીની વાત કરી. ઈ.સ. 1833માં બ્રિટિશ જંતુશાસ્ત્રી જોહ્્ન ઓબ્ડિયાહે એવું જણાવ્યું હતું કે પૃથ્વી પર ફક્ત ચાર લાખ જીવોનું જ અસ્તિત્વ છે! આજે આ સંખ્યા જોજનો વટાવીને 13 લાખ સુધી પહોંચી ચૂકી છે. જીવશાસ્ત્રીઓ દરરોજ નવી નવી પ્રજાતિઓ સાથે રૂબરૂ થઈ રહ્યા છે અને તેમનાં મત મુજબ, આગામી સમયમાં પણ તેમની આ ખોજ ધીમી પડે તેવા કોઈ એંધાણ જણાતાં નથી! 500-600 વર્ષ પહેલાં સુધી અસ્તિત્વ ધરાવનાર ડાયનાસોર જેવા કંઈ-કેટલાય પ્રાણી લુપ્ત થઈ ચૂક્યાં છે. હાલમાં પણ માણસની બેકાળજીનાં પ્રતાપે અસંખ્ય પ્રજાતિઓ લુપ્ત થવા તરફ આગળ ધપી રહી છે. ભવિષ્યમાં શક્ય છે કે સિંહ-વાઘ પણ માણસજાતિ માટે ફક્ત કિતાબી સંશોધનનો વિષય બનીને રહી જાય! ⬛ bhattparakh@yahoo.com

અન્ય સમાચારો પણ છે...