વિશેષ:બેકારોમાં સૌથી વધુ શિક્ષિતો

23 દિવસ પહેલાલેખક: ડો.દીપા સિંહા
  • કૉપી લિંક
  • એક રિપોર્ટ અનુસાર સેકન્ડરી કે તેનાથી વધુ અભ્યાસ કરેલા લોકોમાં બેરોજગારીનો દર સૌથી વધુ 10 ટકા છે. નિરક્ષરોમાંથી એક ટકા લોકો પણ બેરોજગાર નથી

કોવિડ અને લોકડાઉનને કારણે ભારતમાં છેલ્લાં બે વર્ષ દરમિયાન રોજગારીના ક્ષેત્રે લોકોની હાલત કફોડી થઇ છે. પણ હકીકત તો એ છે કે રોજગારીની બાબતે આપણી હાલત મહામારી પહેલાં પણ આપણી સ્થિતિ ક્યારેય સારી નહોતી પણ મહામારી પછી સતત રોજગારીની બાબતે લોકોની પરિસ્થિતિ કથળી રહી છે. ભારત જેવા વિકાસશીલ દેશોમાં ઘણા લોકો લાંબા સમય સુધી એમ જ ઘરમાં હાથ પર હાથ ધરીને બેઠેલા નથી રહી શકતા એટલે તેઓ ગમે તે નાનું મોટું કામ કરવા માટે તૈયાર થઇ જાય છે. આવી જ રીતે અન્ય એક પરિસ્થિતિ એવી હોય છે કે જેને ‘ડિસ્કરેજ વર્કર ઇફેક્ટ’ કહે છે. આવી પરિસ્થિતિમાં વ્યક્તિને એવું લાગે છે કે બજારમાં નોકરીની બહુ ઓછી તક ઉપલબ્ધ છે. એટલે તે નોકરી શોધવાનું કામ પડતું મૂકે છે. બેરોજગારીના ક્ષેત્રે ભારતે આ બંને પ્રકારના પડકારો ઝીલવા પડે છે. કેવા પ્રકારની બેરોજગારી? આપણે ત્યાં મોટા ભાગના લોકો એવા છે કે જેમની પાસે સ્વરોજગારી છે. તેમાં ખેતીવાડીનો ‌વ્યવસાય કરનારા લોકો ઉપરાંત પ્લબિંગ, સુથારી કામ, લુહારી કામ જેવા કામ કરનારા લોકોનો સમાવેશ થાય છે. ગ્રામીણ વિસ્તારોમાં મોટા પાયે લોકો મજૂરી કામ કરે છે. એક અંદાજ અનુસાર ભારતમાં લગભગ 90 ટકા વર્કફોર્સ બિનસંગઠિત ક્ષેત્રમાં કાર્ય કરે છે. આનો અર્થ એ થયો કે તેમને કોઇ લઘુત્તમ મજૂરી ચૂકવવામાં આવશે એવી કોઇ ગેરન્ટી નથી. કોઇ પણ પ્રકારની જોબ સિક્યુરિટી પણ નથી. છેલ્લા ત્રણ દાયકા દરમિયાન ખેતી મશીન આધારિત થઇ ગઇ હોવાથી મોટી સંખ્યામાં લોકો ખેતીકામ ગુમાવી ચૂક્યા છે. એક તો તેમણે ખેતીકામ ગુમાવી દીધું વળી, તેમને બીજી કોઇ સારી જગ્યાએ નોકરી પણ ન મળી. તેનું કારણ એ કે બિનકૃષિ ક્ષેત્રે ગુણવત્તાવાળો રોજગાર ન મળી શક્યો. કદાચ ક્યાંક સારો રોજગાર મળ્યો હોય તો તેમની પાસે યોગ્ય કાર્યક્ષમતા નહોતી. આ જ કારણ છે કે બિનકૃષિ ક્ષેત્રનો એક મોટો ભાગ બિનસંગઠિત ક્ષેત્રે કામ કરી રહ્યો છે. જે કહેવા પૂરતો રોજગાર છે પણ કામની ગુણવત્તા અને પગાર વગેરે બાબતોમાં તેની હાલત લગભગ બેરોજગાર જેવી જ છે, પણ તેમનો સમાવેશ બેરોજગારોમાં થઇ શકતો નથી. રોજગારીની બાબતે કોની કેવી દશા? Â મહિલા: ભારતમાં બેકારી સમજવા માટે આપણે મહિલાઓની સ્થિતિ સમજવી પડે. લેટેસ્ટ આંકડા અનુસાર ગ્રામીણ વિસ્તારોમાં ફક્ત 24 ટકા અને શહેરી વિસ્તારોમાં 17 ટકા મહિલાઓ વર્કફોર્સનો ભાગ છે. છેલ્લાં પાંચ વર્ષમાં રોજગારની બાબતે મહિલાઓની સ્થિતિ વધારે કથળી છે. બેકારીનો સર્વે કરનારી સંસ્થા ‘સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી’ (સીએમઆઇઇ) અનુસાર આ સમયગાળામાં લગભગ એક કરોડ કરતાં વધારે મહિલાઓની રોજગારી છીનવાઇ ગઇ. કોવિડ પછી જોબ માર્કેટમાં જે કંઇ નવી રોજગારીની તકો ઊભી થઇ તે મોટા ભાગે પુરુષોને મળી છે. Â યુવાનો: ભારતમાં સૌથી વધુ બેકારી યુવાનોમાં છે. શહેરી વિસ્તારમાં યુવતીઓમાં બેકારીનો દર સૌથી વધુ 25 ટકા છે. યુવકોમાં આ દર લગભગ 18 ટકા છે. ગ્રામીણ વિસ્તારોમાં પણ યુવાનોમાં જ બેકારીનો દર સૌથી વધુ છે. યુવતીઓમાં 14 ટકા કરતાં વધારે અને યુવકોમાં લગભગ દસ ટકા છે. Â શિક્ષિત: ભારતમાં જેમ જેમ શિક્ષણનું સ્તર વધતું જાય છે તેમ બેકારોની સંખ્યા પણ વધતી જાય છે. આપણે ત્યાં જો કોઇએ સેકન્ડરી કે તેના કરતા વધારે અભ્યાસ કરી લીધો હોય તો તે બેરોજગાર બને તેવી શક્યતા વધી જાય છે. આંકડા આવું જ કંઇક કહે છે. પીએલએફએસના એક રિપોર્ટ અનુસાર સેકન્ડરી કે તેનાથી વધુ અભ્યાસ કરેલા લોકોમાં બેરોજગારીનો દર સૌથી વધુ 10 ટકા છે. નિરક્ષરોમાંથી એક ટકા લોકો પણ બેરોજગાર નથી. બેકારીનું મુખ્ય કારણ શું? Â ટેક્નોલોજી પર ફોકસ: ફક્ત ભારત દેશમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં પરિસ્થિતિ એ જ છે કે ટેક્નોલોજી આધારિત નવા અર્થતંત્રમાં કામ કરવા લાયક વસ્તીની સરખામણીએ રોજગારીની તકો ઘણી ઓછી થઇ છે. એટલે સ્વાભાવિક રીતે બેકારીનો દર વધે જ. પણ આ આંકડો સ્વીકારવા સરકાર તૈયાર નથી. Â મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં પરિવર્તન: શ્રમ આધારિત હોવાને કારણે મોટા ભાગની રોજગારીની તકો મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ઊભી થાય છે, પણ અમુક વર્ષથી ભારતમાં આ સેક્ટરમાં વિકાસનો દર ઘણો ઓછો છે. મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા લઘુ અને મધ્યમ ઉદ્યોગ ક્ષેત્રને અનેક મુશ્કેલીઓ વેઠવી પડે છે. આમાં નવું રોકાણ નથી થતું અને સામાન્ય લોકોની ખરીદશક્તિ ઓછી થઇ હોવાથી તેની ખરાબ અસર પડી છે. Â સ્કિલનો અભાવ: આપણે ત્યાં રોજગારલક્ષી શિક્ષણને વધારે મહત્ત્વ આપવામાં આવતું નથી. તેથી દર વર્ષે લાખોની સંખ્યામાં સ્નાતકો બહાર આવે છે. પરંતુ તે કોઇ કામને લાયક નથી. થોડા સમય પહેલાં પ્રસિદ્ધ થયેલા એક રિપોર્ટને ધ્યાનમાં રાખીને એવું કહી શકાય કે આપણે ત્યાં એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટમાંથી પાસ આઉટ થયેલા મોટા ભાગના ઇજનેર સ્નાતકોની કુશળતાનું સ્તર ઔદ્યોગિક સેક્ટરની જરૂરિયાત અનુસારનું નથી. આવી પરિસ્થિતિમાં અનેક ક્ષેત્રોમાં રોજગારીની તકો ઉપલબ્ધ હોવા છતાં યોગ્ય લોકો નથી મ‌ળતા અને બેકારીની સમસ્યા જડબાં ફાડીને ઊભી રહે છે. ⬛ (લેખિકા નવી દિલ્હીની ડો.

અન્ય સમાચારો પણ છે...