એસ. ટી. આઈ. (સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન) કોઈ પણ ઉંમરના લોકોને થઈ શકે છે. આ રોગ વય પ્રમાણે ભેદભાવ કરતા નથી. જો તમે સેક્સ્યુઅલી એક્ટિવ છો, તો તમને એસ. ટી. આઈ.નું જોખમ રહેલું છે. જેમાં ક્લેમિડિયા, જનનાંગોના મસા અથવા હર્પીઝ, ગોનોરિયા, હિપેટાઇટિસ ‘બી’, સિફિલિસ અને ટ્રાઇકોમોનિઆસિસનો સમાવેશ થાય છે. વળી, એચ.આઈ.વી. અને એઈડ્સથી પીડાતા વૃદ્ધોની સંખ્યા પણ વધી રહી છે. જો તમે લગ્નેત્તર જાતીય સંબંધ ધરાવતા હો તો તમારે હંમેશાં તમારું ચેકઅપ કરાવતા રહેવું જોઈએ. આવા સબંધો બાંધતી વખતે કોન્ડોમનો ઉપયોગ કરવો જ જોઈએ. બહેતર આરોગ્ય, દવાઓ અને ઓનલાઈન સહિતના માધ્યમોથી વધુને વધુ લોકોના સંપર્કમાં રહેવાની સુવિધાઓને કારણે વૃદ્ધો પણ કોઈ પણ ઉંમરે ડેટિંગ અને સેક્સની મજા માણી રહ્યા છે. કોઈ પણ પ્રકારનો જાતીય સમાગમ કરતા પહેલાં તમારા પાર્ટનરની હિસ્ટ્રી જાણી લો. તમારે બંનેએ પણ પહેલા ટેસ્ટ કરાવવો જોઈએ. હંમેશાં કોન્ડોમ અને પાણી આધારિત લ્યુબ્રિકન્ટનો ઉપયોગ કરો, જે જાતીય રોગ (એસ. ટી. આઈ.) થવાની શક્યતા સામે રક્ષણ આપે છે. સલામત સેક્સ તમને ખુશ કરે છે સલામત સેક્સના ફાયદા ઘણા છે. નિયમિત સેક્સ માણવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે, કેલરી બાળે છે, બ્લડપ્રેશર ઘટાડે છે, તમને રિલેક્સ કરવામાં મદદ કરે છે, પીડાને હળવી કરે છે, તમારા મનને સજાગ રાખે છે અને હૃદયરોગના હુમલા અને પ્રોસ્ટેટ કેન્સરનું જાેખમ ઘટાડી શકે છે. તે તમને અને તમારા જીવનસાથીને વધુ નજીક રાખે છે. તે લાંબું જીવવામાં પણ મદદ કરી શકે છે. સેક્સ થેરપી એક ક્વોલિફાઇડ સેક્સોલોજિસ્ટ તમારી સમસ્યાઓ અંગે જાણી, તમારી જરૂરિયાતો પૂર્ણ કરવાના વિવિધ ઉપાયો સૂચવશે. નપુંસકતા અને શીઘ્રસ્ખલન માટેની લેટેસ્ટ સારવાર તેઓ જણાવશે. જો સંધિવા જેવી સ્થિતિને કારણે સેક્સનો આનંદ માણવો મુશ્કેલ બની જાય છે, તો તે નવી પોઝિશન સૂચવી શકે છે જે તમારા બંને માટે વધુ આરામદાયક અને સંતોષકારક બની રહે. તમારા પાર્ટનર સાથે સમસ્યા વિશે ચર્ચા કરો અને બંનેને અનુકૂળ ઉપાય વિશે વિચારો. જરૂર લાગે તો સેક્સોલોજિસ્ટનો સંપર્ક કરો. કેટલાંય યુગલો સેક્સોલોજિસ્ટ પાસેથી સારવાર કરાવી સેક્સનો આનંદ મેળવતા જ હોય છે. dr9157504000@shospital.org
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.