તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિમ્પલ સાયન્સ:ફૂગના માધ્યમથી કૃષિપાકની રોગપ્રતિકારક શક્તિ વધારી શકાશે!

22 દિવસ પહેલાલેખક: જ્વલંત નાયક
 • કૉપી લિંક
 • પહેલી નજરે નુકસાનકારક લાગતી ફૂગ આપણને ઘણી જગ્યાએ અતિશય ઉપયોગી સાબિત થાય છે

દેશમાં ચારે તરફ ખેતી અને એના પ્રશ્નો વિષે ચર્ચા ચાલી રહી છે ત્યારે આપણે ય એ વિષયે થોડી વાત કરી લઈએ. સ્વાભાવિકપણે આપણી ચર્ચા પોલિટિકલ નહીં પણ સાયન્ટિફિક એંગલ અંગેની હશે. વિજ્ઞાનની નવી નવી પ્રશાખાઓની ક્ષિતિજો વિસ્તરતી જાય છે, તેમ તેમ અનેક નવી પદ્ધતિઓ પણ અમલમાં મૂકાતી જાય છે. કૃષિની વાત કરીએ તો કીટકોથી પાકનું રક્ષણ કરવાનો મુદ્દો અતિશય મહત્ત્વનો છે. એમાંય જો કોઈ કૃત્રિમ કેમિકલ એજન્ટને બદલે કુદરતી રીતે પાકનું રક્ષણ થતું હોય તો તો પૂછવું જ શું! તાજેતરમાં જ પ્લાન્ટ્સ અને બોટનીના અભ્યાસ (phytology)ને લગતી એક સાયન્સ જર્નલમાં જે અહેવાલ પબ્લિશ થયો છે, એનાથી ઘઉં તેમજ કઠોળ વગેરેના પાકના સંરક્ષણ માટેના પ્રયત્નોને એક નવી જ દિશા મળી છે. સંશોધકો જણાવે છે કે એક ખાસ પ્રકારની ફૂગ ઘઉં અને કઠોળના પાકને એફિડ્સ સામે રક્ષણ આપે છે. (‘એફિડ્સ’ એટલે પાકને નુકસાન કરનારા ખાસ પ્રકારના જંતુ) આ ફૂગને કારણે ઘઉં અને કઠોળના છોડમાં એવી રોગપ્રતિકારક શક્તિ પેદા થાય છે જે એફિડ્સ સામે રક્ષણાત્મક કવચ પૂરું પાડે છે. દરેક છોડની પોતાની કુદરતી રોગપ્રતિકારક શક્તિ હોય જ છે. પણ આ ખાસ પ્રકારની ફૂગ છોડની રોગપ્રતિકાર શક્તિને ખાસ્સા લેવલ સુધી સુધારી આપે છે. પરિણામે કીટકોનો ભય ઘણા પ્રમાણમાં ઓછો કરી શકાય છે. છોડ સાથે ફૂગ ક્લોઝ બોન્ડિંગ (close rapport) દ્વારા ફંગલ સ્ટ્રેઇન (fungal strains) બનાવે છે. આ ફંગલ સ્ટ્રેઇનથી કીટકોનો ઉપદ્રવ ઓછો થઇ જાય છે. સરવાળે પાકને થતા નુકસાનમાં મોટો ઘટાડો થાય છે. થ્રિપ્સ, વ્હાઇટફ્લાય, એફિડ્સ, કેટરપિલર, વીવી, ખડમાકડી, કીડી, કોલોરાડો, બટાકાની ભમરો, મેલીબગ્સ વગેરે જેવા પાકભક્ષી કીટકો-જીવાતો હુમલો કરે ત્યારે પેલા ફંગલ સ્ટ્રેઇનનું ઇન્ફેકશન આ કીટકોને લાગે છે. અને ફંગલ ઇન્ફેકશનને કારણે આ કીટકો પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડી શકતા નથી. આ સંશોધનમાં સામેલ નિકોલાઈ મેલિંગ પોતે કોપનહેગન યુનિવર્સીટીમાં એસોસિયેટ પ્રોફેસર તરીકે કાર્યરત છે. સંશોધન હજી પ્રાથમિક તબક્કામાં છે. પરંતુ નિકોલાઈના કહેવા મુજબ ખેતીમાં પાકના સંરક્ષણ માટે છોડની રોગપ્રતિકારક ક્ષમતા વધારતી ચોક્કસ પ્રકારની ફૂગનો બહોળા પ્રમાણમાં વાસ્તવિક ઉપયોગ કરવા પહેલા એ ચોક્કસ પ્રકારની ફૂગ કઈ રીતે કાર્ય કરે છે એ સમજવું પડશે. આથી સંશોધકો હાલ આ ફૂગની વર્તણૂક અને કાર્યપદ્ધતિનો અભ્યાસ કરી રહ્યા છે.અત્યાર સુધી જે સંશોધનો થયા છે એ પરથી તજજ્ઞો જણાવે છે કે વાતાવરણમાં આ ફૂગ બીજકણ (spores) તરીકે હાજર હોય છે. જ્યારે કીટકો પાક પર હુમલો કરે ત્યારે છોડની સપાટી ઉપર, જમીનમાં અથવા હવામાંથી ફૂગના બીજકણો કીટકના શરીરમાં પ્રવેશે છે. એકવાર શરીરમાં દાખલ થયા બાદ કીટકના આખા શરીરમાં ફૂગનું ઇન્ફેકશન લાગે છે. કેટલીક ફૂગ તો કીટકના શરીરમાં રીતસર ઝેર (toxin) પેદા કરે છે. આ બધાને પ્રતાપે છેવટે પેલા ઇન્ફેક્ટેડ કીટકનું મૃત્યુ નિશ્ચિત! કીટક મારે એ પછી આ ફૂગ એના શરીરના બાહ્ય આવરણમાં પણ ફેલાઈ જાય છે, જે બીજાં કીટકોને ઇન્ફેકશન લગાડવામાં કારણભૂત બને છે. આમ ફૂગનું આ ચક્ર ચાલતું રહે છે. પહેલી નજરે નુકસાનકારક લાગતી ફૂગ આપણને ઘણી જગ્યાએ અતિશય ઉપયોગી સાબિત થાય છે. બીજો મોટો ફાયદો એ છે કે કીટકો માટે વિનાશક. ટૂંકમાં, વૈજ્ઞાનિક પદ્ધતિએ આવી ફૂગનો ઉપયોગ કરવામાં આવે તો અનેક કીટકો-જંતુઓથી પાકનું રક્ષણ કરવામાં મોટી સફળતા મળી શકે. દરેક સિક્કાને બે બાજુઓ હોવાની જ. પાકરક્ષણની આ પદ્ધતિમાં અનેક ફાયદાઓ સાથે જ કેટલાક ગેરફાયદાઓ પણ છે જ. જેમ કે કીટક નાશક ફૂગ અનેક પ્રકારનાં જંતુઓ-કીટકોનો નાશ કરે છે. પરિણામે પાકને મદદરૂપ થનારા કેટલાક ઉપયોગી પરોપજીવીઓ અને પરાગ રજકો (pollinators)નો પણ સફાયો કરી નાખે છે! એ ઉપરાંત ફૂગ કોઈ પણ કીટકને મારવા માટે એકાદ સપ્તાહનો સમય લે છે.જો આપણે ખરેખર કીટનાશક તરીકે કુદરતી ફૂગનો ઉપયોગ કરવા માગતા હોઈએ, તો આ સમયગાળો ઘણો લાંબો ગણાય. ખેર, ટૂંક સમયમાં કૃષિવિજ્ઞાનીઓ આ ગેરફાયદાઓ દૂર કરશે એવી આશા રાખીએ. ⬛jwalantmax@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો