તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાસ્તાનગોઈ:શિયાળનું કમિટમેન્ટ

4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઇસપની આ વાર્તા પછી એટલો તો બોધ આપણને સૌને મળે છે કે જીવનમાં ક્યારેય ફાલતુ કમિટમેન્ટ્સ ન કરવા. ક્યારેક શિયાળની જેમ ફસાઇ જવાય

- અંકિત દેસાઈ

એક વાર એક શિયાળ અને સિંહ સાથે શિકાર પર નીકળેલા. આ વાક્ય એમ પણ સમજી શકાય કે શિયાળ સિંહ સાથે આસિસ્ટન્ટ તરીકે નીકળી પડેલું. બાકી, સિંહ શેનો શિયાળ સાથે નીકળે? બંનેને કકડાવીને ભૂખ લાગેલી અને માળુ ખોરાક મળે નહીં. એટલે સિંહનો પારો એકસો પાંચ પર! લુચ્ચા શિયાળને એમાંય દોઢડહાપણ સૂઝ્યું. તે તેણે સિંહ સામે શેખી મારી, ‘ડુડ, તને બકરીઓનો અવાજ સંભળાય છે?’ સિંહને તો આમેય ભૂખ લાગે ત્યારે મગજ દાંતમાં આવીને આરામ કરે. એટલે તેને તો કોઈ અવાજ આવ્યો નહોતો, પરંતુ એ કંઈ જવાબ આપે એ પહેલાં શિયાળે જ ડહાપણ ડહોળ્યું કે, ‘એક કામ કર, તું આ ઝાડ નીચે આરામ કર. હું જ થોડા સમયમાં તારે માટે એક અલમસ્ત બકરી લઈને આવું છું.’ સિંહ પાસે તો આમેય ભૂખને લીધે તાકાત નહોતી એટલે, ‘સારું, પણ જલદી આવજે. મને બહુ ભૂખ લાગી છે’ એમ કહી દીધું. હવે શિયાળ તો ઓવર કોન્ફિડન્ટ. એને તો એમ જ કે અલા એક બકરું જ લાવવાનું છે ને? લઈ આઈશું…

પણ બકરીઓના વાડા પાસે ગયો ત્યારે તેને ખબર પડી કે એ વાડો તો ચારેય બાજુથી કિલેબંધ છે અને વાડની અંદર ચાર-પાંચ કૂતરા એ બકરીઓની રખેવાળી કરી રહ્યા છે. કૂતરાને દૂરથી જોઈને જ શિયાળનું તો ગળું સૂકાઈ ગયું એટલે એણે ત્યાંથી ચાલતી પકડી. પણ પછી ધ્યાનમાં આવ્યું કે સિંહ પાસે ડહાપણ કરીને આવ્યા એનું શું? સિંહ તો કાગડોળે રાહ જોતો હશે અને પાછી મોઢામાંથી લાળ પડતી હશે એ વધારાની! પરંતુ હવે કંઈક તો જવાબ આપવો પડશેને? એટલે તેણે સિંહ પાસે જઈને કહ્યું, ‘અરે ભાઈ, જવા દો ને વાત. હું ત્યાં બકરીઓના વાડા પાસે ગયો અને ત્યાં જોયું તો રડુંરડું આવી ગયું. અરે! બાપડી બકરીઓના હાકડાં પર સીધું ચામડું જ દેખાય. એક ટુકડો માંસનો નજરે ન ચઢે… આવી બકરીઓને તો મારવા જઈએ તો મહેનત પડે!’

ઈસપની આ વાર્તામાં છેલ્લે સિંહે શિયાળને સપાટા બોલાવ્યા કે નહીં એનો ખુલાસો નથી વાંચવા મળ્યો, પરંતુ આ વાર્તા પરથી એક બોધ જરૂર મળે કે જીવનમાં ક્યારેય ફાલતુ કમિટમેન્ટ્સ ન કરવા. સિંહ તો આમેય શિકાર કરવા નીકળ્યો જ હતો. એ તો એનું ફોડી જ લેત! પરંતુ શિયાળે કમિટમેન્ટ કર્યું એટલે સિંહ પોતેય શિકાર માટે ન ગયો અને શિયાળને કૂતરાઓ જોઈને જ તેની હેસિયત ખબર પડી ગયેલી. આખરમાં સિંહ કારણ વિના ભૂખ્યો રહ્યો. ઈસપે તો અંતમાં કહ્યું નથી, પરંતુ વાસ્તવમાં તો આવા હેસિયત બહારના કમિટમેન્ટ્સ કોઈ કરવા જાય તો એના બાર વાગી જાય એ વાતમાં કોઈ બે મત નહીં. આખરે વેચાતી લડાઈ લેવાનું કામ જ શું? ankitdesaivapi@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો