તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
લોગ નાહક કિસી મજબૂર કો કહતે હૈ બુરા,
આદમી અચ્છે હૈ પર વક્ત બુરા હોતા હૈ.
- મુનીર નિયાઝી
માણસોની સૌથી મોટી મુશ્કેલી એ છે કે એક માણસ બીજા માણસ વિશે બહુ જલદી જજમેન્ટલ બની જાય છે. ઘણી વાર તો આપણે એવી વ્યક્તિ વિશે અમુક માન્યતાઓ બાંધી લેતાં હોઈએ છીએ જેની સાથે આપણે ગાઢ સંબંધ ન હોય. છતાં લોકોએ તેના વિશે કરેલી સાચીખોટી વાતો ઉપરથી જ આપણે તે વ્યક્તિનું ચરિત્ર નક્કી કરી લઈએ છીએ. મજાની વાત એ છે કે આપણે તેના માટે શું વિચારીએે છીએ તેની જાણ સામેવાળી વ્યક્તિને તો હોતી જ નથી. શક્ય છે કે એણે જે તે સમયે કરેલું વર્તન યોગ્ય ન પણ હોય, પરંતુ તેણે એવું શા માટે કર્યું તે જાણવું પણ ખૂબ જરૂરી હોય છે. ઉપરોક્ત શેરમાં પણ કંઇક આવી જ વાત છે. બની શકે કે સમય, સંજોગ, ઘટના કે પ્રસંગ જ કંઇક એવાં બન્યાં હોય કે તે વ્યક્તિને અયોગ્ય વર્તન કરવાની ફરજ પડી હોય. તેને કારણે તે વ્યક્તિને ખરાબ કહેવી તે યોગ્ય નથી.
મુનીર નિયાઝી
શાયર મુનીર નિયાઝીની શાયરી તેમનાં સમયનાં તમામ શાયરો પસંદ કરતા હતા, પરંતુ મુનીરસાહેબને કોઈની શાયરી પસંદ નહોતી આવતી. તેમણે ઘણા ઇન્ટરવ્યૂઝમાં એવા મતલબની વાત કરતાં કહ્યું પણ હતું કે પાકિસ્તાન સ્વતંત્ર દેશ બન્યા પછી કોઈ મોટો શાયર પાકિસ્તાનમાં જન્મ્યો નથી.
ડો. મંજૂર એજાઝ એક પ્રસંગ યાદ કરતાં એક જગ્યાએ લખે છે કે એક વાર પાકિસ્તાનના શાસક ભુટ્ટો તરફથી કેટલાક શાયરોને મળવા માટે આમંત્રણ મળ્યું હતું. તે શાયરોમાં મુનીર નિયાઝીનું નામ પણ સામેલ હતું. વાતવાતમાં એક વ્યક્તિએ કહ્યું કે મુલાકાત સમયે જો આપણને સ્કોચ ઓફર કરવામાં આવે તો તે આપણે વઝીરેઆઝમ સાથે જરૂર લઈશું. આ વાત સાંભળી મુનીર તરત બોલ્યા, હુકમરાન સે બાત કરને જાયેં યહ તો ઠીક હૈ, લેકિન સ્કોચ પીને જાયે યહ મામલા કુછ જમા નહીં. સ્કોચ તો ઘર મેં પડી હૈ, યહીઁ પી લો.
tejasdave40@gmail.com
પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.