તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પક્ષીઓની દુનિયા:પંખીઓએ કલશોર કર્યો ભાઇ….

ડો. કુસુમ બાલી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પક્ષીઓનો અનેરો સંસાર છે. આ સમયે આપણે શાંતિથી એમની દુનિયા નિહાળી શકીએ

કોરોનાકાળ બાળકો માટે ખાસ કરીને મુશ્કેલ રહ્યો છે. અભ્યાસ ઓનલાઇન થઇ ગયો, રમવા માટે બહાર નહીં નીકળવાનું, બર્થડે પાર્ટી જેવા કોઇ ફંક્શન નહીં… બાળકોને એ સમજવાનું મુશ્કેલ બની ગયું કે શું કરવું? આવી સ્થિતિમાં બાળકોને પ્રકૃતિના સાંનિધ્યનો આનંદ માણવાનું શીખવી શકો છો. દૂરબીન લઇને અગાશી પર બાળકોને લઇ જાવ. ઘરની આસપાસ આવેલા વૃક્ષો પર જાતજાતના પક્ષીઓ જોવા મળશે. જેમાં કાગડો, કાબર, બુલબુલ જેવા સામાન્ય પક્ષીઓની સાથે એક એવું પક્ષી પણ જોવા મળી જાય, જેના શરીરનો રંગ બ્લ્યુ અને બ્લેક હોય. આ આકર્ષક પક્ષીને ગ્રેંટર કૂકલ અથવા મહોકા કહે છે. તેનું કદ કાગડાથી થોડું મોટું હોય છે અને તે ઊડે ત્યારે એની ઊડવાની રીત શાનદાર હોય છે. જો તમે થોડું વધારે ધ્યાન આપો તો અનેક પ્રજાતિના પક્ષીઓ જોવા મળશે. જેને તમે ધીમે ધીમે ઓળખવા પણ લાગશો. આજકાલ તો ઇન્ટરનેટ પર તમામ માહિતી ઉપલબ્ધ હોય છે, કોઇ પણ પક્ષીની થોડીક લાક્ષણિકતા જાણી, તેના રંગ, કદ વિશે જો તમે ઇન્ટરનેટ પર સર્ચ કરો તો અઢળક જાણકારી મળી રહે. હવે લોકડાઉનમાં થોડી રાહત મળી છે, ત્યારે ઘરની પાસે ખેતર કે વાડી આવેલ હોય તો ત્યાં જઇ શકો. ત્યાં તમને અનેક નવી પ્રજાતિના પક્ષીઓ જોવા મળવાથી બાળકો તો ઠીક, તમે પોતે પણ દંગ થઇ જશો. તળાવમાં સફેદ બગલા, સફેદ રંગનું ગળું હોય એવી જળકૂકડી, સફેદ વેંગ્ટેલ- જેની પૂંછડી સતત હલ્યા કરતી હોય છે. એમ તો એક એપ છે, જેનું નામ મર્લિન પક્ષી એપ છે. જે ચોક્કસ વિસ્તારના પક્ષીઓની જાણકારી આપે છે. ક જેમ જેમ પક્ષીઓની વધુ ને વધુ ઓળખ કરતાં જશો તેમ તેમ તેમના સ્વભાવ-વર્તન અંગે ઘણુંબધું શીખવા મળશે. કેટલાક પક્ષી જમીન પાસે રહેવાનું પસંદ કરે છે, જેમ કે લાલ ટીટોડી, લાલ નેપ્ડ ઇબિસ, ખંજન જેને અંગ્રેજીમાં વેંગ્ટેલ કહે છે. યુરેશિયન હૂપૂ વગેરે. જ્યારે કેટલાક પક્ષી જેવા કે પોપટ, બુલબુલ કોયલ વગેરે વૃક્ષો પર રહે છે. કેટલાક પક્ષી વીજળીના તાર પર પણ જોવા મળે છે. જેમ કે કિંગફિશર, કાગડા વગેરે. જ્યારે સમડી વૃક્ષની ટોચની ડાળીએ બેઠેલી જોવા મળશે. કેટલાક પક્ષી સ્વભાવે શરમાળ હોય છે અને વૃક્ષો તથા ઝાડીમાં છુપાઇ રહે છે. કેટલાક પક્ષીઓ એવા પણ છે, જે નાના પક્ષીઓ અને તેમના ઇંડા ખાઇને જીવિત રહે છે. રોજિંદા વ્યસ્ત જીવનમાં આ સમયે આપણને એક નવી દુનિયા જોવા-માણવાનો મોકો આપ્યો છે કે જીવન પ્રત્યેનો ઉલ્લાસ અને ઉત્સાહ વધે. ⬛

અન્ય સમાચારો પણ છે...