તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપસ કી બાત:આ કલાકાર અંદરખાને તોફાની બાળક જેવા હતા

4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ‘હમરાઝ’માં રાજકુમારે વ્હાઇટ શૂૂઝ પહેર્યાં બાદ એ વ્હાઇટ શૂઝ એમની આગવી સ્ટાઇલ અને ઓળખ બની ગયા હતા

- રાજકુમાર કેસવાની
આપણે રાજકુમારના અભિનય, કરિયર, તેમની અદા વિશે વાત કરી, પણ એક વાતની કોઇને જાણ નથી કે આ મહાન અભિનેતાનું એક બીજું રૂપ પણ હતું. એ આંતરિક રીતે નાનકડું કોઇ તોફાની બાળક હોય એવી રીતે વર્તતા હતા. કમાલની વાત એ છે કે ફિલ્મવાળા રાજકુમાર કરતાં વધારે આ નાનકડા બાળકથી વધારે ડરતા હતા. કોને ખબર ક્યારે એ બાળક કોઇ રાજાને કહી દે, ‘રાજાએ કપડાં નથી પહેર્યાં.’
એમના આમ તો અનેક કિસ્સાઓ સામાન્ય રીતે સાંભળવા મળ્યા છે, છતાં રાજકુમારની વાત આ વાત વિના સાવ ફિકી લાગશે. જેમ કે, ઘણા વર્ષો પહેલાં ફિલ્મ ‘ઇન્સાફ કા તરાજૂ’ના ટ્રાયલ શો જોઇને બહાર નીકળ્યા ત્યારે એમનો પરિચય ઝીનત અમાન સાથે કરાવવામાં આવ્યો. એમણે તરત જ પોતાની આગવી અદાથી કહ્યું, ‘કાફી ખૂબસૂરત હૈ આપ. ફિલ્મોં મેં ટ્રાય ક્યોં નહીં કરતી?’ તમને સૌને એ તો યાદ હશે કે આ દરમિયાન ઝીનત અમાન ફિલ્મ ‘હરે રામા હરે કૃષ્ણ’ સહિત અનેક ફિલ્મોમાં અભિનય કરી ચૂકી હતી અને ‘ઇન્સાફ કા તરાજૂ’ની હિરોઇન પણ એ જ હતી.

આવી જ રીતે એક વાર સંગીતકાર બપ્પી લાહિરી પણ એમની આ અદાનો ભોગ બન્યા હતા. એક પાર્ટીમાં કાયમની માફક સોનાના ઘરેણાંથી સજ્જ બપ્પી લાહિરી રાજકુમારને મળ્યા, રાજકુમારે એમના ગળામાં લટકતી જાતજાતની ગોલ્ડ ચેઇન્સમાંથી એક ચેઇન હાથમાં લેતાં કહ્યું, ‘જાની, સારે ઝેવર તો પહન લિએ, બસ ઇસમેં એક મંગલસૂત્ર કી કમી હૈ. પહના કરો. અચ્છા લગેગા.’ ફિલ્મ ‘હમરાઝ’માં રાજકુમારના વ્હાઇટ શૂઝ પર કેમેરા એટલો બધો ઝૂમ થયો હતો કે એમના વ્હાઇટ શૂઝ સ્ક્રીન પર આવતાં જ ઓડિયન્સની તાળીઓનો ગડગડાટ ગૂંજી ઊઠતો હતો. જેમણે પહેલાં આ ફિલ્મ જોઇ લીધી હોય તેઓ બૂમો પાડવા લાગતા, ‘આવી ગયા રાજકુમાર.’ અથવા ‘જાની, યહ દસ નંબર કા જૂતા હૈ…’ ‘હમરાઝ’ ફિલ્મ જ્યારે હિટ થઇ ત્યારે લોકો એમને અભિનંદન આપવા માટે મળતા ત્યારે તેઓ કહેતા, ‘હમ તો હમ હમારે જૂતે તક ફિલ્મેં હિટ કરવા દેતે હૈં…’ રસપ્રદ વાત એ છે કે પછી તો જીતેન્દ્ર કે અજીત જેવા અભિનેતાઓએ પણ આવા વ્હાઇટ શૂઝ અનેક ફિલ્મોમાં પહેર્યાં.

જીતેન્દ્ર રાજકુમારના જબરા ફેન હતા. ફિલ્મ ‘મેરે હુજૂર’ (’68)માં રાજકુમાર સાથે કામ પણ કરી ચૂક્યા હતા. છતાં એ પણ રાજકુમારના આવા કટાક્ષનો શિકાર બન્યા. ફિલ્મ ‘ધરમકાંટા’ (’82)ના સેટ પર જીતેન્દ્ર, રાજેશ ખન્ના, અમજદ ખાન, રીના રોય સહિત ફિલ્મની સ્ટારકાસ્ટના ગ્રુપ ફોટો માટે જ્યારે નિર્દેશક સુલતાન અહમદે રાજકુમારને બોલાવ્યા, તો જવાબ સાંભળવા મળ્યો, ‘યહ ક્યા જૂનિયર આર્ટિસ્ટોં કી ઝુંડ મેં હમેં બુલા રહે હૈં?’ ટેક્નિકલી રીતે જોઇએ તો ભલે આ તમામ કલાકારો રાજકુમારથી જૂનિયર હતા, પણ જૂનિયર આર્ટિસ્ટ??? અને…

ગોવિંદાને તો બિચારાને સમજણ જ નહોતી પડતી કે રાજકુમાર એની પ્રશંસા કરી રહ્યા છે કે મજાક ઉડાવે છે! એક વાર રાજકુમારે ગોવિંદાના શર્ટની પ્રશંસા કરી, તો એણે એવું જ શર્ટ રાજકુમારને ગિફ્ટ આપ્યું. બીજા દિવસે જોયું તો રાજકુમાર એ જ શર્ટમાંથી બનાવેલો રૂમાલ પોતાના ખિસ્સામાં ભરાવીને જોવા મળ્યા. ગોવિંદાને આના પરથી કંઇ સમજાયું કે ન સમજાયું, પણ મને એ સમજાઇ ગયું છે કે હવે મારે થોડો સમય અટકવાનો સમય આવી ગયો છે. અહીં થોભું છું. રાજકુમારની આગળની સફરની વાત આવતા સપ્તાહે… જય જય.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો