તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સીન-શોટ:વાત બોલિવૂડના લુકઅલાઇક્સની

ઉમેશકુમાર ઉપાધ્યાય13 દિવસ પહેલા
 • કૉપી લિંક

⚫ પ્રશાંત વાલદે લુકઅલાઇક શાહરુખ ખાન ડાન્સનો શોખ નાનપણથી જ હોવાથી શાહરુખ ખાનની મિમિક્રી, બોડી લેંગ્વેજ શીખ્યો. મુંબઇ આવીને જૂનિયર પ્રેમ ચોપરાના લુકઅલાઇક વિશ્વજીત સોનીને મળ્યો. તેમના કહેવાથી એક એડ મળી. એ એવી હિટ નીવડી કે મને ‘ઓમ શાંતિ ઓમ’ માટે બોલાવ્યો. ફિલ્મિસ્તાન પહોંચ્યો, ત્યાં પહેલા દિવસે શાહરુખ ખાનને મળ્યો તો એ બોલ્યા, ‘વેરી ગુડ! તમે તો મારા જેવા જ દેખાવ છો.’ ‘ઓમ શાંતિ ઓમ’નું બે દિવસ શૂટ કર્યું અને પછી તો કરિયરની ગાડી ઊપડી. વર્ષ 2007થી અત્યાર સુધીમાં 400 જાહેરાતો અને ઓમ શાંતિ ઓમ, ડોન, ચેન્નાઇ એક્સપ્રેસ, ડિયર જિંદગી, ફેન સહિત 15-20 ફિલ્મો કરી ચૂક્યો છું. જુનિયર શાહરુખ ખાન તરીકે એમની સાથે મિસ ફેમિના એવોર્ડ કર્યો. એમણે જ ફેન માટે રેકમેન્ડ કર્યો. સ્ટાર ચાલે છે, તો લુકઅલાઇક ચાલે છે. વચ્ચે શાહરુખભાઇની ફિલ્મો ઓછી ચાલતી હતી, ત્યારે મારું કામ પણ ઓછું રહેતું. ⚫ શશિકાંત પેડવાલ લુકઅલાઇક અમિતાભ બચ્ચન હું પૂણેમાં સરકારી શિક્ષક છું, પણ લુકઅલાઇક અમિતાભ બચ્ચન પ્રોગ્રામ કરું છું. આજે જે કંઇ છું, તે બચ્ચનસાહેબને લીધે જ છું. લુકઅલાઇક હોવાથી અત્યાર સુધીમાં 1000થી વધારે શોઝ ભારતથી લઇને યુએસએ, અમેરિકા, દુબઇ, મોરેશિયસ વગેરેમાં કરી ચૂક્યો છું. લોકડાઉનમાં મોટિવેશનલ પ્રોગ્રામ કરું છું. બચ્ચનસાહેબ મારાથી 27 વર્ષ મોટા છે, છતાં વજન વગેરેનું ધ્યાન રાખવું પડે છે. મેં ફિલ્મ ‘ઝુંડ’માં લુકઅલાઇક તરીકે ત્રણ દિવસ કામ કર્યું છે. લાંબા શોટ આપ્યા છે. 2011માં પહેલી વાર એમના ઘરે જ મળ્યો હતો. એ કહેવા લાગ્યા, ‘આપણા ચહેરા એકસરખા છે કે ખબર નથી પડતી કે અસલી અમિતાભ હું છું કે તમે?’ મારા પ્રોગ્રામ સ્ટાન્ડર્ડ હોય છે, પણ જે મળે તેમાંથી 25 ટકા રકમ એનજીઓને આપું છું. પૂણે સ્થિત કેન્સર પેશન્ટની હોસ્પિટલમાં લાસ્ટ સ્ટેજના પેશન્ટ્સને બચ્ચનસાહેબનાં ગીતો અને ડાયલોગ્સ સંભળાવું છું. પૂણેમાં એક વૃદ્ધાશ્રમ બનાવવા ઇચ્છું છું. એ માટે બિગ બી ફાઉન્ડેશન નામની સંસ્થા બનાવી છે. ⚫ સીમા મોટવાની લુકઅલાઇક હેમા માલિની વર્ષ 2000માં એક સિંધી ફિલ્મ કરતી હતી ત્યારે ગીતને કારણે અનેક લુકઅલાઇક આવ્યા હતા. એમણે કહ્યું કે તમે હેમા માલિની જેવાં લાગો છો. થોડા સમય પછી એમ ટીવી પર ફુલ્લી ફાલતૂ પ્રોગ્રામ માટે ફોન આવ્યો, જેમાં હેમા માલિનીનાં લુકઅલાઇક તરીકે ઘણું કામ કર્યું. આ ઉપરાંત, હૈલો કૌન, પહચાન કૌન, લાફ્ટર શો વગેરે લુકઅલાઇક તરીકે કામ કરી ચૂકી છું. હેમા માલિની સાથે પહેલી વાર ‘જય માતા દી’ સિરિયલ દરમિયાન થઇ હતી. તેમાં હેમાજીને માતા રાની અને મને મહારાણીની ભૂમિકા આપવામાં આવી હતી. ત્યાં સેટ પર હું બેઠી હતી, ત્યારે અચાનક ડાયરેક્ટર આવ્યા અને મને જોઇને ચોંકી ગયા. પછી તેમના આસિસ્ટન્ટે કહ્યું કે હેમાજી તો તેમના રૂમમાં છે. તો ડાયરેક્ટરે કહ્યું, તમે તો અદ્દલ હેમા માલિની જેવાં લાગો છો. હું હેમાજીને મળી, એમને પગે લાગી અને અભિનય કર્યા પછી એ જતાં રહ્યાં. ⚫ કિશોર ભાનુશાલી લુકઅલાઇક દેવ આનંદ બોલિવૂડમાં લુકઅલાઇક તરીકે મેં શરૂઆત કરી. આની શરૂઆત આમિર ખાન-માધુરી દીક્ષિતની ફિલ્મ ‘દિલ’ (1990)થી થઇ. એમાં લુકઅલાઇક દેવ આનંદનો રોલ કર્યો હતો. આજેય લોકો મને જુનિયર દેવ આનંદ નામથી ઓળખે છે. તે પછી ‘રામગઢ કે શોલે’, ‘કરણ અર્જુન’, ‘આન્ટી નં. 1’ વગેરે 100 ફિલ્મોમાં કામ કર્યું. એમાંથી 20-25 ફિલ્મોમાં લુકઅલાઇક તરીકે જ કામ કર્યું છે. હું સિંગર છું. હાલ ‘ભાભીજી ઘર પર હૈ’ અને ‘હપ્પુ કી ઉલટન-પુલટન’માં કમિશ્નર બન્યો છું. ‘દિલ’ ફિલ્મ પછી તો મને સલમાન ખાનની ફિલ્મ ‘બાગી’ મળી. પછી તો ફિલ્મો મળતી જ ગઇ.⬛

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો