સ્પોર્ટ્્સ:ટી-20 વર્લ્ડ કપ રિવાઇન્ડ

16 દિવસ પહેલાલેખક: નીરવ પંચાલ
  • કૉપી લિંક

આજે ટી-20 વર્લ્ડ કપની ફાઇનલ. આ એડિશન ખૂબ જ રસપ્રદ રહી છે. 2021ના વર્લ્ડ કપમાં મેચમાં ટોસની કોઈ પણ પ્રકારની ભૂમિકા રહી નથી. દરેક ટીમને રન કરવાનો અને વિકેટ ઝડપવાનો એકસરખો મોકો મળ્યો છે. વરસાદના વિઘ્ન સિવાય તમામ રીતે આ ઇવેન્ટ અત્યંત રસપ્રદ અને એન્ટરટેનિંગ રહી છે. બોલર્સ માટે પેસ, સ્પિન, બાઉન્સ સમગ્ર ટૂર્નામેન્ટમાં સતત મળતા રહ્યા છે જેથી મોટા ભાગની મેચ રસાકસીવાળી રહી છે. એમાંય ખાસ કરીને ઝિમ્બાબ્વે અને નેધરલેન્ડે પાકિસ્તાન અને સાઉથ આફ્રિકાને હરાવીને ગ્રૂપમાં મેજર અપસેટ સર્જ્યા હતા. આજે આપણે તમામ વર્લ્ડ કપની ફાઇનલનો રિકેપ જોઈએ. આ વર્લ્ડ કપ અગાઉ સાત વર્લ્ડ કપ રમાઈ ચૂક્યા છે. 2007થી શરૂ થયેલી આ ગ્લોબલ ઇવેન્ટ આશરે દર બે વર્ષે યોજાય છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા છે પરંતુ આ વર્ષે તેઓ નેટ રનરેટને આધારે સેમિફાઇનલ રમવા માટે ક્વોલિફાય થઇ શક્યા નથી. વેસ્ટ ઇન્ડિઝ એક માત્ર એવી ટીમ છે કે જે બેવાર વર્લ્ડ કપ જીતી છે, તે સિવાય ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા એક એકવાર વર્લ્ડ કપ વિજેતા રહી ચૂક્યા છે. 2007 વર્લ્ડ કપ: ભારત 2007માં સાઉથ આફ્રિકામાં યોજાયેલ પ્રથમ વર્લ્ડ કપમાં 12 ટીમને ચાર ગ્રૂપમાં વહેંચીને સુપર એઈટ ફોર્મેટ મુજબ યોજવામાં આવેલો. અગાઉ અલગ અલગ સમયે ટી-20 ફોર્મેટમાં મેચ રમાઈ હતી પરંતુ આ રીતે મોટે પાયે આયોજન પહેલીવાર કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ વર્લ્ડ કપમાં યુવરાજ સિંઘે લીગ મેચમાં છ બોલમાં છ સિક્સ ફટકારીને રેકોર્ડ બનાવ્યો હતો. તે સિવાય બ્રેટ લીએ બાંગલાદેશ સામે ટી-20 વર્લ્ડ કપની પ્રથમ હેટ-ટ્રિકનો રેકોર્ડ બનાવેલ. ફાઇનલમાં બ્લોક બસ્ટર મુકાબલો ભારત અને પાકિસ્તાન વચ્ચે યોજાયેલ જેમાં ભારતે પાંચ રનથી મેચ જીતીને વર્લ્ડ કપ પોતાને નામ કર્યો હતો. 2009 વર્લ્ડ કપ: પાકિસ્તાન : 9 ટેસ્ટ પ્લેઈંગ દેશ અને તે સિવાય આયર્લેન્ડ, નેધરલેન્ડ અને સ્કોટલેન્ડ એમ 12 ટીમ વચ્ચે ઇંગ્લેન્ડમાં 2009નો વર્લ્ડ કપ યોજાયેલો. શરૂઆતી મેચમાં જ નેધરલેન્ડે ઇંગ્લેન્ડને હરાવતા અપસેટ સર્જાયો હતો. અગાઉની જેમ સુપર 8 ફોર્મેટ મુજબ ટીમ આગળ વધતી ગઈ અને ટોપ 4 ટીમ વચ્ચે સેમિફાઇનલ રમાઈ. ફાઇનલમાં લોર્ડ્સ ખાતે પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે મુકાબલો યોજાયો જેમાં 8 વિકેટે પાકિસ્તાને જીત મેળવી. 2010 વર્લ્ડ કપ: ઇંગ્લેન્ડ : 2009 વર્લ્ડ કપની પૂર્ણાહુતિ બાદ એક વર્ષની અંદર અંદર વેસ્ટ ઇન્ડિઝમાં વર્લ્ડ કપ યોજાયો. આ એડિશનમાં અફઘાનિસ્તાન અને આયર્લેન્ડ સિવાય બીજી દસ ટીમ હતી. ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનની ટીમ સૌપ્રથમ વાર આઈસીસીની ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટમાં ભાગ લઇ રહી હતી. ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે મુકાબલો યોજાયો જેમાં ઇંગ્લેન્ડે સાત વિકેટે વિજય મેળવ્યો. 2012 વર્લ્ડ કપ: વેસ્ટ ઇન્ડિઝ : શ્રીલંકામાં યોજાયેલ 2012 વર્લ્ડ કપમાં આયર્લેન્ડ અને અફઘાનિસ્તાન સાથે બીજી દસ ટીમ 4 ગ્રુપમાં વહેંચાઈ હતી. પ્રથમ વાર વર્લ્ડ ટી 20 એશિયામાં યોજાયો હતો જેમાં ફાઇનલ મુકાબલામાં વેસ્ટ ઈન્ડિઝે શ્રીલંકાને 36 રને પરાજય આપીને પ્રથમ વાર ટ્રોફી જીતી હતી. 2014 વર્લ્ડ કપ: શ્રીલંકા : બાંગ્લાદેશમાં યોજાયેલ વર્લ્ડ કપમાં પ્રથમ વાર હોંગકોંગ, નેપાળ, યુ.એ.ઈ.નો સમાવેશ થયો અને તે સિવાય બીજી 13 ટીમ એમ કુલ 16 ટીમને સુપર 10 ગ્રૂપમાં પ્રવેશ કરાવીને ટોપ 2 ટીમને સેમિફાઇનલ પ્રવેશ કરાવવામાં આવ્યો. ફાઇનલ મુકાબલો ભારત અને શ્રીલંકા વચ્ચે થયો જેમાં શ્રીલંકાએ છ વિકેટે વિજય મેળવીને પ્રથમ વાર ટ્રોફી અંકે કરી. 2016 વર્લ્ડ કપ: વેસ્ટ ઇન્ડિઝ : ભારતમાં યોજાયેલ 2016 વર્લ્ડ કપમાં ફરીથી 16 ટીમનો સમાવેશ કરવામાં આવેલો જેમાં સ્કોટલેન્ડ અને ઓમાન પણ શામેલ હતા. 2014ના ફોર્મેટ મુજબ રમાયેલ વર્લ્ડ કપની ફાઇનલ અત્યંત રોમાંચક રહી જેમાં વેસ્ટ ઈન્ડિઝે આખરી ઓવરમાં ઇંગ્લેન્ડને 4 વિકેટે હરાવીને બીજી વાર ટાઇટલ જીત્યું હતું. 2021 વર્લ્ડ કપ-ઓસ્ટ્રેલિયા : કોવિડને કારણે ભારતને બદલે યુ.એ.ઈ અને ઓમાનમાં યોજાયેલ વર્લ્ડ કપમા 16 ટીમે ભાગ લીધો. આ વર્લ્ડ કપમાં પ્રથમ વાર આયર્લેન્ડના કર્ટિસ કેમ્ફરે ચાર બોલમાં ચાર વિકેટ લઈને રેકોર્ડ સર્જ્યો હતો. ફાઇનલ મુકાબલામાં પાકિસ્તાન સામે મેથ્યુ વેડની ઝંઝાવાતી બેટિંગને કારણે ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાન સામે વિજય મેળવ્યો હતો. ⬛ nirav219@gmail.com

અન્ય સમાચારો પણ છે...