તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જીવનના હકારની કવિતા:રવિવારની નિરાંત અને સોમવારનો જુસ્સો

2 મહિનો પહેલાલેખક: અંકિત ત્રિવેદી
 • કૉપી લિંક

વરસાદમાં હું એટલે ભીંજાઇ જાઉં છું, થોડોઘણો મને પછી સમજાઇ જાઉં છું. મારામાં શોધતા તને ખોવાઇ જાઉં છું, તેથી હવે હું ભીડમાં જોડાઇ જાઉં છું. ખિસ્સાં ભરીને વાદળો વરસાદ લઇ ગયા, વૃક્ષોની સાથમાં હું વલોવાઇ જાઉં છું. દર્પણમાં રોજ જોઉં તો કંઇ પણ થતું નથી, તમને મળીને કેટલો બદલાઇ જાઉં છું. એકાદ વાર ઠીક છે આ રોજનું થયું, સુખની જ વ્હેંચણીમાં હું ભૂલાઇ જાઉં છું. -ગૌરાંગ ઠાકર

આપણે જે સમજવો હોય તે બધા જ પ્રકારનો વરસાદ. વરસાદ વર્ષે આવે એવું કોણે કહ્યું? અંતરના ભીંજાવવાની સાથે એનો પ્રદેશ શરૂ થઇ જતો હોય છે. ઘેરાવું, ઘેરાઇને વરસવું, વરસીને ખાલી થઇ જવું, ખાલી થઇને ફરીથી ઘેરાવું...આમ નિત્ય સનાતન પ્રક્રિયા ચાલુ જ રહે છે વરસાદની. આપણો વરસાદ બીજાની બારીની વાછટ પણ બને. આપણો વરસાદ આપણો ક્યાં હોય છે? વરસી લીધા પછીના ઉઘાડમાં સુગંધની ઝરમર વર્તાય છે. માવઠું મોસમી લાગે ત્યારે ધાર્યું અને અણધાર્યું સગેવગે થઇ જાય છે, ભીંજાવામાં. વરસાદ આપણને સમજાવવા વરસે છે, આપણનેે સમજાય ત્યારે આપણે થોડા લીલાં થઇ ગયાં હોઇએ છીએ.

શોધવાનું બહાર છે. ખોવાઇ જવાનું અંદર આ પ્રક્રિયા અરસપરસની છે. જેને શોધતાં હોઇએ એનાથી પણ આપણે ખોવાઇ જતાં હોઇએ છીએ. ભીડમાં જઇને પાછી આપણા ભણીની યાત્રા શરૂ થાય અને મળી જાય એવું જેણે આપણને સંતાડી રાખ્યાં હતાં. વાદળો તો હાથમાં હતાં, ખમીસનાં ખિસ્સાંમાં. ખિસ્સાંમાંથી બહાર કાઢ્યા અને વરસાદ બની ગયા. વૃક્ષો સાથે વલોવાયો ત્યારે પાછા મળ્યા. મત્લા (પ્રથમ શેર)ના શેરની બીજી પંક્તિ ‘થોડોઘણો’નો તાળો અહીં મળે છે. એમાં વાદળ ખિસ્સાંમાંથી વરસાદ લઇ ગયા છે – એનો આનંદ જ બચે છે.

દર્પણમાં રોજ એના એ જ હોઇએ છીએ. પ્રયત્નો કરીએ છીએ, પણ મેળ નથી પડતો. ચહેરા પરનું ‘એનું એ જ’ દૂર કેમ થાય? ગમતી વ્યક્તિને મળીએ અને આપણે જ આપણને ગમવા લાગીએ છીએ. અરીસા વગર આપણો ચહેરો એવી વ્યક્તિની આંખમાં જોઇએ છીએ જ્યાં માત્ર ચમક જ છે. સુખ રોજ વહેંચાય છે અને રોજ વહેંચણીમાં આપણે બાકાત હોઇએ છીએ. આટલી સભાનતાનું સુખ જીવન છે. ગૌરાંગ ઠાકર ગુજરાતી કવિતાની સૂરત પ્રવેશતાં શરૂ થતી પર્વતમાળાનો મુકામ છે. ‘જીવનના હકાર’ની કવિતામાં રવિવારની નિરાંત છે અને સોમવારનો જુસ્સો. ghazalsamrat@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો