લક્ષ્યવેધ:પાંચ વાર UPSC આપીને અંતે ગુજરાત ટોપર બનનારાં ધંધુકાના આસિસ્ટન્ટ કલેક્ટરની સકસેસ સ્ટોરી

હેમેન ભટ્ટ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

આઇડીસી કોર્પોરેશનના ઉદ્યોગ ભવનમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતાં મમતા પોપટ પાસે ઘણા આઇએએસ, આઇપીએસ, આઇઆરએસ, જીએએસ કક્ષાના અધિકારીઓ આવતા. એ અધિકારીઓનો માન-મોભો અને મરતબો જોઇને મમતાને પણ થયું કે, હું પણ આઇએએસ બનું. તેમણે દૃઢ નિર્ધાર કરી લીધો. તૈયારી શરૂ કરી, પ્રયત્નો આદર્યાં અને યુપીએસસીની 2017-18ની પરીક્ષામાં ગુજરાત ટોપર બન્યાં. આઇએએસ મમતા પોપટે યુપીએસસી પરીક્ષામાં પાંચ એટેમ્પ્ટ કર્યાં હતાં. તેમાં છેલ્લાં બે વર્ષ જ ઇન્ટરવ્યૂ આપ્યાં. શરૂઆતની ત્રણ એક્ઝામમાં મેઇન્સ પણ ક્લીયર નહોતી કરી. કેશોદ તાલુકા પંચાયતના એકાઉન્ટન્ટ તરીકે નિવૃત્ત થયેલા હરેશભાઇ પોપટ અને રીનાબહેનનું એકમાત્ર સંતાન એ મમતા. મમતાએ ધોરણ 10માં 86 ટકા અને ધોરણ 12માં માત્ર 57 ટકા જ માર્ક્સ મેળવ્યા હતા. આ પછી તેમણે અમદાવાદની સેંટ ઝેવિયર્સ કોલેજમાંથી બી. એસસી. કેમેસ્ટ્રી વિષય સાથે કર્યું. તેમાં તેઓ 60 ટકા માર્ક્સ સાથે પાસ થયાં. ત્યારબાદ જીએલએસમાંથી એમબીએ (માર્કેટિંગ)માં કર્યું. ત્યાંથી જ પ્લેસમેન્ટમાં ઉદ્યોગ ભવન, જીઆઇડીસી કોર્પોરેશનમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે કોન્ટ્રાક્ટ પર જોબ મળી. ચાર વર્ષ જોબ કર્યાં પછી તેમણે જોબ છોડી અને યુપીએસસીની તૈયારી શરૂ કરી. મમતાએ યુપીએસસીની તાલીમ માટે ‘સ્પીપા’ જોઇન કર્યું હતું. ધંધુકામાં આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે તાલીમ લેતાં મમતાબહેને યુપીએસસીના એક-બે નહીં, પણ પાંચ એટેમ્પ્ટ આપ્યાં, તેમાં છેલ્લા બે વર્ષ ઇન્ટરવ્યૂ આપ્યાં. શરૂઆતની ત્રણ એક્ઝામમાં તો મેઇન્સ ક્લીયર કરી શક્યાં નહોતાં. છેલ્લી પરીક્ષામાં તેઓ નેશનલ લેવલે 45મા રેન્ક સાથે પાસ થયાં હતાં, ગુજરાતમાં ટોપર રહ્યાં. યુપીએસસી એક્ઝામ તેમણે ગુજરાતી લિટરેચર સબ્જેક્ટ સાથે આપી હતી. આ દરમિયાન જીપીએસસીની જીએએસ પરીક્ષા 2010માં આવી તે આપી. તેમાં મમતા 37મા રેન્ક સાથે પાસ થયાં. એ સમયે તેઓ વડોદરામાં ડેપ્યુટી કલેક્ટર તરીકે તાલીમ લઇ રહ્યાં હતાં. યુપીએસસી પરીક્ષા પાસ કર્યાં પછી મસૂરીમાં બે વર્ષ ટ્રેનિંગ લીધી હતી. આ પછી તેમણે સાબરકાંઠાના હિંમતનગરમાં તાલીમી આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે ટ્રેનિંગ લીધી. હાલમાં તેઓ ધંધુકામાં આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે કાર્યરત છે. મમતા પોપટનાં લગ્ન 2011માં હાર્દિક હીરપરા સાથે થયાં. લગ્ન પછી તેમણે યુપીએસસીની તૈયારી શરૂ કરી હતી. તેઓ કહે છે કે, ‘આ તૈયારીમાં મારા શ્વસુર પક્ષનો, હાર્દિકનો અને મારાં મમ્મી-પપ્પાનો પૂરો સાથ-સહકાર હતો.’

ઈન્ટરવ્યૂમાં ગરબાથી માંડી કાવેરી જળ વિવાદ સુધીના વિષયો પર સવાલો પુછાયેલા

એક્ઝામની તૈયારી કેવી રીતે કરી હતી? એવા સવાલના જવાબમાં મમતા કહે છે કે, ‘મેં યુપીએસસીની જ તૈયારી કરી હતી.’ ઇન્ટરવ્યૂમાં કેવો રહ્યો? કેવા પ્રશ્નો પુછાયા હતાં? એવા સવાલના જવાબમાં મમતા પોપટ કહે છે, ‘મારો ઇન્ટરવ્યૂ 25 મિનિટ ચાલ્યો હતો. તેમાં ગુજરાતની પાણીની સમસ્યા, તેની પાછળનાં કારણો અને તે નિવારવાં શું કરી શકાય? જીઆઇડીસીમાં જોબ કરી હતી એટલે તેના વિશે, એમબીએ કર્યું હોવાથી લીડરની ક્વોલિટી વિશે, ગુજરાત મોડલ ઓફ ડેવલપમેન્ટ, સુપ્રીમમાં કાવેરી જળ વિવાદનો પ્રશ્ન હતો તેના વિશે, ગુજરાત ટૂરિઝમ વિશે, તેના બ્રાન્ડ એમ્બેસેડર વિશે પ્રશ્નો પુછાયા હતા. અમુકમાં ડિટેઇલમાં જવાબો માગ્યાં, પણ મને આવડતા ન હોવાથી ના પાડી હતી. ‘તમને શું કામ પસંદ કરવા જોઇએ?’ એવું પૂછ્યું હતું. મેં કહ્યું કે, ટાઇમ મેનેજમેન્ટ, ડિટરમિશન મેનેજમેન્ટ વગેરે સ્ત્રીઓમાં કુદરતી જ હોય છે. ઇન્ટરવ્યૂમાં મેં મારી હોબી ‘ગરબા’ લખી હતી એટલે પૌરાણિક ગરબા વિશે અને ઇન્ટરવ્યૂ વખતે હું વડોદરામાં ડેપ્યુટી કલેક્ટર હતી એટલે ગુજરાતમાં પાણી માટે સરકાર દ્વારા શું અને કેવાં પગલાં લેવામાં આવે છે? આવા પ્રશ્નો પુછાયા હતાં. મેં લગભગ તમામના જવાબો આપ્યા હતા.’

પેરેન્ટ્સ કરતાં સંબંધીઓને કન્વિન્સ કરવા પડતાં મમતા પોપટ કહે છે કે, ‘12મા ધોરણ સુધી હું કેશોદમાં ભણી. પછી કોલેજ કરવા માટે રાજકોટ કે અમદાવાદ જવું એ પ્રશ્ને પેરન્ટ્સ કરતાં સંબંધીઓને વધુ કન્વિન્સ કરવા પડતા. અમદાવાદ દૂર થાય, રાજકોટ જ જવું જોઇએ એવો આગ્રહ હતો, પણ છેવટે બધું મેનેજ થઇ ગયું.’

અન્ય સમાચારો પણ છે...