મસ્તી-અમસ્તી:સ્ટ્રોંગમેનનું ‘ભવ્ય’ બળપ્રદર્શન

2 મહિનો પહેલાલેખક: રઈશ મનીઆર
  • કૉપી લિંક

પહેલવાનો અને બોડી બિલ્ડરો પોતાની શારીરિક શક્તિ ઉપર મુશ્તાક હોય છે. પોતાના બાહુબળના પ્રદર્શન માટે તેઓ જાતજાતનાં ‘પરાક્રમો’ અને ‘કરતબો’ પણ કરી દેખાડે છે. 32 વર્ષના ઓસ્ટ્રિયન સ્ટ્રોંગમેન ફ્રાંઝ મુલનરે તાજેતરમાં અશક્ય લાગે એવું બળપ્રદર્શન કરી દેખાડ્યું હતું. મુલનર 75 ટન વજનની એક એરબસ એ 321ને હવાઈપટ્ટી પર ફક્ત પોતાની શારીરિક શક્તિના જોરે 20 મીટર સુધી ઘસડી ગયો હતો.

જ્યારે શિલ્પને સેન્સર્ડ કરવામાં આવ્યું

​​​​​​​શિલ્પ ક્યારેક શરમની બાબત પણ બની શકે છે. સિસિલીમાં એવું જ બન્યું. થયું એવું કે સિસિલીના કેટાનિયા શહેરમાં વર્જિન મેરીની એક સ્થાનિક મૂર્તિનું ધાર્મિક સરઘસ નીકળવાનું હતું. સરઘસના માર્ગમાં આ અશ્વનું કાંસાનું શિલ્પ આવતું હતું. શિલ્પ જોઈને સરઘસમાં જોડાયેલી મહિલાઓ માટે શરમજનક મૂંઝવણ ઊભી ન થાય એ માટે સુધરાઈના સત્તાવાળાઓએ અશ્વના પ્રાઇવેટ પાર્ટ પર એક મોટી લોખંડની પટ્ટી મારી દીધી. એક વાર વર્જિન મેરીનું સરઘસ નીકળી ગયા બાદ આ પટ્ટી કાઢી લેવાઈ. શિલ્પ ફરી એના મૂળ સ્વરૂપમાં આવી ગયું.

યુરોપના ગોરાઓ કંઈ ચીનાઓથી કમ નથી

ચીનાઓ લિજ્જતથી ઉંદર, બિલાડાં અને કૂતરાં આરોગી શકે છે, પણ યુરોપના ગોરાઓ કંઈ ગાંજ્યા જાય એવા નથી. થોડાં વર્ષ પહેલાં લંડનમાં એક્સમાઉથ માર્કેટમાં એડિબલ નામની એક રેસ્ટરાં શરૂ થઈ હતી. તેના મેનુની યાદી જોઈને તમ્મર આવી જાય. બહુ બહુ તો આ રેસ્ટરાંમાં ઉંદર અને ડુક્કર મળતાં હશે એવી કોઈના મનમાં કલ્પના આવે તો તે કલ્પના ખૂબ સાદી છે. આ ‘એડિબલ’ (એટલે કે ‘ખાઈ શકાય તેવા પદાર્થો’) નામની રેસ્ટરાંમાં તમામ જીવજંતુઓ ખાવાલાયક છે. રેસ્ટરાંમાં જઈને ગ્રાહક કંસારીઓ, ભૂંજેલો કોબ્રા સાપ, પિરાન્હા નામની ઝેરી માછલી અને જાતજાતનાં જીવજંતુઓ જેવા કે વાંદા, તીતીઘોડા, વાણિયા કે અળસિયાંમાંથી બનાવેલી વાનગીઓની પસંદગી કરી શકે છે. ⬛ vikramvakil@rediffmail.com

અન્ય સમાચારો પણ છે...