સ્પોર્ટ્સ:2022નું સ્પોર્ટ્સ વિશ લિસ્ટ

નીરવ પંચાલ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નાની એવી વાતમાં આપણે રાષ્ટ્રદ્રોહ લગાડી શકતા હોઈએ, તો બેફામ રીતે વર્તનાર કોઈ પણ પક્ષનો નેતા હોય એને આપણે કેમ સહન કરી લઈએ છીએ?

2021 ભારતીય એથ્લીટ્સ, ક્રિકેટર્સ અને ફેન્સ માટે રોલરકોસ્ટર સમાન રહ્યું. જવેલીનમાં ગોલ્ડ, કુસ્તીમાં સિલ્વર અને બ્રોન્ઝ જીત્યા અને હરખભેર ઉજવણી કરી. ઓલિમ્પિક્સ અને પેરાલિમ્પિક્સમાં રેકોર્ડ મેડલ જીત્યા. કિદાંબી શ્રીકાંત અને લક્ષ્ય સેને પ્રથમ વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ જીત્યા, સુમિત નાગલેે ટેનિસ કોર્ટમાં અદ્્ભુત પ્રદર્શન કર્યું, પીવી સિંધુએ પોતાનો બીજો ઓલિમ્પિક મેડલ જીત્યો. દિવ્યાંગ પેડલર ભાવિનાબહેન પટેલે પેરાલિમ્પિક્સમાં સિલ્વર જીત્યો. ઇન્ડિયન ક્રિકેટ ટીમે સિડની ટેસ્ટ ડ્રો કર્યા બાદ ઓસ્ટ્રેલિયાના ગઢ ગાબાના કાંગરા ખેરવી નાખ્યા, લોર્ડ્સ અને ઓવલ ટેસ્ટ જીતી અને વર્ષાંતે દક્ષિણ આફ્રિકાના ગઢ સેન્ચ્યુરિયનમાં પણ ગાબડું પાડી દીધું. 2022માં નવા કીર્તિમાન રચાઈ શકે તેમ છે. ભારતીય સ્પોર્ટ્સના સંદર્ભે તે આ હોઈ શકે. નીરજ ચોપરા 90 મીટરના લક્ષ્યાંકને પાર કરે 2021 નીરજ ચોપરા માટે સુવર્ણ રહ્યું. ટોક્યો ઓલિમ્પિક્સમાં 87.58 મીટરનો જવેલીન થ્રો કરીને ભારતીય સ્પોર્ટ્સ ઇતિહાસમાં અમર થઇ જનાર 24 વર્ષીય નીરજ માટે આ વર્ષ પણ ખૂબ અગત્યનું છે. 2020ની એક ઇવેન્ટમાં જર્મન ચેમ્પિયન યોહાનેસ વેટ્ટરે 97.76 મીટરનો ઘા કરીને રેકોર્ડ પોતાને નામ અંકિત કર્યો હતો. નીરજનો પર્સનલ બેસ્ટ સ્કોર 88.00 મીટર છે. 2022માં નીરજ પાસે 90 મીટરનું લક્ષ્ય પાર કરવા માટે વર્લ્ડ ચેમ્પિયનશિપ, એશિયન ગેમ્સ, કોમનવેલ્થ ગેમ્સ અને ડાયમંડ લીગ એમ 4 તક છે. નીરજે યુ.એસ.માં ટ્રેનિંગ શરૂ કરી દીધી છે. કોમનવેલ્થ અને એશિયન ગેમ્સમાં રેકોર્ડ બ્રેકિંગ મેડલ જીતવા ભારત કોમવેલ્થમાં 181 ગોલ્ડ સાથે કુલ 503 મેડલ જીત્યું છે. ગોલ્ડકોસ્ટ કોમનવેલ્થમાં ભારત 26 ગોલ્ડ જીત્યા હતા. આ વર્ષે કોમનવેલ્થ ગેમ્સમાં શૂટિંગની ઈવેન્ટ્સનો સમાવેશ કરવામાં આવ્યો નથી. ઉલ્લેખનીય છે કે 503 મેડલ મેડલમાંથી 135 મેડલ અને તેમાંય 63 ગોલ્ડ મેડલ ભારતીય એથ્લીટ્સ શૂટિંગની ઇવેન્ટમાં જીત્યા છે. હવે શૂટિંગ કેન્સલ થયું છે તો અન્ય એથ્લીટ્સ પર મેડલ્સ જીતવાની જવાબદારી વધી જશે. એશિયન ગેમ્સમાં ભારત 155 ગોલ્ડ સાથે 672 મેડલ જીત્યું છે. 2018માં 70 મેડલ જીતવાની સાથે ભારત મેડલ ટેલીમાં આઠમા ક્રમાંકે હતું, આ વર્ષે ફરી એક વાર વધુ મેડલ જીતવાની શક્યતાઓ ભરપૂર છે. વિમેન્સ હોકી ટીમનો વર્લ્ડકપમાં મેડલ રાની રામપાલની ટીમે ટોક્યો ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલ મેચમાં બ્રિટન સામે 4-3થી ટક્કર આપતા ફેન્સને વર્લ્ડકપ, કોમનવેલ્થ તેમ જ એશિયન ગેમ્સની ફિલ્ડ હોકી ઇવેન્ટમાં મેડલ માટે આશા બંધાઈ છે. એમાંય કોમનવેલ્થમાં ભારતીય વિમેન્સ ટીમ એક વાર ગોલ્ડ મેડલ જીતી ચુકી છે. આશા રાખીએ કે વિમેન્સ હોકી આ વર્ષે મેડલ જીતીને રમતજગતમાં આગવી છાપ છોડી શકે. વિમેન્સ આઇપીએલ જેમ મેન્સ ક્રિકેટ ટીમે 2021માં તરખાટ મચાવી દીધો તેમ વિમેન્સ ટીમે પણ ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડની કપરી કન્ડિશનમાં સારું પરફોર્મ કર્યું હતું. અગાઉ જે બેન્ચ સ્ટ્રેન્થનો પ્રશ્ન હતો તે મહદ્દંંશે ઊકેલાઈ ગયો છે. જેમ ઓસ્ટ્રેલિયામાં વિમેન્સ બિગ બેશ લીગ રમાય છે, તેમ ભારતમાં પણ વિમેન્સ આઇપીએલ શરૂ થાય તે વિમેન્સ ક્રિકેટ માટે ઇચ્છનીય છે. વિરાટ કોહલીની 71મી સદી લિમિટેડ ઓવર્સમાં કપ્તાની છોડનાર વિરાટ માટે 2021નું વર્ષ આકરું રહ્યું. ટેસ્ટ મેચમાં સરસ પ્રદર્શન કર્યા બાદ આઈસીસી ટ્રોફીમાં હાર, આઇપીએલમાં હાર મેળવ્યા બાદ કોહલી ઘણીબધી વણજોઈતી ચર્ચાઓનો ભાગ બન્યો. 2019માં આખરી સદી માર્યા બાદ સમગ્ર 2020 અને 2021માં એક પણ વાર સદી ન કરી શકનાર કોહલી માટે 71મી સદી કરવી ખૂબ અગત્યની છે. આશા રાખીએ કે સદી નંબર 71 જાન્યુઆરી મહિનામાં જ બની જાય. ⬛ nirav219@gmail.com

અન્ય સમાચારો પણ છે...