કામ સંહિતા:કેટલાક પુરુષોને ગણતરીની સેકન્ડોમાં જ...!

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ડૉ. પારસ શાહઃ દરેક પુરુષ હંમેશાં ઈચ્છતો હોય છે કે પોતાની ઈચ્છા હોય ત્યારે જ સ્ખલન થાય. જોકે આવું ઘણા કિસ્સામાં થતું નથી. શીઘ્ર સ્ખલનની ચર્ચા એટલા માટે જરૂરી છે કે ખૂબ વ્યાપક પ્રમાણમાં જોવા મળતી જાતીય તકલીફ છે. શીઘ્ર સ્ખલન એટલે સમાગમ દરમિયાન પુરુષને તરત જ વીર્ય સ્ખલન થઈ જાય અને સ્ત્રીને પરાકાષ્ઠાનો આનંદ મળી શકતો નથી. એમાંય કેટલાય પુરુષોમાં તો આ તકલીફ એટલી તીવ્ર હોય છે જેનાં કારણે પુરુષોને યોનિ પ્રવેશ પહેલાં અથવા તો પ્રવેશ થતાંની સાથે જ વીર્ય સ્ખલન થઈ જાય છે. આવાં યુગલો ઘણી વાર અઠવાડિયા કે મહિનાઓ અને ક્યારેક તો વર્ષો સુધી પણ જાતીય જીવન સ્થાપિત જ ન કરી શકયા હોય એવા કિસ્સાઓ પણ નોંધાયેલા છે.
અત્યાર સુધી આ મામલે અનેક અભ્યાસ થયા છે. જેના તારણ અનુસાર, પુરુષ સરેરાશ છ મિનિટ સુધી સંભોગ કરી શકે છે. જોકે, ભારતના પુરુષોને નિરાશ કરે તેવા સમાચાર એ છે કે, ભારતીય પુરુષોની સેક્સ કરવાની ક્ષમતા ઓછી છે.
પ્રિમેચ્યોર ઈજેક્યુલેશન એટલે કે શીઘ્ર સ્ખલન પુરુષોમાં જોવા મળતી સૌથી સામાન્ય જાતીય સમસ્યા છે. જો આ સમસ્યા વધુ સમય રહે તો સેક્સોલોજિસ્ટની સલાહ લેવી જરુરી છે, કારણકે શીઘ્ર સ્ખલન ખૂબ જ ઝડપથી ઈરેક્શન ડાયફંક્શન એટલે કે ઉત્થાનમાં સમસ્યામાં પરિણમે છે અને પછી તેનો ઈલાજ કરવો અઘરો બની જાય છે.
આ બીમારી દરેક શહેરમાં કે દેશમાં વિવિધ નામથી ઓળખાય છે. કોઈ આને ‘પ્રીમેચ્યોર ઇજેક્યુલેશન’ કહે છે, તો કોઇ ‘શીઘ્રપતન’ કે ‘અર્લી ડિસ્ચાર્જ’ના નામે ઓળખે છે. ડોક્ટરો આને ‘અર્લી ઓર્ગેઝિમક રિસ્પોન્સ’ કહે છે. જેનાથી ઘણી વાર સ્થિતિ છૂટાછેડા સુધી પહોંચી જાય છે.
આ બીમારી જેટલી કોમન છે, તેનો ઉપચાર એટલો જ જટિલ હતો. લગ્નજીવનની શરૂઆતમાં જ પુરુષને ખબર પડે છે કે પોતાનું વીર્યસ્ખલન પોતાના કાબૂમાં નથી. આ કાબૂ મેળવવા યુવક જાતજાતના નુસખા-તરકીબો અજમાવી જુએ છે.
મુઠ્ઠીઓ ભીડીને, દાંત કચકચાવીને સ્ખલન રોકવા પ્રયત્ન કરે છે. સમાગમ દરમિયાન અધવચ્ચેથી પોતાનું ધ્યાન બીજી વાત તરફ વાળવાની કોશિશ કરે છે. તેમાં વળી પાછું પત્નીનું ઉદાસ વદન અથવા નીરસ મુખ કે કટાક્ષમય વાક્ય તેને વધુ વ્યાકુળ કરી દે.
એક લેટેસ્ટ દવા શોધાઈ છે. જેની અસર માત્ર સાત જ દિવસમાં જોવા મળે છે. આ સારવારથી હવે અનેક યુગલોને તેનો ફાયદો થશે. તેની ચર્ચા કરતાં પહેલાં કેટલાક સાદા-સરળ ઉપાયોની ચર્ચા આવતા સપ્તાહે કરીશું, જે દ્વારા શીઘ્ર સ્ખલનની બીમારી જો હળવી માત્રાની હોય તો તે અસરકારક નીવડી શકે છે. ⬛ dr9157504000@shospital.org

અન્ય સમાચારો પણ છે...